24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખામોશ! આ આસામના ભયાનક તોફાનને સમેટવાનો બુલંદ નારો છે!

પ્રાસંગિક-નિધિ ભટ્ટભારતએ બહાદુર નર-નારીઓનો દેશ કહેવાય છે. સદીઓથી અહીં નારીનું વર્ચસ્વ રહેતું આવ્યું છે. ભલે અહીં પુરુષપ્રધાન સમાજ વધારે હોય, પણ બહાદુર નારીઓ પણ પેદા થાય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું આજે પણ ઉદાહરણ અપાય છે. ઇન્દિરા ગાંધી જેવી સશક્ત મહિલાએ વર્ષો સુધી ભારત પર રાજ કર્યું હતું. તો એક પોલીસ અધિકારી તરીકે કિરણ બેદી જેવી મહિલાઓ પણ ધાક જમાવે છે. આવાં તો કેટલાંય ઉદાહરણો આપણા ઇતિહાસ અને વર્તમાનમાં છે. અહીં એક એવી શક્તિશાળી અને વિદ્વાન મહિલાની વાત કરવી છે જે કિરણ બેદી પછી ભારતમાં આઇપીએસ અધિકારી તરીકે ધાક જમાવી રહી છે. ચાલો મળીએ આસામની સંજુક્તા પરાશરને.

સંજુક્તા પરાશર પ્રથમ અને એકમાત્ર આસામી મહિલા આઇપીએસ અધિકારી છે, જેનું પોસ્ટિંગ આસામમાં થયું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનમાં સમગ્ર ભારતમાં ૮૫મા સ્થાને તે આવી હતી. આથી તેને તરત જ નોકરી માટે બોલાવો આવી ગયો હતો અને તેને પોલીસ સેવાદળમાં જોડાવાનું કહેવામાં આવ્યું હતું. મોટા ભાગની મહિલાઓ આઇએએસમાં જોડાવાનું પસંદ કરે છે ત્યારે સંજુક્તા ૨૦૦૬ની બૅચમાં આઇપીએસ અધિકારી તરીકે જોડાઇ. જ્યારેતેને જાતિયસમસ્યા અને ઉત્તર-પૂર્વમાંથી યુપીએસસીની પરીક્ષાઓમાં મર્યાદિત લોકોને જ મળતી સફળતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ‘જાતિયસમસ્યા તો મનની ઊપજ છે. તેનાથી ક્યારેય ક્યાંય ફરક પડવો જોઇએ નહીં. તમારું મન અને શરીર જો એક હોય તો તમને ખબર પડી જાય કે તમારું હૃદય ક્યાં છે. અમે બધા જ અધિકારીઓ નોકરી કરવા માગીએ છીએ અને જો અમારું કામ બહુ મુશ્કેલ હોય તો અમે અમારી જાતને વધુ મુશ્કેલભરી તાલીમ આપીએ છીએ.’ સંજુક્તા ઉત્તર-પૂર્વના વિદ્યાર્થીઓને પણ શીખ આપે છે કે સખત મહેનત કરો અને મુખ્યપ્રવાહ સામે સ્પર્ધા કરો.

સંજુક્તા પરાશરનું બૅકગ્રાઉન્ડ જોઇએ તો તે આસામમાં જન્મી હતી. તેઆસામની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે, જેને આસામ-મેઘાલય બંનેના કૅડરમાં કામ કરવા મળ્યું છે. તેની માતા મીના દેવી પણ આસામ હેલ્થ સર્વિસીસમાં કામ કરતી હતી અને તેનાં પિતા દુલાલ ચંદ્ર બરુઆ દિબ્રુગઢમાં સિંચાઇ વિભાગમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેના માતા-પિતા પછી લખીમપુરમાં સ્થળાંતર થયાં, જ્યાં તેણે તેના બાળપણના શરૂઆતના બે વર્ષ પસાર કર્યા અને તે પછી તેઓ ગુવાહાટી સ્થળાંતર થયાં.

૨૦૦૮માં સંજુક્તા પરાશરે ૨૦૦૬ની બેચના આઇએએસ અધિકારી પુરુ ગુપ્તા સાથે લગ્ન કર્યાં, જેમનું પોસ્ટિંગ પણ આસામના કેડરમાં થયું હતું. જોકે, તે મૂળ દિલ્હીના છે. હાલમાં તેમનું આસામના તિનસુકિયા જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે પોસ્ટિંગ થયું છે, જે સંજુક્તા પરાશરનું પોસ્ટિંગ થયું છે તે સોનિતપુરથી લગભગ ૩૫૦ કિમી દૂર છે. સંજુક્તા પરાશર તેના પતિને મળવા દર બે મહિને એક વાર જાય છે. તેમને ૪થી ૫ વર્ષનો એક પુત્ર પણ છે. સંજુક્તાની માતા તેના પુત્રની કાળજી રાખવામાં મદદ કરે છે.

