18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજકોટમાં નર્મદા નીર બંધ ક આજે અડધા રાજકોટને પાણી નહીં મળે, કચ્છમાં ચાર દિવસનો કાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: રાજકોટ શહેરનાં પાણી વિતરણનાં આધારસ્તંભ સમી નર્મદા પાઇપલાઇન આધારીત પાણી પુરવઠા યોજનામાં મેઇન્ટેનન્સ માટે રાજકોટને નર્મદાનું પાણી નહી અપાતા શહેરમાં પાણી વિતરણને માઠી અસર પહોંચી હતી અને બે વોર્ડમાં ઓચિંતો પાણીકાપ આપવાની ફરજ તંત્રને પડી હતી. આવતીકાલે પણ અડધા રાજકોટને પાણી આપવામાં આવશે નહીં આ ઉપરાંત કચ્છમાં પણ નર્મદાના પાણીની લાઇનમાં મેઇન્ટેનશના કારણે ચાર દિવસ સુધી પાણી કાપ લાદવામાં આવ્યો છે. રાજકોટ કોર્પોેશનના રૈયાધાર, બેડી અને કોઠારીયા હેડવર્કસમાં દરરોજ 209 એમ.એલ.ડી. નર્મદા નીર મળતું હતું જે આજે અચાનક બંધ થતાં વોટરવર્કસ વિભાગને આજી, ન્યારી અને ભાદર જળાશયમાંથી પાણી ઉપાડી શહેરનું પાણી વિતરણ જાળવવું પડયું હતું. ચંદ્રેશનગર પાણીના ટાંકા હેઠળના વોર્ડ નં. 11 અને 13ના અનેક વિસ્તારોમાં આજે નર્મદા નીર બંધ હોવાને કારણે ઓચિંતો પાણી કાપ આપી પાણી વિતરણ બંધ રખાયું હતું. કેમકે આ વિસ્તારોમાં 9 એમ.એલ.ડી. જેટલું પાણી જોઇએ છે જે બચાવી અન્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન વોટર વર્કસના ઇજનેરી સૂત્રોએ એવી પણ દહેશત વ્યક્ત કરી હતી કે, આવતીકાલે પણ નર્મદા નીર બંધ રહેવાની શકયતા છે. આથી આ સંજોગોમાં આવતીકાલે રૈયાધાર અને ન્યારા હેડવર્કસ હેઠળના ન્યુ રાજકોટના અનેક વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાવાની ભીતી રહેશે.

------------------------------------------------

શેર ટ્રેડરોના નિવાસસ્થાને ઈન્કમ ટૅક્સ વિભાગના દરોડા: ₹ 10 કરોડ મળ્યાની ચર્ચા

અમદાવાદ: ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા મંગળવારે સવારે અમદાવાદ શહેરમાં 6 સ્થળોએ એક સાથે દરોડા પાડીને સર્ચની કાર્યવાહી કરાતા શેર બજાર સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાંથી 10 કરોડની રોકડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.અમદાવાદ શહેરના બે મોટા જાણીતા એન્ટ્રી ઓપરેટરોને ત્યાં ઈન્કમ ટૅક્સ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ બે ઓપરેટરોના ઘરે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે તેમની પાસે રહેલા બ્લેકમનીનો પર્દાફાશ પણ થઈ શકે છે. આઈટી વિભાગને આ બંનેના ઘરમાંથી રૂ. 10 કરોડ જેટલી રોકડ રકમ હાથ લાગી હોવાનું કહેવાય જાણવા મળ્યું હતું. મહત્ત્વનું છે, કે ઇન્કમ ટૅક્સ દ્વારા કરવામાં આવેલી રેડમાં શેરબજારના મોટા માથાઓના નામોની આઈટી અધિકારીઓને મળી હતી તેના લીધે શેરબજારનું ટ્રેડિંગ કરતા ઓપરેટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2O3r83
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com