17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાર્દિકના પારણા કરાવવા પાટીદાર સમાજ, સંસ્થા અને ધારાસભ્યો બન્યા સક્રિય

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી ત્રણ માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને મનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉપવાસ દરમિયાન બે દિવસ હાર્દિકને હૉસ્પિટલમાં સારવાર પણ લેવાની ફરજ પડી હતી. સરકાર માત્ર ચિંતિત હોવાનું ગાણું ગાઈને સમાધાન કરવા કોઈ પગલાં લીધા ન હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આજે મંગળવારે બપોરે કૉંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકની ઉપવાસી છાવણીમાં જઈને તેને પારણાં કરી લેવા મનામણાં કર્યા હતા. સાથે જ સીધી રીતે ન માનતી સરકારને અન્ય રીતે લડવા માટે સમજાવીને પારણાં કરવા સમજાવ્યો હતો. હાર્દિકને મનાવવામાં કૉંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ અને મહેશ પટેલ સહિતના અગ્રણીઓનો સમાવેશ થતો હતો. હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી સરકાર સામે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે છતાં સરકાર માનવા તૈયાર નથી. તેવી સ્થિતિમાં કૉંગ્રેસ તેના પાટીદાર ધારાસભ્યોને મોકલીને હાર્દિકને ઉપવાસ સમેટવા આગળ આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસને કૉંગ્રેસ પહેલા દિવસથી સમર્થન કરી રહી છે. પહેલા દિવસથી જે તેની ઉપવાસી છાવણીમાં ઓછોમાં ઓછો એક કૉંગ્રેસનો નેતા દરરોજ મુલાકાત લેતો જોવા મળ્યો હતો. ભારત બંધ દરમિયાન કોઈ તેને મળ્યું ન હતું, પરંતુ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચોક્કસ મળ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Xj23a73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com