21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈના મેયર હવે વિદ્યાર્થીઓને ભણાવશે

મુંબઈ: મુંબઈના મેયરપદે બિરાજમાન વિશ્ર્વનાથ મહાડેશ્ર્વર મેયર બન્યા બાદ પણ પોતાનો મૂળ વ્યવસાય ભૂલ્યા નથી. મેયર બન્યા અગાઉ સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા વિશ્ર્વનાથ મહાડેશ્ર્વર હવે મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું વ્યાકરણ શીખવાડવાના છે. વ્યવસાયે શિક્ષક રહેલા વિશ્ર્વનાથ મહાડેશ્ર્વરને વિદ્યાર્થીઓને ભણાવવાનું ગમતું હોવાનું કહેવાય છે અને પાલિકાની શાળામાં ભણાવીને તેઓ પોતાનો શોખ પૂરો કરશે. બહુ જલદી તેઓ પાલિકાની શાળામાં ભણાવવાના છે એવી માહિતી ખુદ મેયરે આપી હતી.

બાઇકને આંતરીને ચાલક પાસેની 5.50

લાખની રોકડ લૂંટનારી ટોળકી ઝડપાઈ

ભાયંદર: પેટ્રોલ પંપ પર જમા થયેલા રૂ. 5.50 લાખ લઇ ઘરે જઇ રહેલા શખસની બાઇકને આંતરી રોકડ લૂંટનારી ટોળકીના ચાર સભ્યને પાલઘર પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી કેટલીક રોકડ તથા ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ જપ્ત કરાઇ હતી. પાલઘર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રવીન્દ્ર પિંપળે, પ્રદીપ વાઢાણ, સચિન શિંદે અને સંતોષ ચાકર તરીકે થઇ હતી. ચારેય આરોપી પાલઘર જિલ્લાના વંકાસપાડા તાલુકાના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર પાલઘરમાં રહેતો ગોપાલ શર્મા 4 જૂન, 2018ના રોજ પેટ્રોલ પંપ પર જમા થયેલા રૂ. 5.50 લાખ લઇને બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે પાંચથી છ શખસે તેની બાઇકને આંતરી હતી.

પોલીસના સ્વાંગમાં દાગીના પડાવનારા બે રીઢા ગુનેગાર પકડાયા

ભાયંદર: પોલીસના સ્વાંગમાં નાગરિકોના દાગીના પડાવનારા તેમ જ મોટરસાઇકલ પર ફરીને ચેન આંચકનારા બે રીઢા ગુનેગારને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીની ઓળખ ફિરોઝ અહેસાનઅલી અને જમાલ યુસુફ સૈયદઅલી તરીકે થઇ હોઇ આરોપી ફિરોઝ વિરુદ્ધ 16 ગુના, જ્યારે આઠ ગુના નોંધાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલઘર જિલ્લાના વસઇ, વિરાર, નાલાસોપારા, પાલઘર, બોઇસર, દહાણુ, સાતપાટી, વાડા વિસ્તારોમાં પોલીસના સ્વાંગમાં લોકોના દાગીના પડાવવાના તેમ જ ચેન સ્નેચિંગના અનેક કિસ્સા બન્યા હોવાથી આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે કમર કસી હતી.

ફોર્ટની ઈમારતમાં આગ: જાનહાનિ ટળી

મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટમાં આવેલી બે માળની ઈમારતમાં આગ લાગવાનો બનાવ ગુરુવારે બન્યો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. ગોવા સ્ટ્રીટ પર આવેલી સંત નિવાસ ઈમારતના પહેલા માળે સવારે સવા અગિયાર વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ બે ફાયર એન્જિન સાથે ફાયર બ્રિગેડના જવાન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંદાજે અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. એસી ડક્ટમાંથી આગ લાગવાની શરૂઆત થઇ હોવાનું પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પહેલા રાઉન્ડમાં 50,000 વિદ્યાર્થીએ એફવાયજેસીમાં પ્રવેશ લીધો

મુંબઈ: ફર્સ્ટ યર જૂનિયર કૉલેજ (એફવાયજેસી) માટે જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવી હતી તેમણે બુધવારે પ્રવેશ લીધો હતો. પહેલા રાઉન્ડમાં કુલ 50,000 વિદ્યાર્થીઓએ કૉલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે, તેમાંથી 2,000 વિદ્યાર્થીઓએ છેલ્લા દિવસે પ્રવેશ લીધો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં ભારે વરસાદને પગલે પ્રવેશ લેવાની છેલ્લી તારીખ બે વાર લંબાવવામાં આવી હતી. આ વર્ષે પહેલા મેરિટ લિસ્ટમાં 2.31 લાખ વિદ્યાર્થીમાંથી 1.2 લાખ વિદ્યાર્થીને કૉલેજ ફાળવવામાં આવી હતી. એફવાયજેસીનું બીજુ મેરિટ લિસ્ટ 16 જુલાઇના રોજ જાહેર થશે.

કૉલેજમાં ભગવદ્ ગીતાના વહેંચાણ પર વિવાદ: શિક્ષણ પ્રધાને કરી સ્પષ્ટતા

મુંબઈ: કૉલેજમાં ભગવદ્ ગીતા આપવા અંગે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કૉલેજમાં ગીતાનું વહેંચાણ નથી કરી રહી. ભિવંડીના ભક્તિ વેદાંત નામના ટ્રસ્ટે કૉલેજમાં ગીતા વહેંચવાનોે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમે તેમને માત્ર કૉલેજની યાદી આપી છે. જો કોઇ કુરાન અથવા બાઇબલનું વહેંચાણ કરવા ઇચ્છે તો અમે તેને પણ કૉલેજની યાદી આપીશું. કૉલેજમાં ભગવદ્ ગીતાનું વહેંચાણ કરવા અંગેની ખબર આવ્યા બાદ એસપી નેતા અબુ આઝમીએ જણાવ્યું હતું કે કૉલેજમાં માત્ર ગીતાનું જ કેમ વહેંચાણ કરવામાં આવી રહ્યું છે, કુરાન અને બાઇબલ પણ આપવામાં આવે. તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર બાળકોને આવી સામગ્રી વહેંચીને ધર્મના નામે ભટકાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

282poF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com