14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અંતરિક્ષ બનશે યુદ્ધનું મેદાન

સુગત શ્રીવાસ્તવઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંેસે અંતરિક્ષને મહાન અમેરિકાનો એક નવો અને આગામી મોર્ચો કહીને સંબોધિત કર્યો હતો અને સંરક્ષણ પ્રધાન જૅમ્સ મતિસે સ્પેસ ફોર્સ બનાવવાનું અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં બહુ મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યુંહતું. એવું કહીને તેમણે જતાવ્યું હતું કે જાણે તે બાબત દેશની રક્ષા અને સુરક્ષા માટે ઉઠાવેલું સૌથી વધુ મહત્ત્વનું અને અનિવાર્ય પગલું છે. એવું દર્શાવાઇ રહ્યું છે કે અંતરિક્ષમાં યુદ્ધ થવાનું છે અને એન્ટી સેટેલાઇટપ્રણાલી રાખનાર રશિયા અને ચીન દુનિયાને જોખમમાં નાખવાના છે. એવી મહાચર્ચાઓ થઇ રહી છે કે કયો દેશ અંતરિક્ષ યુદ્ધ માટે કેવા પ્રકારના અને કેટલા હથિયારો બનાવી રહ્યો છે. અંતરિક્ષ માટે હથિયારોની રેસમાં શું હાલ-હવાલ છે અને તેમાં કોણ આગળ છે? તે જોઇએ તો રશિયા, ચીન હોય કે અમેરિકા બધા જ દેશો કોઇ પણ જાતના ડર વગર આ રમતમાં ઉતરી ગયા છે. વર્તમાનમાં અમેરિકા સંચાર, નેવિગેશન અને ગુપ્ત સૂચનાઓ માટે ઉપગ્રહો પર વધારે નિર્ભર છે. એવામાં જો તેમને ઉપગ્રહોની સુરક્ષા મજબૂત કરવા માટે સ્પેસ કમાંડનીજરૂર પડે તો અત્યારે ચીન, રશિયા, ફ્રાંસ, ઇંગ્લેન્ડ એ ચારેય દેશો પાસે મિલિટરી સ્પેસ કમાંડ છે. આ બધા જદળોનું કામ અંતરિક્ષમાં પોતાના ઉપગ્રહોની સુરક્ષા અને આશંકિતહુમલાઓની દેખરેખ રાખવાનું છે. પણ કોઇએ પણ અમેરિકાની જેમ શોરબકોર નથી મચાવ્યો. દેખીતું છે તેનું કારણ કંઇક બીજું જ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુરક્ષા મંત્રાલય પેન્ટાગોનને કહ્યું કે તે ૨૦૨૦ સુધી જુદું અંતરિક્ષ દળ એટલે કે સ્પેસ ફોર્સનું નિશ્ર્ચિતરૂપે ગઠન કરે. અમેરિકન સેનાની પાંચ શાખાઓ વાયુ સેના, નૌસેના, લશ્કરી દળ, દરિયાઇ તટના રક્ષક, મરીન કોર્પ્સ પછી હવે સ્પેસ ફોર્સ તેમની છઠ્ઠી શાખા બની જશે. આ જ વર્ષે અમેરિકામાં સ્પેસ કમાંડ પણ તૈયાર થઇ જશે. અંતરિક્ષના ક્ષેત્રમાં કેટલાય દેશોની દખલઅંદાજી બહુ વધી ગઇ છે. એવામાં ટ્રમ્પ નથી ઇચ્છતા કે રશિયા, ચીન કે કોઇ પણ બીજો દેશ અમેરિકાને આ ક્ષેત્રમાં બીજા નંબરનો બનાવી દે. એક બહાનું તેના માટે એ પણ બતાવવામાં આવે છે કે અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નિર્દેશક અમેરિકન સેનેટ આર્મ્ડ સર્વિસીઝ કમિટીને પહેલેથી જ જાણકારી આપવામાં આવી હતી કે રશિયા અને ચીન એવા હથિયારો વિકસિત કરી રહ્યા છે, જેનો ઉપયોગ તે અંતરિક્ષ યુદ્ધમાં કરી શકે છે. એટલે કે રાષ્ટ્રવાદનો પૂરો ડોઝ, પણ અમેરિકાની આ જાહેરાતનો પ્રાથમિક ઉદ્દેશ્ય સૈન્ય કે યુદ્ધ માટે ઓછો, પણ વ્યાવસાયિક વધુ લાગે છે.

