14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાર્કિંગ લોટ્સ અન્ો મોલ્સના સ્ટેટ ઇન્ડિયાનામાં...

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીઅમેરિકા વર્લ્ડ પોલિટિક્સમાં ભલે હાલમાં ત્ોના પ્રેસિડન્ટના કારણે ગમે ત્ોવાં ગાંડાં કાઢતું હોય, ભારતીયોન્ો અન્ો ત્ોમાંય ગુજરાતીઓન્ો મન તો ‘યુએસનું આકર્ષણ એક નબળા પ્રેસિડ્ન્ટના કારણે કંઇ ઓસરી જાય ત્ોમ નથી. ઘણીવાર ભારતનાં મિત્રો અન્ો સંબંધીઓ મજાકમાં પ્ાૂછી પણ લે છે કે, જર્મની શા માટે રહો છો?

અમેરિકાના વિઝા નથી મળતા? આ પ્રશ્ર્ન કરનાર માટે કદાચ સાચો જવાબ કામ ન પણ લાગ્ો કે યુરોપિયન કલા અન્ો સંસ્કૃતિનું વળગણ અન્ો આર્કિટેક્ચર, સાહિત્ય અન્ો ઇતિહાસનો રસ સંતોષવા માટે અમેે પસંદગીથી ત્યાં

છીેેેએ.

એવામાં જ્યારે યુએસ પહોંચી જઈએ ત્યારે માત્ર ફરવા પર ફોકસ રાખવું હોય અન્ો ત્યાંનાં સ્થળોન્ો ખરી રીત્ો ઓળખવાં હોય તો અંદરના ગુજરાતીન્ો કાબ્ાૂમાં રાખવો પડે. ‘અહીં આપણાં લોકો કેટલાં?નો જવાબ તો કયા શહેરમાં કેટલા પટેલ બ્રધર્સની દુકાનો છે ત્ોના પરથી અંદાજ આવી જ જાય.

પણ ત્યાંની સાધારણ જિંદગી, ત્યાંનો ઈતિહાસ, ત્યાં થયેલાં સર્જન અન્ો ત્યાંની મિશ્ર સંસ્કૃતિ હમણાં સુધી જોયેલી બાકીની દુનિયાની સરખામણીએ કેટલી જુદી પડે છે ત્ોનો અખતરો કરવામાં વધુ મજા આવે છે. એવો મોકો આ યુએસ ટ્રિપ પર પહેલાં ઇન્ડિયાનાપોલિસમાં મળ્યો હતો.

ઇન્ડિયાનાપોલિસ અંગ્ો ત્યાં પહોંચતા પહેલાં ન્યૂ યોર્ક કે સાનફ્રાન્સિસ્કોની જેમ પહેલેથી વધુ પડતું પોપ કલ્ચરમાં જાણી નહોતું લીધું. ત્યાં કુમારન્ો અવારનવાર બિઝન્ોસ ટ્રિપ પર જવું પડતું. સમરનાં અંત્ો મારે ન્યુયોર્ક જવું હતું. ત્યાં એકલાં શાંતિથી શહેરન્ો ખૂંદી જરા દૃષ્ટિકોણન્ો બદલવો હતો.

એવોમાં ટ્રિપના પહેલા સ્ટ્રેચ પર ‘ઇન્ડી’ સુધી બંન્ો સાથે પહોંચ્યાં. કુમારે પહેલેથી ચેતવેલી કે ઇન્ડિયાનાપોલિસ ખાસ ટૂરિસ્ટી નથી, ત્યાં હું ચોવીસ કલાકમાં કંટાળી જઈશ. મન્ો એ વાત જાણે ચેલેન્જ જેવી લાગી હોય ત્ોમ મેં ઇન્ડિયાનાપોલિસના વધુ રસપ્રદ ખૂણા શોધવાનું ચાલુ કર્યું.

ઇન્ડિયાનાપોલિસનાં સબર્બ જેવાં બ્ો શહેર ફિશર્સ અન્ો કારમેલ હાથ લાગ્યાં. ખુદ ઇન્ડિયાનાપોલિસ શહેરમાં મારા હાલના મનપસંદ લેખકમાંના એક જોન ગ્રીન રહે છે. ત્ોમની સૌથી લોકપ્રિય નવલકથા ‘ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ પણ એ જ શહેરમાં આકાર લે છે. એકાદ દિવસ આઉટલેટ શોપિંગ કરી ગ્રીનવૂડ શહેર તરફ થોડાં મિત્રોન્ો મળતાં આવીશું.

ઇન્ડિયાનાપોલિસમાં જલસાથી ત્રણ-ચાર રિલેક્સિગં દિવસ સાથે જોન ગ્રીનથી પ્રભાવિત સાહિત્યિક ટૂર પણ થઈ જવાની હતી ત્ો નક્કી હતું. ઍરપોર્ટ પર પહોંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઇન્ડિયાનાપોલિસન્ો પણ પોતાની છબી કલાત્મક બનાવવામાં રસ હતો. કમસ્ોકમ ઍરપોર્ટ ડિઝાઇનરન્ો તો હતો જ. જોકે આ ઍરપોર્ટનું આર્ટ મુંબઈનાં નવા ઍરપોર્ટનાં મ્યુરલ્સની સામે ખાસ ફિક્કું જ હતું.

ઇન્ડી અંગ્ોની વધુ મજા પડે ત્ોવી બાબતો ત્યાં પહોંચ્યા પછી સામે આવવા લાગી હતી. અહીં યુનિવર્સિટીમાં અઢળક ગુજરાતીઓ વચ્ચે અમારાં કેટલાંક મિત્રો પણ ભણ્યાં છે.

