17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કારગિલ યુદ્ધના હીરોની વહારે આવ્યા વાચકો
19 વર્ષથી પગમાં એક ગોળી સાથે ઝઝૂમતા જવાન માટે મોકલી આર્થિક મદદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કારગિલ યુદ્ધમાં ઘાયલ થયા બાદ હાલ જ્યુસની લારી ચલાવીને દિલ્હીમાં ગુજરાન ચલાવતા લાન્સનાયક સતવીર સિંહની વહારે ‘મુંબઈ સમાચાર’ના વાચકો આવ્યા છે. વાચકો દ્વારા આર્થિક મદદરૂપે મોકલાયેલા ચેક હવે આ રિયલ લાઈફ હીરોને મોકલી અપાશે.

‘મુંબઈ સમાચાર’ની તા. 31-7-2017ની પૂર્તિમાં ‘યુદ્ધકેસરી’ કોલમમાં અખબારના વરિષ્ઠ પત્રકાર પ્રફુલ શાહે લખેલી સ્ટોરી ‘કારગિલ યુદ્ધનો હીરો એઠાં ગ્લાસ ધૂએ છે’ને વાચકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ત્રણ વાચક ભરતકુમાર જમનાદાસ પાબારી, આતિશ કે. પરીખ અને નિકુંજ કોઠારીએ આ માજી લાન્સનાયકના નામે ચેક લખીને ‘મુંબઈ સમાચાર’ની કચેરીમાં મોકલી આપ્યા હતા.

સેંકડો વાચકોએ આ કારગિલ હીરોની દુર્દશા પર આઘાત વ્યક્ત કરવા સાથે એમની બહાદુરી અને સંઘર્ષગાથાને સલામ કરી હતી. લાન્સનાયક સતવીર સિંહને કારગિલ યુદ્ધમાં લાગેલી એક ગોળી હજી શરીરમાં જ છે અને તેઓ કાખઘોડીની મદદથી ચાલી શકે છે. વચન પ્રમાણે આજ સુધી તેમને પેટ્રોલ પમ્પ કે જમીન ફાળવાયા નથી અને તેમની ફાઈલ અમલદારશાહીની આળસમાં ધૂળ ખાઈ રહી છે.

‘મુંબઈ સમાચાર’ આવા આ રિયલ લાઈફ હીરોની સાથે કદરદાન વાચકોનેય સલામ કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

IhyE0828
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com