14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નવી ટ્રાન્સપોર્ટેશન ટૅક્નિક: સ્વિમિંગ

અવનવું-રીટા શાહમુંબઈમાં રહેનારાઓ ઓફિસ જવા માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે, કેટલાક વળી કારમાં કે બસમાં ઓફિસ જવાનું પસંદ કરે પણ શું ક્યારેય સ્વિમિંગ કરીને ઓફિસ જવાનું વિચારી શકો? (હા, અલબત ચોમાસામાં એકાદ બે વખત મુંબઈના રસ્તા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયાના ફોટા વૉટ્સએપ, સોશિયલ મીડિયામાં વાઈરલ થાય ખરા, પણ ત્યારેય મોટાભાગના લોકો તો ઘરે બેસીને ગરમા ગરમ ભજિયા અને ચાની જયાફત ઉડાવવાનું જ મુનાસિબ માને છે!) પણ આજે એક વ્યક્તિ વિશે વાત કરીએ કે જે રોજ નદીમાં તરીને ઓફિસ પહોંચે છે.

જી હા, જર્મનીના મ્યુનિચમાં રહેતો બૅન્જામિન ડેવિડ રોજ તેના કામે કેવી રીતે જાય છે તે જાણીને તમે અચરજ પામી જશો. લોકો બસમાં જાય, ટ્રેનમાં જાય, રિક્ષા કે ટેક્સીમાં જાય કે સ્થળ બહુ દૂર ન હોય તો સ્કૂટર કે બાઇક પર જાય, પણ આ મહાશય રોજ ઇસાર નદીમાં તરીને જાય છે. તરવું એટલે કે સ્વિમિંગ કરવું એ સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રાખવા માટે કે શોખ માટે કે સ્પર્ધા માટે કરાય છે, પણ નોકરીકરવાજવાનું હોય ત્યારે સ્વિમ કરીને જવું એ બહુ અચરજની વાત કહેવાય, પણ આ વાત સાચી છે.

ડેવિડ રોજ તેનું લૅપટોપ, સૂટ અને પગરખાં વૉટરપ્રૂફ બૅગમાં પૅક કરીને તેની પીઠ પર લટકાવી પ્રવાસ શરૂ કરે છે. બસમાં કે કારમાં ઓફિસ પહોંચવા કરતાં ઈસાર નદીમાં તરવાનો વિકલ્પ ડેવિડે પસંદ કર્યો છે. જોકે આ કરવા પાછળનું કારણ છે રસ્તા પરનો ટ્રાફિક. ઈસાર નદીની સમાંતર આવેલા રોડ પર એટલો ટ્રાફિક હોય છે કે આ ટ્રાફિકમાંથી રસ્તો પસાર કરતાં નાકે દમ આવી જાય. ટ્રાફિકમાં અટવાઈને અકળાવવાને બદલે ડેવિડ નદીમાં તરીને ઝડપથી ઓફિસ પહોંચી જાય છે અને તેને કારણે તેને રાહત પણ મળે છે.

શહેરના માર્ગો પર ભરચક વસ્તી અને વાહનવ્યવહાર જોઇને સ્ટ્રેસ લાગે છે અને ત્રાસ પણ થાય છે. આગળ તે જણાવે છે કે ઉનાળાના ત્રણ મહિનામાં જ્યારે મારો મોટો કલ્ચર પ્રોજેક્ટ કલ્ચર બીચ પર હોય ત્યારે હું રોજેરોજ સ્વિમ કરું અને કેટલીક વખત દિવસમાં બે વખત પણ જાઉં. રોજ નદીએ જતા પહેલા કેવા પ્રકારની તૈયારી કરે છે તેના વિશે કહે છે, ‘મારી પાસે એક

બહુ સરસ મજાની વસ્તુ છ અને તેની શોધ બેસલના એક યુવાન ડિઝાઇનરેકરી છે. હું જે વસ્તુ કરી રહ્યો હતો તે જ વાત તેણે તેની જાતને પૂછી હતી અને એ સવાલ એટલે કે સ્વિમિંગ કરતી વખતે કઈ રીતે કોરા રહી શકાય, જેથી હું ઓફિસ પહોંચીને કામ કરી શકું? અને બસ આ સવાલના જવાબમાં જ તેણે વૉટરપ્રૂફ બ્લૅડર બનાવ્યું. આ બ્લેડર જ મારા માટે વરદાનરૂપ છે અને એમાં હું મારી બધી જ વસ્તુ રાખીને નદીમાં તરવાનું શરૂ કરું છું. આ બ્લેડરની એક બીજો ઉપયોગ પણ થાય છે. વસ્તુઓ આ પાઉસમાં નાખીને તેન બંધ કરી દો એટલે તે ફૂલીજાય છે અને રેસ્ક્યુ સાધન જેવું બની જાય છે અને તેના પર સરળ રીતે તરતા તરતા જવાય છે.’

