24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ 80નો આંકડો થયો પાર, સરકાર નહીં ઘટાડે ભાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ એટલે કે પ્રતિ લિટર 80ની આસપાસ પહોંચ્યા છે, અન્ય રાજ્યોમાં વેટમાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાતમાં વેટ ઘટાડવાનો સરકારે નનૈયો ભણી દીધો છે. હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ભાવ ભડકે બળી રહ્યા છે. ભાવવધારાને પગલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. તેમ જ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટૅક્સ છે, જ્યારે કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટૅક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ખૂબ ઓછી છે. આમ તેમણે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન કરવાનો સંકેત આપ્યો છે. રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12,000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા મેળવે છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલની ભાવ પ્રતિ લિટર રૂ. 81.11 નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલ રૂ.80.09, ડીઝલ રૂ.79.39નો રહ્યોે હતો. આ ઉપરાંત વડોદરામાં રૂ.79.80, ડીઝલ રૂ.78.09, સુરતમાં રૂ.80.01, રૂ.78.33, રાજકોટમાં રૂ.79.88, રૂ.78.19, બનાસકાંઠામાં રૂ.80.46, રૂ.78.53, દાહોદમાં રૂ.80.95, રૂ. 79.09, ભાવનગરમાં રૂ.80.11, રૂ.79.40, અરવલ્લીમાં રૂ.80.72, રૂ. 79.01, પંચમહાલમાં પેટ્રોલ રૂ.80.42, ડીઝલ રૂ.78.72, બોટાદમાં રૂ.80.54, રૂ.78.80, તાપીમાં પેટ્રોલ રૂ.80.18, ડીઝલ 78.47, જુનાગઢમાં રૂ.80.16, રૂ.78.46, ગીર-સોમનાથમાં રૂ.80.86, રૂ.79.13, જામનગરમાં પેટ્રોલ રૂ.79.59, ડીઝલ રૂ.77.86ના ભાવ રહ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7XiH2b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com