24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રૂપિયાની નબળાઈ સાથે સોનામાં ₹ 80ની આગેકૂચ, ચાંદી ₹ 45 ઘટી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નરમાઈનો અન્ડરટોન રહેતાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 80ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 45નો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે એકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાના અહેવાલ હતા.

આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે વિશ્ર્વના મુખ્ય ચલણો સામે ડૉલર ઈન્ડેક્સમાં એકંદરે ટકેલું વલણ રહ્યું હોવા છતાં ડૉલરની તેજી આગળ ધપે તેવી શક્યતા, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 25-26 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા તેમ જ અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર ઉગ્ર બને તેવી ભીતિ હેઠળ લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી 0.2 ટકા ઘટીને 1192.86 ડૉલર અને સોનાનો ડિસેમ્બર ડિલિવરી વાયદો આગલા બંધથી 0.1 ટકા ઘટીને 1198.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી 0.3 ટકા ઘટીને 14.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે ઈટાલીની દેવાની કટોકટી હળવી થવાના અણસાર તેમ જ બ્રિટનની યુરોપ સાથેની બ્રેક્ઝિટ ડીલ થવાના આશાવાદને કારણે ડૉલર સામે યુરો અને પાઉન્ડ મબૂત થયા હતા. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોની માગ મર્યાદિત રહી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું.

દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 28 પૈસા ગગડી ગયા બાદ અંતે આગલા બંધથી 24 પૈસાના ઘટીને બંધ રહેતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધી આવતાં હાજરમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 80 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 30,615 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 30,765ના મથાળે બંધ રહ્યા હતા.

જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારો પણ નવી લે-વેચથી દૂર રહ્યા હતા. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 45 ઘટીને રૂ. 36,800ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2ufn44
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com