26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મરાઠા બંધ: પુણેમાં ૧૮૫ તથા ઔરંગાબાદમાં ૨૦ જણની ધરપકડ કરાઈ

પુણે: શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ મેળવવા માટે મરાઠા સમાજે કરેલા બંધ દરમિયાન હિંસા અને તોડફોડ કરવા બદલ પાંચ મહિલા સહિત ૧૮૫ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ગુરુવારે ચાંદની ચૌક વિસ્તારમાં અમુક આંદોલનકારોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.

મરાઠા ક્રાંતિ મોરચા (એમકેએમ)ના સંચાલકોએ જિલ્લાધિકારી નવલ કિશોર રામને માગણીઓ રજૂ કરતો પત્ર આપ્યા બાદ અમુક શંકાસ્પદ શખસોએ હલ્લો મચાવ્યો હતો, જિલ્લાધિકારીની ઑફિસની વ્યવસ્થાપક મંડળની બિલ્ડિંગના મેઇન ગેટને નુકસાન પહોંચાડ્યું હતું તેમ જ સિક્યોરિટી કૅબિનનો કાંચ અને બલ્બ તોડ્યા હતા. લોકોએ મોડી સાંજ સુધી બિલ્ડિંગને નુકસાન પહોંચાડવાનું બંધ કર્યું નહોતું તેથી થોડો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ચાંદની ચૌકમાં પોલીસ પર પથ્થરમારો કરવા બદલ સંબંધિત ૮૩ જણને તથા જિલ્લાધિકારીની ઑફિસ ખાતે હિંસાચાર કરવા બદલ પાંચ મહિલા સહિત ૮૧ જણની ધરપકડ કરવામાં આવી હતી તેમ જ ઘટનાસ્થળેથી અન્ય ૨૧ જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ લૉ ઍન્ડ ઓર્ડરના જોઇન્ટ કમિશનર શિવાજી બોડખેએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે આંદોલનમાં અન્ય શખસ સામેલ થયા હતા અને હિંસા કરી હતી.

દરમિયાન, બંધ વખતે ઔરંગાબાદના વાલુજ વિસ્તારની ૬૦ ઇન્ડસ્ટ્રિયલ કંપનીના વિસ્તારમાં આંદોલનકારોએ હુમલો કર્યો હતો. આ બાબતે પોલીસે ૨૦ જણની ધરપકડ કરી હતી.

સીએમઆઇએ કંપનીના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પ્રસાદ કોહલીએ જણાવ્યું હતું કે બદમાશોએ ૬૦ કંપનીને નુકસાન પહોંચાડ્યું હતું તેમાં સિમન્સ, ઇન્ડ્યોરન્સ ટૅક્નોલોજી, વૅરોક, નાહર ઇન્ફોટૅક, આકાંક્ષા પૅક્સ, એનઆરબી બૅરિંગ અને કૅનપૅક જેવી કંપનીનો સમાવેશ થાય છે.

આ ઘટનાને કારણે ઇન્ડ્રસ્ટ્રીને આર્થિક નુકસાન થયું છે તથા વિશ્ર્વભરના ઇન્વેસ્ટર પર નકારાત્મક છબી બની છે, એમ એમએએસએસઆઇએના પ્રેસિડન્ટ કિશોર રાઠીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p8na3y3l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com