ઘણાં આ જ વિસ્તારમાં કે શિકાગો સુધી જઈન્ો વસ્યાં છે. હવે શિકાગો જવાની શક્યતા તો હતી, પણ રોજર ઇબર્ટનાં શહેરને મારે ઊભડક રીત્ો એક દિવસમાં નહોતું જોવું. ઇન્ડી ઍરપોર્ટમાં વિવિધ સ્ટેચ્યુઝ વચ્ચે સુટકેસીસથી બન્ોલી બ્ૉન્ચીઝ મારી મનપસંદ બની ગઈ.

ઍરપોર્ટમાં જ એ સ્તરના પબ્લિક આર્ટના નમૂનાં જોવા મળી ગયા કે આ શહેરમાં ઘણી મજા આવશે ત્ો ધારણા વધુ ગાઢ બની ગઈ હતી. એ ધારણાની કસોટી બીજી જ સવારે ક્યાંય ચાલવાનો રસ્તો ન મળતાં થઈ ગઈ હતી.

ઇન્ડી ઍરપોર્ટ કાર રેન્ટ કરી અન્ો હોટલ પહોંચતાં હાઇવેની મહાકાય સાઇઝ પર ફરી રિયલાઇઝ થયું કે યુએસમાં માટાં શહેરોની બહાર નીકળતાં જ સ્પ્ોસ માણસન્ો અભિભૂત કરી દે ત્ોવી હોય છે.

ફિશર્સ શહેરમાં હોટલમાં ગોઠવાયાં અન્ો બીજી સવારે મેં ઓવરકોન્ફિડન્સ અન્ો યુરોપિયન હૅંગઓવરમાં કહૃાું, મારે કારની જરૂર નથી, હું ચાલીન્ો આસપાસનો એરિયા એક્સપ્લોર કરીશ. ત્યાં હોટલના દરવાજા બહાર, ન ફૂટપાથ, ન ક્રોસિંગ, ન પબ્લિક ટ્રાન્સપોર્ટ, ક્યાંય ચાલીન્ો જવાનું શક્ય જ ન હતું. ઇનડોર અન્ો આઉટડોર પ્ાૂલ, લોબી, જીમ અંદર રહીન્ો જે કરવું હોય ત્ો કરો, બહાર જવા માટે તો કાર જ જોઇએ.

અચાનક જ અમેરિકા વિષેનાં બધાં સ્ટિરિયો-ટાઇપ સાચાં લાગવા માંડ્યાં. ઇન્ટરન્ોટ પરથી એક બ્ાૂક કાફે શોધ્યું. નજીકમાં જ કૅબ લઇન્ો બ્ાૂક્સ એન્ડ બ્રુઝ કાફે પહોંચી. ત્યાં પુસ્તકો અન્ો આઇસ-ટી વચ્ચે સારો સમય વિત્યો અન્ો કૅબ લઇન્ો એકલાં ઇન્ડિયાનાપોલિસ કે ફિશર્સ ફરવાની મજા પર શંકા ઊભી થઈ.

એવામાં અહીં બ્ોસીન્ો ઇન્ડીમાં વિતાવવાના સમયમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ સમજવામાં એ પણ સમજાઇ ગયું કે મોટાભાગનું અમેરિકા મોલ્ઝ અન્ો પાર્કિંગ લોટ્સનો જ દેશ છે. અહીં નાનકડી ખરીદી માટે પણ ગાડી લઈન્ો મોટા પાર્કિંગલોટવાળાં સ્થળે જવું ફરજિયાત બની જાય છે.

બ્ાૂક કાફેથી અહીંની પરિસ્થિતિ જુદી હોવા માટે અકળાવાન્ો બદલે ત્ોન્ો અપનાવવાનું શરૂ કર્યું. ત્યાંથી બીજી કૅબ લીધી, કાસ્ટલટન મોલ તરફ. અહીં તો નજીકમાં પટેલ બ્રધર્સ સ્ટોર પણ હતો. અહીં એક

સાથે મોટા ચૂલા પર રોટલીઓ ફૂલી રહી હતી. સ્વાભાવિક છે આ રોટલીઓ પણ હવે અમેરિકન મલ્ટીકલ્ચરલ માહોલનો જ ભાગ બની ગઇ છે.

૧૮૦૦ની સાલમાં આ સ્ટેટનું નામ ઇન્ડિયાના પડવા પાછળ ન્ોટિવ અમેરિક્ધસ અથવા તો ફેધર હેડ ઇન્ડિયન્સ જવાબદાર હતાં. ઇન્ડિયાના એટલે લૅન્ડ ઓફ ઇન્ડિયન્સ. એન્ો ભારતીયોએ જરૂર જરા વધુ ગંભીરતાથી લઈ લીધું છે.

સાંજ સુધીમાં અહીં ક્ધઝુમરિઝમ, પ્લાસ્ટિક વપરાશનો અતિરેક અન્ો બીજાં ઘણાં અમેરિકન કલ્ચરનાં પાસાં જોવામાં એક વાત સમજાઇ ગઇ હતી.

પ્રવાસ કંઇ મ્યુઝિયમો જોવા અન્ો પહાડોમાં હાઇક કરવા પ્ાૂરતો મર્યાદિત ન હોઇ શકે. ત્ો પછીના દિવસ્ો કાર પાસ્ો રાખી ઇન્ડિયાનાપોલિસ તરફ સવારમાં ગાડી મારી મૂકી. આ શહેરમાં મજા કરવા માટે જોન ગ્રીનના સ્ોન્સ ઑફ હૃાુમરની ખાસ જરૂર પડવાની હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Cr26a1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com