19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એસ્સાર સ્ટીલ લિલામ આર્સેલર મિત્તલની અરજીની આજે સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હી: નેશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રાઇબ્યૂનલ (એનસીએલએટી) દ્વારા ગયા અઠવાડિયે એસ્સાર માટેની બિડને યોગ્યતાપાત્ર ગણાવવા માટે રૂ. 7000 કરોડ ચૂકવવાની બાબતમાં આર્સેલર મિત્તલે વધુ સમય માગતી કરેલી યાચિકાની સુનાવણી બુધવારે કરવા સુપ્રીમ કોર્ટ મંગળવારે સંમત થઈ હતી. આર્સેલર મિત્તલે પોતાની બીજી બીડ યોગ્ય ઠરે એ માટે રૂ. 7000 કરોડના પેમેન્ટ સંદર્ભની યાચિકાની તાત્કાલિક સુનાવણી કરવાની કરેલી વિનંતીને કોર્ટે અમાન્ય કરી હતી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તથા જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની ખંડપિઠિકાએ જણાવ્યું હતું કે ‘અમે આવતીકાલે સુનાવણી કરીશું.’

એનસીએલએટીએ ગયા શુક્રવારે એવો ચુકાદો આપ્યો હતો કે રશિયાની વીટીબી ગ્રુપનું પીઠબળ ધરાવતી નુમેટલની બીજી બીડ યોગ્યતા મેળવે છે અને આર્સેલર મિત્તલને 11મી સપ્ટેમ્બર મંગળવાર સુધીમાં રૂ. 7000 કરોડનું પેમેન્ટ કરીને પોતાને માથે લાગેલું ડિફોલ્ટરનું કલંક દૂર કરવાનું જણાવ્યું હતું.

અનિલ અગરવાલની વેદાંતા કંપની એસ્સાર સ્ટીલ માટેના ત્રીજી ક્વોલિફાઈડ બીડર છે. તેના લેન્ડરોએ રૂ. 49000 કરોડની લેણી નીકળતી રકમ માટે તેની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરી છે.

એસ્સાર સ્ટીલ માટેના બીજા રાઉન્ડના બીડમાં નુમેટલના રૂ. 37000 કરોડ વેલિડ છે એવા એનસીએલએટીના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આર્સેલર મિત્તલે સોમવારે પડકાર્યો હતો. એનસીએલએટીએ પ્રતિસ્પર્ધી બીડર આર્સેલર મિત્તલને રૂ. 7000 કરોડનું પેમેન્ટ કરી દેવા પણ જણાવ્યું હતું. (પીટીઆઈ) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U1f6385
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com