તેના પાયામાં છે નાના ગ્રહોમાં ખનિજ ખોદવાનો બહુ લાભદાયક વ્યાપક વ્યવસાય. ભલે પછી ભવિષ્યમાં અંતરિક્ષનાં સંસાધનોને લૂંટથી બચાવવા માટે કરવામાં આવેલા આઉટરસ્પેસ ટ્રીટી - ૧૯૬૭ અથવા ૧૯૭૯ના ચંદ્ર કરારનું ઉલ્લંઘન કેમ ના થઇ રહ્યું હોય? અમેરિકા આ વ્યવસાય પર અડગ રહેશે. રશિયા અને ચીન પ્લેસમેન્ટ ઑફ મિલિટરી વિપન ઇન આઉટર સ્પેસ એગ્રીમેન્ટ માટે રાજી કરવાના પ્રયાસમાં છે. જોકે, તેમાં વિશ્ર્વની માનવજાતિ પ્રત્યે તેમનો કોઇ પ્રેમ નથી, પણ અમેરિકાને રોકવાની જ નીતિ છે. આથી અમેરિકા તેના પ્રત્યે ગંભીર નથી. તેનું કારણ તે બહુ સારી રીતે જાણે છે કે આ સંધિનો અમલ કરવાનો અર્થ છે અંતરિક્ષમાં ખોદકામના મામલે તે પોતાના દબદબામાંથી હાથ સેરવી લે. આ પ્રતિસ્પર્ધાત્મક ક્ષેત્રમાં અમેરિકા તેની દાદાગીરી દરેક પરિસ્થિતિમાં કાયમ રાખવા માગે છે. ભલે પછી તેને સૈન્યની સુરક્ષાનું નામ કેમ ના આપવું પડે.

નાના ગ્રહો, ગ્રહોના દુર્લભ તથા બહુમૂલ્ય ખનિજોનું ખાણકામ, તેનું ખોદકામ વૈશ્ર્વિકસ્તરે જોખમને નોતરું આપવાની વાત છે, જ્યાં લાભ ધનનો મામલો હોય અને તેનું કોઇ વિધિપૂર્વક વિતરણ ના થાય તો તેમાં ગોટાળા અને બબાલ થવાની પૂરી શક્યતા રહે છે. જ્યારે તમારી પાસે કોઇ સંસાધન હોય અને તે સંસાધન માટે અન્યો વચ્ચે મોટી પ્રતિસ્પર્ધા હોય તો એવામાં તમે તે સંશાધનને સુરક્ષિત કરવા માટે દરેક કિંમત પર પ્રયાસ કરશો અને એ કિંમત ભારે રોકાણરૂપે હશે અને જ્યારે તે મામલામાં અપેક્ષાઓ, લોભ અને પૈસા શામેલ થશે તો સંઘર્ષ નક્કી છે. જાપાનની સ્પેસ એજન્સી જાક્સાએ એકથી વધારે નાના ગ્રહો પર પોતાના રોબોટિક ઉપકરણ મોકલી ચૂકી છે. અમેરિકામાં નાસા જ નહીં, અંતરિક્ષના ક્ષેત્રમાં કામ કરનાર ખાનગી કંપનીઓ પણ તેમાં આગળ વધીને પ્રયાસ કરી રહી છે. ઉપકરણો અને ટેક્નિકના વિકાસ પર જબરજસ્ત કામ ચાલુ છે.

બ્રિટન અને ફ્રાન્સ પણ આ બાબતે પાછળ નથી. આ વાત ફક્ત દિગ્ગજ દેશોની જ નથી. લગભગ ૮૦ દેશ અને ૮૫ અંતરિક્ષ સંગઠનો છે, જે અંતરિક્ષમાં ખનિજોના ખાણકામના વ્યવસાયમાં ઉપગ્રહો, ઉપકરણો, રોકેટો અને રોવર્સના વિકાસ અને ગોઠવવામાં કોઇ ને કોઇ રીતે જોડાયેલા છે. તેની સંખ્યા વધતી જાય છે. જોકે, તેમ છતાંય ગ્રહો અને નાના ગ્રહો પર ખોદકામ હજુ પણ સાચી રીતે અને મોટા પાયા પર શરૂ થઇ ગયું હોય તેવું નથી. તેમાં હજુ સમય છે, પણ જે રીતે ઘણા બધા સાધન સંપન્ન અને અંતરિક્ષ વિજ્ઞાનમાં મજબૂત દખલ કરનારા દેશ આ ક્ષેત્રમાં રુચિ બતાવી રહ્યા છે. તેનાથી એ નક્કી છે કે નજીકના ભવિષ્યમાં જ તે શરૂ થઇ જશે અને એક વખત તેની શરૂઆત થશે તો બહુ જલ્દી તેનું પ્રમાણ મોટું થઇ જશે. જ્યારે પણ તે નોબત આવશે ત્યારે કેટલાક દબંગ દેશો વચ્ચે તકરાર થવી નક્કી છે.

