17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણેશ વિસર્જન 31 જગ્યાએ કૃત્રિમ તળાવ
607 લાઈફગાર્ડ સહિત 81 મોટરબોટ્સ તહેનાત કરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: મહારાષ્ટ્રભરમાં ગણપતિ બાપ્પાના આગમન માટેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પાલિકા સુધ્ધાં ગણેશોત્સવ માટે ઉત્સાહિત છે અને તેની માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. દોઢ, ત્રણ, પાંચ, સાત અને અગિયાર દિવસના ગણપતિના પ્રસ્થાન માટે પાલિકાએ ચૌપાટી અને કૃત્રિમ તળાવ પાસે સુરક્ષા વ્યવસ્થા કરી છે. આગમનની સાથે વિસર્જન માટે સજ્જ થયેલી પાલિકાએ ચૌપાટી તથા નૈસર્ગિક તળાવ અને મળીને 69 વિસર્જન સ્થળ સહિત 31 કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરેકે દરેક વિસર્જન સ્થળ પર પાલિકા એ તમામ સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો છે. પાલિકાના આંકડાઓ મુજબ, મુંબઇ રિજનના વિસર્જન સ્થળે જમીન સમથળ કરવા માટે 840 સ્ટીલ પ્લેટ્સ, 58 કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઉપરાંત 607 લાઇફગાર્ડ, 81 મોટરબૉટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂલહાર એકઠા કરવા માટે 201 નિર્માલ્ય કળશ અને 192 નિર્માલ્ય ડંપર ગોઠવ્યા છે. જો કોઇ ઇજાગ્રસ્ત થાય તો તેના માટે પાલિકાએ 74 ફર્સ્ટ-એઈડ સેન્ટર અને 60 ઍમ્બ્યુલન્સને વિસર્જન સ્થળે રાખવામાં આવશે. 118 તાત્કાલિક શૌચાલયની વ્યવસ્થા કરાઇ છે. બાપ્પાના વિસર્જન સમયે અંધારામાં કોઇ તકલીફ ન પડે તે માટે 1991 ફ્લડલાઇટ અને 1306 સર્ચલાઇટને ગોઠવવામાં આવી છે. આખા શહેરમાં પાલિકા તરફથી નાના-મોટા અને મધ્યમ કદના 50 તરાપાની વ્યવસ્થા પણ કરાઇ છે. અનંત ચૌદશ એટલે કે વિસર્જન દરમિયાન પાલિકા તરફથી 17000થી 18000 હજાર કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં 5000 સીસીટીવી કૅમેરા પણ ગોઠવ્યા છે. બાપ્પાના વિદાય કાર્યક્રમ હેમખેમ પાર પડે તે માટે ટોઇંગ મશીન, ક્રેઇન, જેસીબી મશીન અને બુલડોઝર જેવા મશીનોને તૈનાત કરવામાં આવશે. આ વર્ષે ઘરગથ્થુ ગણપતિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાની પાલિકાએ અપીલ કરી છે. વર્ષ 2017માં નૈસર્ગિક સ્થળે, ગણપતિની વિશાળ પ્રતિમાઓની સંખ્યા 11,098 ઘરગથ્થું 1,91,254 હતી, જ્યારે કૃત્રિમ તળાવમાં 652 સાર્વજનિક ગણેશમૂર્તિઓ તેમ જ 28,631 ઘરગથ્થુ મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0C5j870
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com