24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મરાઠા અનામત મુદ્દે 11મા ધોરણની વિદ્યાર્થિનીની આત્મહત્યા

અહેમદનગર: મરાઠા અનામત મુદ્દે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં ગળેફાંસો ખાઇને એક 16 વર્ષીય સગીરાએ કથિત આત્મહત્યા કરી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

રાધાબાઇ કાલે મહિલા મહાવિદ્યાલયમાં 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની કિશોરી બબન કનાડેએ હોસ્ટેલના પોતાના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું તોપખાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિશાલ સનાસે જણાવ્યું હતું.

અહેમદનગર તહેસિલના કાપુરવાડી ખાતેના ગરીબ ખેડૂતની દીકરી કિશોરીએ સ્યુસાઇડ નૉટમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે તે મરાઠા કોમ માટે અનામતની માગણી મુદ્દે પોતાનું જીવન ટૂંકાવી રહી છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

દસમા ધોરણમાં મનેે 89 ટકા માર્ક મળ્યા હતા, પરંતુ એ કેટગરીમાં એડમિશન નહોતું મળ્યું જ્યાં ઓછી ફી લેવાતી હોય છે. મારા પિતાએ નૉન-ગ્રાન્ટેબલ ડિવિઝનમાં રૂ. 8000 ફી ભરી હતી જે અમારા ગરીબ પરિવાર માટે બોજા સમાન હતી. બીજી તરફ રિઝર્વ્ડ કેટગરીમાં સરેરાશ 76 ટકા માર્ક્ મેળવેલા વિદ્યાર્થીઓને ફક્ત રૂ. 1000 ફી ભરીને ગ્રાન્ટેબલ કેટગરીમાં પ્રવેશ મળ્યા હતા. મારી સાથે અન્યાય થયો છે, કારણ કે હું મરાઠા કોમમાં જન્મી છું, એમ કિશોરીએ સ્યુસાઇડ નૉટમાં જણાવ્યું હતું. આ સિવાય તેણે તેમાં પોતાના જીવન બલિદાનનું ફળ અનામત રૂપે મળશે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

મરાઠા અનામત મુદ્દે અત્યાર સુધી અંદાજે આઠ જણે આત્મહત્યા કરી છે. (પીટીઆઇ)



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

22kHae17
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com