18-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

ક્યારે સમજાશે કે લક્ષ્મી વસે છે છાણમાં!

દેશી છાણિયું ખાતર પ્રદૂષણ અટકાવે છે. આ કુદરતી ખાતરથી ઉત્પન્ન થયેલ ખાદ્યાન્ન-શાકભાજી અને ફળો વિ.ના ગુણો અને સ્વાદને જાળવી રાખવાની તેનામાં ક્ષમતા છે. તેથી તે સર્વશ્રેષ્ઠ ખાતર ગણાય છે.

ટેકનોલોજી અને કોમ્પ્યુટર કરતાં પણ ભારતીય પ્રજાની સમૃદ્ધિ છાણમાં વધુ છે. જો પશુ ખતમ તો છાણ ખતમ અને છાણ ખતમ તો સમૃદ્ધિ ખતમ. દૂધ નહીં આપાનારી વૃદ્ધ દેશી ગાય વિ. પશુઓ પણ છાણ અને ગૌમૂત્ર જેવી ઉપયોગી વસ્તુ તો આપે જ છે.

સેન્દ્રિય ખાતરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ છે. રાસાયણિક ખાતર અને હાઇબ્રિડમાં ઉત્પન્ન થતી અગણિત જીવાતોને મારવા માટે જંતુનાશક દવાઓ પાછળનું અબજો રૂ.નું આંધણ દેશી ખાતર વાપરવાથી બંધ થશે. ઉપરાંત એ જીવાતોના નાશથી બંધાતું પાપ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવાથી અટકશે.

લોકોના ધ્યાન પર એ બાબત લાવવાની ખાસ જરૂર છે કે તેમનું આરોગ્ય આજે જમીનની જે ફળદ્રુપતા છે તેના પર નિર્ભર હશે. કૃત્રિમ ખાતરો જમીનની ફળદ્રુપતા અને આરોગ્યનો નાશ કરે છે. સેન્દ્રિય ખાતર જમીનને તાકાત અને જીવન બક્ષે છે. અનેક પ્રકારની બીમારીઓથી બચાવી પ્રજાને સુખી-સમૃદ્ધ-નિરોગી અને ગુણવાન કરવી હોય તો તેનું મૂળ દેશી છાણ આધારિત અર્થતંત્ર છે. કુદરતી ખાતરથી પૌષ્ટિક-સાત્ત્વિક આહાર સસ્તા દરે મળી શકે. આવા ભોજનથી ભાવિ પેઢી સ્વસ્થ-તંદુરસ્ત બની શકે છે. મન અને વિચારો નિર્મળ થાય છે.

દેશી પશુઓનું છાણ સ્વાવલંબનનું કેન્દ્ર છે. બેકારી-બીમારી-ભૂખમરાથી પ્રજાને મુક્ત કરવી હોય તો છાણ વિના ઉકેલ નથી. કારખાનાઓનાં ભૂંગળાં ભારતીય પ્રજા માટે ધીમા મોતનાં ભૂંગળાં છે. રાસાયણિક ખાતર જમીનના છિદ્રોનો નાશ કરે છે. ટ્રેક્ટર-રાસાયણિક ખાતર અને પરદેશી બિયારણમુક્ત પરંપરાગત દેશી ખેતી તરફ વળે તેવા ખેડૂતોને સરકારે ખાસ પ્રોત્સાહન આપી સહાય કરવી જોઇએ.

લોનમાફીથી ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ર્ન હલ થાય છે ખરો?

- સેવંતી મ. સંઘવી

જૂના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઇ-69.

