18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુપરમેન હવે બનશે સ્પાઈડરમેન

ગપસપ-ચિરાગ ગાંધી



બૉલીવૂડ સ્ટાર ટાઈગર શ્રોફની ગાડી હવે પૂરજોશમાં ચાલી રહી છે. હવે તે કરણ જોહર જેવા દિગ્ગજ નિર્માતા-દિગ્દર્શકના બેનર ધર્મા પ્રોડક્શન સાથે પ્રથમ વખત કામ કરી રહ્યો છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ જેવી સફળ ફિલ્મની સિક્વલ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ટૂ’માં તે મુખ્ય હીરો છે અને તેની સાથે તેમાં બે નવોદિત હસીનાઓ તારા સુતારિયા અને અનન્યા પાંડે કામ કરશે. કરણ જોહરની ફિલ્મ હોય એટલે પૂછવાનું શું? ટાઈગરના નામે એક વધુ સુપરહિટ ફિલ્મ લખાઈ જશે. તાજેતરમાં તે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ બહાર પડ્યું ત્યારે તે બહુ ચર્ચામાં આવી ગઈ હતી. લેટેસ્ટ ખબર મુજબ ટાઈગર ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ટૂ’માં સ્પાઈડરમેનના અવતારમાં જોવા મળશે. જોકે, તે આખી ફિલ્મમાં સ્પાઈડરમેન તરીકે નહીં હોય, ફક્ત એક ગીતમાં જ તેનું આ રૂપ જોવા મળશે. આ ગીત સુપરહીરોની થીમ પર આધારિત હશે, જેમાં તે સ્પાઈડરમેનના કૉશ્ચ્યુમમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે સ્પાઈડરમેન એ ટાઈગરનો મનપસંદ સુપરહીરો છે અને તેના ગીતમાં તે તેના ચહિતા કેરેકટરને માન આપીને બહુ ખુશ છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે ટાઈગર શ્રોફે હોલીવૂડ ફિલ્મ ‘સ્પાઈડરમેન: હોમ કમિંગ’ના હિન્દી સંસ્કરણમાં સ્પાઈડરમેનની ભૂમિકાને પોતાનો અવાજ આપ્યો હતો. તે ફિલ્મના પ્રમોશન વખતે તેણે કહ્યું હતું કે, જો હોલીવૂડમાં તેને સ્પાઈડરમેનની ભૂમિકા મળી જાય તો ફિલ્મસર્જકને બહુ મોટું બજેટ નહીં ખર્ચ કરવું પડે, કેમ કે હું પોતે સ્પાઈડરમેનની જેમ બધું કરી લઉં છું.

ટાઈગર કહે છે, મારું બાળપણનું એક સપનું છે કે હું સ્પાઈડરમેન બનું. આથી ક્યારેય હોલીવૂડથી સ્પાઈડરમેનની ભૂમિકા માટે મને ઓફર આવશે તો હું જરૂર તેમાં કામ કરીશ. હોલીવૂડના સર્જકોને એ પણ કહેવા માગું છું કે સ્પાઈડરમેન જે કરી શકે છે તે બધું જ હું પણ કરી શકું છું. વળી, મને લઈને ફિલ્મ બનાવશે તો તેમનું બજેટ પણ ઓછું થશે, કારણ કે હું કેબલનો ઉપયોગ નથી કરતો. આથી મારા સ્ટન્ટ હું જાતે જ કરીશ.

ટાઈગર પાસે હવે સારી ફિલ્મો આવવા લાગી છે. તે ફિટનેસનો બહુ ખ્યાલ રાખે છે. તેનું શરીર ઍબ્સવાળું તથા ચહેરો અને વાળ પણ તેના સુપરમેન, સ્પાઈડરમેન જેવા લાગતા હોવાથી તે આવાં પાત્રોને બહુ સારી રીતે ભજવી શકે છે. અગાઉ પણ તેણે હિન્દી ફિલ્મમાં સુપરમેનનો રોલ ભજવ્યો હતો.

જોકે, તે ફિલ્મ નિષ્ફળ પુરવાર થઈ હતી. ટાઈગર ઍક્શન પણ સારી કરી જાણે છે અને રોમાન્સ પણ. તે એક સારો અભિનેતા છે પણ હજુ તેના પિતા જેકી શ્રોફના સ્તર સુધી પહોંચી શક્યો નથી. તે માટે તેણે ઘણી મહેનત કરવી પડશે. જેકી શ્રોફ હજુ પણ ફિલ્મો કરે છે ત્યારે ટાઈગરની તેમની સાથે સરખામણી થાય તે સામાન્ય છે. જોકે, ટાઈગર તેના પિતાને જ આદર્શ માનીને આગળ ચાલે છે અને તેમના જેવો લોકપ્રિય સ્ટાર બનવા માગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0l373I8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com