18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મરાઠા આંદોલનકારીઓના ગુના પરત લેવાની ઉદ્ધવની માગ

આરક્ષણ માટે આંદોલન કરનારા મરાઠા સમાજના લોકો સામે નોંધવામાં આવેલા ગુના પાછા ખેંચવાની ખાતરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાની આ વાત પાળવાની માગ કરી ફડણવીસને ગુના પરત લેવા જણાવ્યું હતું. મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજકોએ ઠાકરેની મુલાકાત તેમના નિવાસસ્થાને લીધી હતી. તેમને મળ્યા બાદ ઉદ્ધવે જણાવ્યું હતું કે મરાઠા સમાજે મૂક મોરચા કાઢી પોતાની વાત રજૂ કરી હતી, પરંતુ તેને ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને તેમની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી, તેથી તેમણે તોફાની આંદોલનો કરવા પડ્યાં હતાં. મરાઠા સમાજના નામે અન્ય લોકોએ હિંસા ફેલાવી, પરંતુ ઠીકરું તેમના નામે ફોડવામાં આવ્યું આથી જે પણ કાર્યવાહી થાય તે ન્યાયપૂર્ણ થવી જોઈએ. તેમણે ગુના પરત ખેંચવાનો કોઈપણ આદેશ પોલીસને આપ્યો ન હોવાનું પણ જણાવ્યું હતું.

---------------------------------------------------

મરાઠા ક્વૉટાનો અહેવાલ સરકારને 15મી નવેમ્બરે મળશે



મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મરાઠા સમાજના સામાજિક-આર્થિક દરજ્જા અંગેનો સ્ટેટ બૅકવર્ડ ક્લાસિસ કમિશનનો અહેવાલ 15મી નવેમ્બર સુધી આવશે. આ અહેવાલ દ્વારા કમિશન પોતાનું તારણ રજૂ કરશે કે મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં આરક્ષણ આપવાની જરૂર છે કે નહીં. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં કમિશન અલગ અલગ સરકારી વિભાગ, ગ્રામ પંચાયત અને શૈક્ષણિક અને સમાજિક સંસ્થાઓની વિગતો એકઠી કરી રહી છે. મરાઠા સમાજના 45,000 પરિવારની વિગતોનું પૃથ્થકરણ ચાલી રહ્યું છે. કમિશન હાલમાં પોતે મેળવેલી વિગતોનો અભ્યાસ કરી રહી છે અને 15 નવેમ્બર સુધીમાં પોતાનો અહેવાલ આપશે.

મરાઠા આરક્ષણ માટે મરાઠા ક્રાંતિ મોરચાએ જનહિતની અરજી કરી હતી. જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. આરક્ષણ માટે મરાઠા સમાજે ઘણા શાંતિપૂર્ણ મોરચા કાઢ્યા હતા અને થોડા સમય પહેલા તેમણે પોકારેલા બંધમાં હિંસા પણ થઈ હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોર્ટમાં પ્રક્રિયા પૂરી થયા બાદ વિધાનમંડળનું ખાસ સત્ર બોલાવી આ અંગે સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S2i46y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com