ઝૂંપડા પર અધિક માળાવાળાં બાંધકામોની છટકબારીઓ

તાજેતરમાં બોમ્બે હાઇ કોર્ટના જસ્ટિસ રણજીત મોરે અને જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઇએ 13મી જૂન 2018 - ડિવિજન બૅન્ચે ચુકાદો આપ્યો હતો કે, ઝૂંપડાનાં માળિયાં કે ઉપલા માળે રહેનારાઓનું પુનર્વસન નકારતી નીતિ ગ્રાહ્ય છે. મહારાષ્ટ્ર સરકારે 2001માં ઝૂંપડપટ્ટીના માળિયા અથવા ઉપલા માળે રહેતા લોકોની કાયમી પુનર્વસન માટે અપાત્ર ઠેરવવાની નીતિ ઘડી હતી એ હાઇ કોર્ટે માન્ય રાખી છે. હવે આ નિર્ણયમાંથી છટકબારી શોધવા મુંબઇ મહાનગર પાલિકા અને હજારો ગરીબ પરિવારોને માટે બૃહદમુંબઇ મહાનગરપાલિકાની હદમાં ગ્રાઉન્ડફ્લોર અધિક એક માળા આવા બાંધકામ ધરાવનારા ઝૂંપડાના ઉપરના ભાગમાં રહેનારા કુટુંબ પાસે સન 2000 પૂર્વેના રહેવાના પુરાવા હોય તેમને જ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાનો એસ.આર.એ. હેઠળ લાભ આપવામાં આવે એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. 2000 પૂર્વના પુરાવાઓ ઊભા કરવા જૂની તારીખોના નોનજ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરો પર ફેમિલી સેટલમેન્ટો એગ્રીમેન્ટ થવા લાગ્યાં છે અને જૂની તારીખોમાં નોટરાઇઝ થવા માંડ્યા છે. આવાં એગ્રીમેન્ટો બનાવી આપનારાઓ રૂ. 25 થી 40 હજાર પારિશ્રમિક માગી રહ્યાં છે. અલબત્ત જૂની તારીખનાં આવા એગ્રીમેન્ટો ફોર્જરી અને ફેબ્રિકેશન ઑફ ફોલ્સએવીડન્સ-ઇન્ડિયન પીનલ કોડ હેઠળ અપરાધ બને છે. ખરા પુરાવામાં 2000 પૂર્વેની મતદાન યાદીમાં નામ, રેશનકાર્ડ, શાસકીય જનગણનાની યાદી, સ્લમનો ફોટો પાસ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ અંગેના ઘણાં અધિકારીઓ એફિડેવિટ પણ માગે છે પણ મોટા ભાગના બિલ્ડરો બહુમાળી ઝૂંપડાના પ્રોજેક્ટો લેવા તૈયાર નથી. તેઓ માત્ર ગ્રાઉન્ડ ફ્લોરવાળા ઝૂંપડાના નિવાસીને પાત્ર-એલિજિબલ ગણે છે. જેઓને એલિજિબલ નથી ગણતાં તેઓએ ડેપ્યુટી કલેક્ટર (સ્લમ/એવિએશન/ઇનક્રોચમેન્ટ ) પાસે સ્લમ એક્ટ હેઠળ અપીલ કરવાની હોય છે અથવા બોમ્બે હાઇ કોર્ટની હાઇપાવર કમિટીને પિટિશન કરવાની રહે છે. ઘણાં સ્લમના ડેવલપરો ઝૂંપડાનિવાસીઓને ખાલી કરાવવા નોટિસો અપાવે છે. ખાલી પડેલી જગ્યામાં સ્લમડેવલપ કરવાને બદલે પોતાના હકનાં સેલેબલ ફ્લેટ બાંધી વેચી નાખે છે અને સ્લમનિવાસીઓને રખડાવે છે. ઝૂંપડાનિવાસીઓમાં આર્થિક ક્ષમતા નહીં હોવાથી અથવા ખર્ચ કરવાની ઇચ્છા નહીં હોવાથી ન્યાયાલયીન કાર્યવાહી વિના ન્યાયપ્રક્રિયાથી વંચિત રહે છે. સેવાભાવી નગરસેવકો વિધાયકો સહાયક થઇ શકે છે.

- એડ.જયદેવ ત્રિવેદી

લલ્લુભાઇ પાર્ક, અંધેરી (વે), મુંબઇ 58આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84Y1Y7im
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com