18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સરકારના ઇશારે ડીસીપી રાઠોડ મા-બહેનની ગાળો આપી રહ્યા છે: હાર્દિક પટેલનો આક્ષેપ

અમદાવાદ: પાટીદાર સામાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાસ કન્વિનર હાર્દિક પટેલે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો ત્યારે હાર્દિકને ડીસીપી જયપાલસિંહ રાઠોડે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આજે હાર્દિક પટેલે ટવીટ કરી ડીસીપી રાઠોડને નિશાન બનાવી સીધો આક્ષેપ કર્યો હતો કે, મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાઠોડને ગમે તે હદ સુધી જવાની છૂટ આપી હતી. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. જેના કારણે રાઠોડ ઉપવાસ આંદોલન તોડવા અને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. હાર્દિક પટેલે ટવીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે, અમે ખેડૂતો અને સમાજ માટે લડી રહ્યા છીએ અને અમદાવાદના ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તું આતંકવાદી છે, આ ડીસીપી રાઠોડ ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના નજીકના છે. 18 દિવસોથી અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા લોકોને કહ્યું કે, આજે હરીશ રાવતને પણ ચેક કરીને અંદર મોકલીશું. ઉપવાસ છાવણી પર લોકોને આવતા રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છે. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને તમામ હદો વટાવવાની મંજૂરી આપી હતી. ઉપવાસ આંદોલનને તોડવા અને રોકવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના મુખ્યપ્રદાન અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવા અને મારા સાથીઓને ધમકાવવાનું કામ આપ્યું છે. મારા નિવાસ પર આવી રહેલા લોકોને રોકવા માટે બધું જ કરવા માટે તૈયાર છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8fM5Eg67
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com