14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘મણિકર્ણિકા’માં અભિનય અને દિગ્દર્શન... કંગનાના બેઉ બગડશે?

કવર સ્ટોરી-અગસ્ત્ય પુજારાબૉલીવૂડની ક્વીન કંગના રણોટના સિતારા અત્યારે બુલંદી પર છે. કેટલીયે સારી ફિલ્મો બનાવી ચૂકેલી કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા: ક્વીન ઑફ ઝાંસી’નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. બહુ જલદી તેની ફિલ્મ ‘મેન્ટલ હૈક્યા’ પણ આવવાની છે. અશ્ર્વિની અય્યરની કબડ્ડી પર આધારિત એક સ્પોર્ટ્સ ડ્રામા પણ તે કરી રહી છે. અહીં તે નવી ફિલ્મો, પરિવાર અને ફિલ્મસર્જકો વિશે દિલ ખોલીને વાત કરે છે.

* કંગનામાં કબડ્ડી સાથે પંગો લેવાની હિંમત છે?

હા, ચોક્કસ. આમ તો આપણા દેશમાં ઘણી રમતો પર ધ્યાન આપવામાં નથી આવતું. કબડ્ડી પણ તેમાંની એક રમત છે. હું આ રમત નાનપણથી રમતી આવી છું. બસ, તેના માટે ક્યારેય કોઇ પ્લેટફોર્મ નથી મળ્યું. આજેજ્યારે હું કોઇ મેચ જોઉં છું તો તેમાં જોશ દેખાડવાનું ૂચકતી નથી, પણ આ ફિલ્મની વાર્તા ફક્ત રમત વિશે જ નથી. ડાયરેક્ટર અશ્ર્વિની અય્યર અને તેમના લેખક પતિએ આ ફિલ્મમાં કુટુંબ અને બાળકોની વાર્તા કહી છે, સંબંધો અને મૂલ્યોની વાત કહી છે. રેલવેની આસપાસની વાર્તા છે, જે ફિલ્મને મજેદાર બનાવે છે. આ એક એવી દુનિયા છે, જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. સાથે આ વાર્તા એ દરેક મહિલાની છે, જે સપના જુએ છે. હું પાંચ વર્ષથી શાકાહારી છું. યોગ અને જીમ કરું છું. જ્યારે અશ્ર્વિનીએ મને મારા પાત્ર વિશે જણાવ્યું તો મેં કહ્યું, હવે તમે મારા હાડકા તોડાવી નાંખશો, પણ ‘મણિકર્ણિકા’માં શારીરિક પડકારો ઘણા હતા આથી તેની સામે આ ફિલ્મ મને બહુ સરળ લાગી. અશ્ર્વિનીને હું કહું તો તે કાલથી જ શૂટિંગ શરૂ કરી દે.

* તારી માતા તને લગ્ન કરવાનું દબાણ નથી કરતી?

હા, તે હંમેશાં કહે છે. ખાસ કરીને જ્યારથી હું ૩૦ વર્ષથી ઉપરની થઇ ગઇ છું, પણ કુટુંબને ખબર છે કે મને એવો જીવનસાથી જોઇએ છે જે બિલકુલ મારા જેવો હોય અને આથી મારા પર કોઇ બંધન નથી લાદતું. જોકે, મારે ઘણા સાથે સંબંધો રહ્યા છે, પણ સ્ત્રી અને પુરુષના સંબંધો એકબીજા પાસેથી જુદી જુદી વસ્તુઓ ઇચ્છે છે. પુરુષ તેની જુની વિચારધારાને લઇને ચાલે છે, પણ સ્ત્રીઓ નહીં. તે શારીરિક ખુશી માટે વધારે ઇચ્છાઓ રાખે છે અને એટલા માટે તેને ચિપકુ કહેવામાં આવે છે. અત્યારે હું સિંગલ છું અને કોઇપણ જાતના સંબંધોમાં બંધાવા નથી માગતી. અત્યારે મારી લગ્ન કરવાની પણ ઇચ્છા નથી કે ના કુટુંબ બનાવવાની. હું મારા પોતાનાથી ખુશ છું. જો ભગવાન મને વધુ કંઇ આપવા માગશે તો સમય આવ્યે તે મને મળી જ જશે.

* ‘મણિકર્ણિકા ફિલ્મના દિગ્દર્શન વિશે.

‘મણિકર્ણિકા’ ફિલ્મનું દિગ્દર્શન સાઉથના સુપર દિગ્દર્શક ક્રિષ કરી રહ્યા હતા, પણ ફિલ્મ પૂરી થતા પહેલા કંગનાએ તેના દિગ્દર્શનની ડોર પોતાના હાથમાં લઇ લીધી અને હવે તે બાકીનું શૂટ કરી રહી છે. આથી ક્રિષ હવે ફિલ્મમાંથી નીકળી ગયા છે. એક જ ફિલ્મમાં બે દિગ્દર્શક થતાં તેનો હીરો સોનુ સૂદ પણ નીકળી ગયો છે. આથી તેના પાત્રનું શૂટિંગ ફરી કંગનાએ કરવું પડશે.

વળી, કંગનાએ સ્ક્રિપ્ટ રાઇટિંગનો કોર્સ કર્યો છે, આથી તેને દિગ્દર્શનનો ચસ્કો લાગ્યો છે, પણ વાસ્તવમાં તે સારું દિગ્દર્શન કરી શકશે કે નહીં, ફિલ્મને આગળ સારી રીતે ધપાવીને ધારદાર બનાવી શકશે કે નહીં એ પ્રશ્ર્ન છે.

ક્રિષસાઉથના મોટા ગજાના ડિરેક્ટર છે. આથી ફિલ્મ અત્યાર સુધી સારી બની રહી હતી, પણ હવે કંગના તેમાં કેટલો રસ ભરી શકે છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. તેની આટલી મોટી મહત્ત્વની ઐતિહાસિક ફિલ્મ પર તે હાથે કરીને કુહાડો મારી રહી હોવાનું લાગે છે, કારણ કે તે દિગ્દર્શન ક્ષેત્રે નવી છે. આમ, બાવાના બેય બગડ્યા જેવું થશે. કંગના આમેય બહુ ઓછી ફિલ્મો કરે છે અને બે વર્ષે બનેલી આ ફિલ્મ જો દર્શકોને નહીં ગમે તો તેની મહેનત પાણીમાં ફેરવાઇ જશે. ફિલ્મના નિર્માતાઓ માટે પણ આ જોખમની વાત છે જ. અગાઉકંગનાની દખલઅંદાજીનો સામનો વિશાલ ભારદ્વાજ અને હંસલ મહેતા પણ તેમની ફિલ્મો ‘રંગૂન’ અને ‘સિમરન’માં કરી ચૂક્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r7175q8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com