18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટીનમાં નફારૂપી વેચવાલીએ પ્રત્યાઘાતી ઘટાડો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવમાં સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1થી 2નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ગઈકાલે ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. 25નો ઉછાળો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો.

આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

ઈટાલીની દેવાની કટોકટી હળવી થઈ હોવાના નિર્દેશો સાથે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર સામે યુરોમાં મજબૂત વલણ જોવા મળ્યું હોવાના અહેવાલે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ટનદીઠ ભાવ આગલા બંધથી 0.7 ટકા વધીને 5951 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સત્રમાં કોપરના ભાવ ઘટીને 5879 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તે જ પ્રમાણે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે પણ કોપરના ભાવ આગલા બંધથી 0.5 ટકા વધીને ટનદીઠ 47,910 યુઆનના મથાળે રહ્યાના અહેવાલ હતા.

દરમિયાન સ્થાનિકમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં કોપર શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. 2 વધીને રૂ. 442 અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 1 વધીને અનુક્રમે રૂ. 454, રૂ. 449, રૂ. 418 અને રૂ. 482ના મથાળે રહ્યા હતા.

જોકે, ગઈકાલે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને પગલે ભાવમાં કિલોદીઠ રૂ. 25નો ઉછાળો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેવા ઉપરાંત વધ્યા મથાળેથી વપરાશકાર ઉદ્યોગની માગ રૂંધાઈ જતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચના પ્રત્યાઘાતી ઘટાડા સાથે રૂ. 1425ના મથાળે રહ્યા હતા.

આ સિવાય કોપર આર્મિચર, બ્રાસ અને એલ્યુમિનિયમની વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ અને નિકલમાં છૂટીછવાઈ સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4C28005N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com