વૉટરપ્રૂફ સ્ટોરેજ બૅગ ઉપરાંત નદીમાં તરતી વખતે ડેવિડ રબરના સેન્ડલ પહેરે છે જેથી તેના પગને કાચથી અને જૂની સાઇકલથી કોઇ ઇજા ન થાય. કેટલીક વખત સાઈકલને અકસ્માત થાય અને તે નદીમાં પડી જાય છે. જે કેટલીક વખત નદીમાં પડી જાય છે, જેનાથી ઈજા થઈ શકે છે. સૌથી મહત્ત્વનું એછે કે હું પાણીનું સ્તર તપાસું અને તેની તે સમયની ઝડપ અને ઉષ્ણતામાન જોઉં. ઇસાર નદીનું મૂળ આલ્પ્સમાં છે અને ઉનાળામાં તે બહુ ગરમ હોય છે. તેના પાણીનું ઉષ્ણાતામાન કેટલું છે તેના પર હું નક્કી કરું કે શોર્ટ્સ પહેરવા કે લાંબા વેટસ્યુટ.

ડેવિડ સ્પષ્ટીકરણ આપતા કહે છે કે જર્મનીનું હવામાન અને પાણીનું ઉષ્ણતામાન કેવું છે તેના આધાર પર તે વસ્ત્રો પહેરે છે. ગરમ દિવસોમાં તે શોટ્સ પહેરે છે, ઠંડીના દિવસોમાં ઠંડીથી પોતાનું રક્ષણ કરવા લાંબા વેટસ્યુટ પહેરે છે. તે કહે છે, હું રોજ સ્વિમ કરું છું અને કેટલીક વખત તો દિવસમાં બે વાર સ્વિમ કરું છું. શિયાળામાં મોટા ભાગે હું સ્વિમ કરતો નથી, પણ કેટલીક વખત હું શોર્ટસ કે લાંબા વેટસ્યુટ પહેરીને સ્વિમ કરું છું.

રોજ લોકો મને બ્રિજની ઉપરથી જુએ છે અને હસે છે અથવા તો પૂછે કે હું શું કરી રહ્યો છું. કેટલીક વખત હું લોકોને મળું અને અમે એકસાથે સાથે તરવા જઇએ, કારણ કે અહીંના લોકોને સ્વિમિંગ કરવું બહુ ગમે છે. આથી તેમના માટે આ એક પ્રવૃત્તિ પણ થઇ જાય, એમ તે પોતાની ટ્રાન્સપોર્ટેશન ટેકનિક અંગેના પ્રતિભાવ આપતા કહે છે.

‘હું ત્યાંથી પાછો ફરું પછી બારમાં સ્વિમસૂટ પહેરીને જઉં અને કૉફી ઑર્ડર કરું. મારા સહ-કર્મચારીઓ પરાણે હસતા, કારણ કે તેઓ બસ કે કારમાં આવતા. પણ હા, કેટલાક લોકો કેટલીક વખત મારી સાથે સ્વિમ કરીને પણ આવતા, કારણ કે તેઓ એ જાણવા માગતા હતા કે નદીમાં તરીને કેવી રીતે જવાય છે. સ્વિમિંગ કરવું એ કેટલાકનો શોખ હોય છે, પણ ભાગ્યે જ કોઇ મારી જેમ આવા કારણસર સ્વિમ કરીને જાય’, એમ તે કહે છે.

તે કહે છે, ‘આવી રીતે તરીને કામ પર જવાનો આઇડિયા મને એટલા માટે આવ્યો કે ઇસારનો જળમાર્ગે જવા માટે ઉપયોગ છેલ્લાં ૧૫૦થી વધારે વર્ષથી થાય છે. એવું પણ પહેલા હતું કે ઇસારનો જળમાર્ગ રૉમથી વિયેના જવા માટે સૌથી મહત્ત્વના માર્ગમાંનો એક હતો. તેઓ પહેલા રાફ્ટિંગ કરીને જતા પણ તે હવે લાંબા સમયથી બંધ થઇ ગયું છે.’

હવે કોઇપણ વ્યક્તિ ઇસારનો આવી રીતે ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગ નથી કરતું. મેં મારી જાતે તેમાં ઝંપલાવ્યું. હું એ વાત માટે આશ્ર્ચર્ય નહીં પામું જો આગામી વર્ષોમાં ઇસાર સવારે કામે જતા લોકો માટે ટૅક વે બની રહેતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

428ws0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com