સંજુક્તા પરાશરે તેનું એસ.એસ.સી. હોલી ચાઇલ્ડ સ્કૂલ, ગુવાહાટીથી પૂરું કર્યું હતું અને ૧૨મું ધોરણ આર્મી સ્કૂલ, નારંગીથી કર્યું હતું. સંજુક્તા ફક્ત કડક અને નિર્ભયી પોલીસ જ નથી, પણ વિદ્વાન પણ છે. તેણે સ્નાતકનો અભ્યાસ નવી દિલ્હીમાં મહિલાઓ માટેની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ ઑનર્સમાં કર્યો હતો. તે પછી સંજુક્તાએ ‘ઇન્ટરનેશનલ રિલેશન્સ ઇન ધ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’માં માસ્ટર્સની ડિગ્રી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. આટલેથી જ તે અટકી નહીં. તેને થયું કે યુએસ વિશ્ર્વમાં અર્થકારણ અને રાજકારણ બંને રીતે સૌથી મહત્ત્વનો દેશ છે આથી તેણે એમફિલ માટે ‘યુએસ-એશિયન રિલેશન્સ’નો વિષય પસંદ કર્યો. તે પછી તે ઇન્ડોનેશિયા ગઇ અને એમ. ફિલની ડિગ્રી મેળવી. તે પછી સંજુક્તાએ‘યુએસ ફોરેન પોલિસી’માં પીએચડી પૂર્ણ કર્યું. આથી જતેનું નામ ડૉ. શ્રીમતી સંજુક્તા પરાશર, આઇપીએસ લખાય છે.

સંજુક્તાને સ્પોર્ટ્સમાં પણ બહુ રસ. આથી તે સ્વિમિંગ ક્લાસીસમાં પણ જતી હતી. એક વિદ્યાર્થી તરીકે તે સ્કૂલમાં આયોજિત થતી રમતગમતની સ્પર્ધામાં પણ બહુ રસપૂર્વક અને જુસ્સાથી ભાગ લેતી. તે એકપાત્રીય નાટકોમાં પણ ભાગ લેતી. સંજુક્તા યુવાન આસામી છોકરીઓ માટે ખરેખર આઇકોન છે, જેમને તે પોલીસ સેવાદળને પડકારરૂપ વ્યવસાય તરીકે લેવા પ્રોત્સાહિત કરે છે. ૨૦૦૪માં તે ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન નામના ગ્રુપમાં કામ કરતી હતી ત્યારે તેણે યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. તે રોજ પાંચ કલાકથી વધારે અભ્યાસ નહોતી કરતી, પણ છેલ્લે જે પાઠ ભણી હોય તેને રિવાઇઝ જરૂર કરી લેતી. આથી તેને જ્યારે ૮૫મું સ્થાન મળ્યું તે તેના માટે આનંદદાયક આશ્ર્ચર્ય હતું.

યુપીએસસી દ્વારા આઇએએસ, આઇએફએસ (ઇન્ડિયન ફોરેન સર્વિસ), આઇપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓ માટેના ઉમેદવારોની પસંદગી માટે સિવિલ સર્વિસીસ પરીક્ષાઓ યોજાય છે તેમાં સંજુક્તાએ અખિલ ભારતીય સ્તરે ૮૫મું સ્થાન મેળવ્યું હતું. તે આઇએએસ બની શકી હોત, જે સામાન્ય રીતે મોટા ભાગના ઉમેદવારોની ખાસ કરીને મહિલા ઉમેદવારોની પ્રથમ પસંદગી હોય છે, પણ સંજુક્તાએ આઇપીએસમાં કામ કરવાની પસંદગી કરી. તેના કારણમાં તે જણાવે છે કે આઇપીએસ એ સેવા છે જે વિનાશના સમયે ભોગ બનેલાઓને તાત્કાલિક સેવા અને મદદ આપે છે. તેને સમાંતર બીજી કોઇ સેવા નથી અને મને આ ક્ષેત્રની પસંદગી કરવા બદલ ગર્વ છે. મહિલાઓ માટે આઇપીએસ અધિકારી બનવું બહુ અઘરું છે. તે પોતાની આ પદવી માટે ગર્વ લે છે. પરાશર પોતાને એક નમ્ર વ્યક્તિ તરીકે ઓળખાવે છે, પણ તે ઇચ્છે છે કે ફક્ત ગુનેગારો તેનાથી ડરે.