અમેરિકા જો આ મામલામાં આવું કરી રહ્યું છે તો ચીન અને રશિયા પણ ઓછા નથી. તે કોઇ પણ રીતે અમેરિકાને બાંધવા માગે છે અને તેના માટે તેઓ શ્રીલંકાથી લઇને નાઇજીરિયા અને નેેધરલૅન્ડ સુધી સંપર્ક સાધે છે અને સમર્થન સાધી રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એમ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા કોઇ બહુપક્ષીય સંધિ નહીં સ્વીકારે. એવામાં સ્પેસ માઇનિંગમાં અમેરિકાના દબદબાને રોકવામાટે વિશ્ર્વનાતમામ પર્યાવરણવિદ્, અંતરિક્ષ વિજ્ઞાનીઓ અને અંતરિક્ષ વિશે કાનૂની મામલાના જાણકાર વગેરેએ મળીને ‘વૂમેરા’ નામનો એક દસ્તાવેજ તૈયાર કર્યો છે. આ દસ્તાવેજ અંતરિક્ષમાં હથિયારોની હોડ, વધતા અંતરિક્ષીય કચરા તથા બેલગામ ખોદકામ અને ધરતીથી અંતરિક્ષમાં સતત આવ-જા કરવાથી ધરતી અને અંતરિક્ષ પર આવનારો ખતરો અને પૂરી દુનિયા માટે પેદા થનારા પર્યાવરણ પરના સંકટ માટે ચિંતા વ્યક્ત કરવા સાથે અંતરિક્ષમાં ખોદકામ તથા હથિયારોના તહેનાત વિશે નીતિનિયમનનો વિસ્તૃત મુસદ્દો હશે. આ નિયમો અને નિયંત્રણોમાં ઘણી બધી યુક્તિઓ હશે. આ નિયમો અને નિયંત્રણોની યુક્તિઓહેઠળ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન ભેગું કરીને અમેરિકા જ નહીં, આ રીતે તમામ એવા મનસૂબા ધરાવતા દેશોની કરતૂતો અને દાદાગીરીને રોકવામાં આવશે.

વૂમેરા નામનો આ અહેવાલ પણ ત્યારે જ આવી રહ્યો છે જ્યારે અમેરિકાની સ્પેસ ફોર્સનું ગઠન સંપન્ન થવા જઇ રહ્યું છે. બેશક અમેરિકા દ્વારા આ રીતની જાહેરાત અને દાવાની પાછળ તેનો બહુ મોટો હાથ છે. તે આ બધા જ ગ્રહોમાંથી ખનિજ ખોદીને તેનો વ્યવસાય કરવાના મામલાને પોતાની સુરક્ષા, રક્ષા અને સાર્વભૌમત્વનો મામલો બનાવી દેવા માગે છે. એવામાં સારું તો એ જ રહેશે કે અંતરિક્ષ માટે સાર્વભૌમિક, સર્વદેશીય અને બહુદેશીય સમજૂતી કરવામાં આવે. આખા વિશ્ર્વની માનવજાતિ માટે એ જ યોગ્ય વાત રહેશે કે તે અંતરિક્ષના લશ્કરીકરણને રોકવા માટે તો હોય જ પણ અંતરિક્ષના પર્યાવરણને ખાણકામથી બચાવવા માટે પણ થાય. તેને રોકવા માટે બહુ જલદી આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલની જરૂરત છે. જો આવું જલદી નહીં થાય તો નજીકના ભવિષ્યમાં દુનિયાના તમામ દેશ નવી નવી અંતરિક્ષની ટેક્નિકો હાંસલ કરીને અંતરિક્ષમાં પોતપોતાના હિસ્સા પર કબજો કરવામાં લાગી જશે અને તે અંતે ભીષણ અંતરિક્ષીય યુદ્ધનું કારણ બનશે.

અંતરિક્ષમાં ઉપગ્રહોને નષ્ટ કરી દેવાનું કૌવત રશિયા, અમેરિકા પછી હવે ચીનની પાસે પણ છે, પણ આ ભાંગફોડ પછી જે કચરો અંતરિક્ષમાં ફેલાશે તેને સમેટવાની બસ વાતો જ થશે? અંતરિક્ષમાં હથિયારોની હોડ હોય કે પછી નાના ગ્રહોનું ખોદકામ એ બધું ભારે માત્રામાં કચરાનું નિર્માણ કરશે. એક સમયે આ કચરો પણ ઝપાઝપીનું કારણ બનશે જ્યારે કોઇના કચરા સાથે ટકરાઇને કોઇનું અબજો ડૉલરનું મિશન ધ્વસ્ત થઇ જશે. અંતરિક્ષમાં હથિયારોનો ખડકલો ઊભો કરવાનો હોય કે પછી તેના દ્વારા પોતાનો દબદબો કાયમ કરવો હોય આ બધી જ પ્રક્રિયામાં અંતરિક્ષમાં યુદ્ધ અવશ્ય સંભવિત છે. તે થઇને જ રહેશે પણ તેનુંકારણ યુદ્ધને લગતું નહીં, વ્યાવસાયિક હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

231h81a
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com