18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોકો કહે છે, જાવેદ અખ્તર પાસે ગીતો ન લખાવશો

જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તર સાથે પણ એવું બન્યું છે, જેવું ઈન્ડસ્ટ્રીના લોકો સાથે બને છે. તેમને પણ હવે ગીતો લખવા નથી મળતાં આટલાં દિગ્ગજ લેખક હોવા છતાં તેમને છોડીને નિર્માતાઓ નવા ગીતકારો પાસે જાય છે તે બહુ દુ:ખની વાત કહેવાય. જાવેદસાહેબ કહે છે, હવે લોકો મારી પાસે ગીતો નથી લખાવતાં તેનું કારણ છે મારાં ગીતોની શાયરી લોકોને પસંદ નથી આવતી. જાવેદ અખ્તર જે.પી.દત્તાની પલટન ફિલ્મમાં ગીતો લખ્યાં છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેમણે આજનાં ફિલ્મી ગીતોમાંથી અદૃશ્ય થઈ ગયેલી સુંદરતા, ગાયકોના અવાજ અને શાસ્ત્રીય સંગીત પર ઘણી વાતો દિલ ખોલીને કરી.

જાવેદસાહેબ કહે છે કે અમારા શો બિઝનેસવાળાઓ એ ગેરસમજમાં જીવે છે કે અમેે દર્શકો સામે જુઠું બોલીને સરકી જઈ શકીએ છીએ. જ્યારે વાસ્તવમાં એવું નથી. દિલથી કરવામાં આવેલું કોઈપણ કામ દર્શકોને જરૂર પસંદ આવે છે. આજે ફિલ્મસર્જકોનો નજરિયો બદલાઈ ગયો છે. તે સંગીતકારોને કહે છે કે ગીતોની વચ્ચે ક્લાસિકલ ટ્યૂન્સ કેમ નાખી દીધી છે. આવું આજે થોડું ચાલે છે? આજે જમાનો બદલાઈ ગયો છે તે તો ગાયકોને પણ ગાવાની રીત સમજાવવા લાગ્યા છે. મારી પોતાની જ વાત કરું તો કોઈકે મારા વિશે પણ કોઈને કહ્યું હતું કે યાર, જાવેદ અખ્તર પાસે ગીતો ન લખાવ્યા કરો... તે ગીતોમાં શાયરી લખી નાખે છે. તો હું શું ગીતોમાં એલજીબ્રા, ફિઝિક્સ જેવા શબ્દો લખું? શું લખું? ગીતોમાં શાયરી માગનાર હવે બહુ ઓછા લોકો રહ્યા છે. જો તમારું ગીત સ્પષ્ટ હોય, ગીતોમાં અર્થ હોય, ગીતોનું વ્યાકરણ સાચું હોય તો તો તે બહુ ડેન્ઝર વાત બની જાય છે, આજે સુંદર ગીતોેની જરૂર નથી.

આજકાલનાં ગીતોમાં ગાયકના અવાજ સાથે ઓર્કેસ્ટ્ર, ડ્રમ, તબલા અને ગિટારનો અવાજ મિક્સ હોય છે - આ બધા સંગીતનાં સાધનો અવાજની ઉપર વાગે છે - તેના કારણે ગાયકનો અવાજ નીચે દબાઈ જાય છે. એથી અવાજને ખોદીને કાઢવો પડે છે, ક્યારેક તે અવાજ નીકળી પણ ના શકે તેવું થાય છે અને જ્યારે અવાજ ના સાંભળવા મળે તો તે સારો છે કે ખરાબ તેની ખબર કોને પડે છે?

સિંગિંગ રિયાલિટી શોનું ઉદાહરણ આપતા તે કહે છે કે જો આજની પેઢીને હલ્લા-ગુલ્લા જ પસંદ હોય તો સિંગિગના રિયાલિટી શોમાં બધા જ બાળકો લતાજી, રફીજી, મુકેશ અને કિશોરદાનાં ગીતો જ કેમ ગાય છે? જ્યારે કોઈ કલાકાર પોતાની કારીગરીને સારી રીતે શીખી અને સમજી જાય છે ત્યારે તે અડધા મગજ સાથે કામ કરે છે, પણ ક્યારેક તેમની સામે એવું કામ આવે છે, જે તમને લાગે કે તે કામને તમારી કારીગરી કે સ્માર્ટનેસની જરૂર નથી, પણ તમારી જરૂરત હોય છે. તેમાં તમારી ઈમાનદારી, વાસ્તવિક લાગણીઓનો અનુભવ અને ગંભીરતાની જરૂરત હોય છે. આવી રીતે કામ કરવાની મજા કેટલાક ગણ્યાંગાંઠયા સર્જકો સાથે જ આવે છે, એમ જાવેદ સાહેબ કહેે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3y62Lx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com