૧૯૭૯માં ગાંધી જયંતીના એક દિવસ પછી જન્મેલી સંજુક્તા તેની ફરજને બજાવતી વખતે ‘અહિંસા’ને દૂર રાખવા માગે છે અને તેની સત્તાવાર ફરજ સમયે કાયદાનું રક્ષણ કરવા માટે જરૂર પડે તો શસ્ત્રોનો પણ કોઇ જાતની હિચકિચાહટ વિના ઉપયોગ કરવા માગે છે.

૨૦૦૬નીબેચમાં આઇપીએસ અધિકારી સંજુક્તા પરાશરનું પ્રથમ પોસ્ટિંગ ૨૦૦૮માં માકુમ ખાતે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે થયું હતું. તેના કેટલાક કલાકોમાં જ તેને ઉદલગુરી મોકલવામાં આવી, જ્યાં તેણે બોડો અને ગેરકાયદે વસેલા બાંગલાદેશી નિરાશ્રિતો વચ્ચે થતી પરંપરાગત અથડામણ પર અંકુશ લાવવાનો હતો.

સંજુક્તા પરાશર આતંકવાદગ્રસ્ત પ્રદેશોના ભયાનક અનામત જંગલોમાં હંમેશાં સીઆરપીએફના જવાનોનું નેતૃત્વ કરે છે અને સામસામા ગોળીબારમાં તેમને મહાત કરવામાં સફળતા પણ મેળવી છે. તે એકે-૪૭ સાથે સશસ્ત્ર બટાલિયનનું નેતૃત્વ કરવા માટે જાણીતી છે. સંજુક્તા બોડો-ઉગ્રવાદીઓમાં સૌથી વધારે ખૌફનાક પોલીસ અધિકારીઓમાંની એક તરીકે જાણીતી છે.

આ ઉપરાંત તેણે આસામની ઉત્તરે આવેલા શહેરમાં ટ્રાફિક પોલીસોની પરિસ્થિતિમાં સુધારો લાવવાનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો હતો અને તેમાં બાઇક ચાલકો અને ખાસ કરીને યુવાનો હેલ્મેટ પહેરવાનો કાયદો ના તોડે તે માટે ‘રિવૉર્ડ અને સજા’ની સ્કીમ પણ લાવી હતી. તે કહે છે, તેને આશા છે કે આના કારણે ટુ-વ્હીલર ચાલકો સલામતી માટેનો નિયમ અપનાવશે. તેઓ એક દિવસમાં ૩૦૦ ટોફી આપે છે અને આવુંકરવાનું તે ચાલુ રાખશે જેથી દરેક ચાલક હેલ્મેટ પહેરવાનું ચાલુ રાખશે.

સંજુક્તા પરાશર ભારતમાં અને ખાસ કરીને આસામમાં મહિલાઓની પેઢી માટે પ્રેરણારૂપ છે. સંજુક્તા ભાગ્યે જ જોવા મળે તેવી બહાદુર આઇપીએસ અધિકારી છે, જે ભારતની પ્રથમ લીજેન્ડ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદી પછી સૌથી જાણીતી મહિલા પોલીસ અધિકારીઓમાંની એક ગણાય છે.

જ્યાં મોટા પ્રમાણમાં જાતિય ભેદભાવ છે તેવા ભારત દેશમાં સંજુક્તા પરાશર ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે. એક રાજ્યમાં બળવોઅને કોમવાદી હિંસા જેવી ગંભીર સમસ્યાઓ છે ત્યાં પોલીસના વ્યવસાયની પસંદગી કરવી અને તેમાં સફળતા મેળવવી એ કંઇ જેવી તેવી વાત નથી. જો તમારામાં મજબૂત નિર્ણાયક શક્તિહોય, તમારા જીવનની કુરબાની આપવા ભય ન હોય, લાંબા કલાકો સખત કામ કરવાની ઇચ્છાશક્તિ હોય, રાત્રે બહારના ક્ષેત્રમાં ફરજ બજાવવાની બહાદુરી, એ બધું હોયતો જ આવી સિદ્ધિ તમે મેળવી શકો. અને આ બધા ઉપરાંત વિનાશ અને મોત આપવાનું કામ કરતા ભયાનક ઉગ્રવાદીઓ સામે મનમાં મૃત્યુનો ડર રાખીને કામ કરવું એ કેટલી બહાદુરીનું કામ કહેવાય! હૅટ્સ ઑફ સંજુક્તાને!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

25R5a0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com