26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ

હળવદ હાલ ઘાટકોપર ગં. સ્વ. હીરાબહેન કનૈયાલાલ શુકલ તા. 10-7-18, મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તે ભાવિનના માતા. જાગૃતિના સાસુ. ક્ષમા ભાવેન ભટ્ટ, પૂજા નિયમ ભટ્ટના દાદી. સ્વ. શાંતિલાલ પંચોલીના પુત્રી. સ્વ. શરદભાઈ, ભૂપેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ, સ્વ. ઉષાબહેન, બિપીનભાઈના બહેન. પ્રાર્થનાસભા તા. 13-7-2018, શુક્રવારે 4 થી 6. સ્થળ: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, પહેલે માળે, ઘાટકોપર પૂર્વ.

મચ્છુકઠીયા સઈ-સુથાર જ્ઞાતિ

હાલ કાંદિવલી ચારકોપ જેતપુર સ્વ. કાલિદાસ મોહનલાલ રાઠોડના પુત્ર સુરેશ (ઉં.વ. 58) તા. 12-7-18 ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અ. સૌ. સુચિતાબેનના પતિ. સ્વ. ગોપાલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, કિશોરભાઈ, પ્રભાબેન, સ્વ. અ. સૌ. રસીલાબેન, હંસાબેનના નાના ભાઈ. ચાંદની, શીતલ મનીષ પિઠડીયાના પિતા. સ્વ. બાબુલાલ મોહનલાલ પિઠડીયાના જમાઈ. સાદડી તા. 13-7-18, શુક્રવારે 4 થી 6. સ્થળ: લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

મચ્છુકઠીયા સઈ-સુથાર જ્ઞાતિ

જેતપુર હાલ કાંદિવલી (ચારકોપ) સુરેશ કાલિદાસ રાઠોડના ધર્મપત્ની સુચિતા (ઉં.વ. 54) તા. 11-7-18 ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગોપાલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, કિશોરભાઈના નાના ભાઈની પત્ની. ચાંદની, શીતલ મનીષ પિઠડીયાના માતોશ્રી. બાબુલાલ મોહનલાલ પિઠડીયાની પુત્રી. હિતેશ, સંગીતા, જિતેન્દ્રના મોટા બહેન. સાદડી તા. 13-7-18, શુક્રવારે 4 થી 6. સ્થળ: લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

લુહાર સુથાર જ્ઞાતિ

ગામ વાવેરાવાળા હાલ મલાડ સ્વ. કલ્યાણભાઈ અરજણભાઈ પરમાર (ઉં.વ. 87) મંગળવાર, તા. 10-7-18ના રામચરણ પામ્યા છે. તે સ્વ. ગોદાવરીબેનના પતિ. મનસુખભાઈ, રસિકભાઈ, રતિભાઈ, મંજુલાબેન મુળજીભાઈ ડોડિયાના પિતાશ્રી. સ્વ. દિવાળીબેન, સ્વ. અમૃતબેન, મોહનભાઈ, લાલજીભાઈના મોટા ભાઈ. ગામ મહુવાવાળા સ્વ. જેરામભાઈ, સ્વ. પરશોત્તમભાઈ ઉમરાળીયાના બનેવી. કાન્તાબેન, જયાબેન, રેખાબેનના સસરાજી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 13-7-18ના 5 થી 7. સ્થળ: લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેન્ટર, દત્ત પાડા રોડ, બોરીવલી (ઈ.).

બાબરિયા વાડ

ભેરાઈ હાલ મલાડ ગં. સ્વ. નાનબાઈબેન બાબુભાઈ જાદવ (ઉં.વ. 70) સોમવાર, તા. 9-7-18ના રામચરણ પામ્યા છે. તે ઈંદુબેન, જયસુખલાલ, રમેશભાઈ, કિરીટભાઈના માતુશ્રી. મનસુખભાઈ, પ્રવિણભાઈ, ભીખાભાઈ, ભરતભાઈ, હિંમતભાઈ, વિનુભાઈના ભાભી. હિંમતભાઈ, હંસાબેન, રમીલાબેન, આશાબેનના સાસુ. રાજપડાવાળા પ્રેમજીભાઈ બાઘાભાઈ સોલંકીના બેન. ધારાબેન, હરેશભાઈ, રીનાબેન, ટીંકલબેન અક્ષરભાઈ, ધ્રુવીબેનના દાદી. પ્રાર્થનાસભા તા. 13-7-18 ને શુક્રવારે 4 થી 6. સ્થળ: સભાગૃહ હોલ, સરસ્વતી બિલ્ડીંગ, ચિંચોલી બંદર રોડ, મલાડ (પ.).

શ્રીમાળી બ્રાહ્મણ

વિરપર (મોરબી)ના જગજીવનભાઈ હીરજી ત્રિવેદીના ધર્મપત્ની શાંતાબેન (ઉં.વ. 78) તા. 10-7-18 ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પિયર પક્ષે (વિરોચન નગરવાળા) ભાઈલાલભાઈ બેચરભાઈ ત્રિવેદીની દીકરી. ભુપતભાઈ, હિતેષભાઈ, ગીરીશભાઈ, પુષ્પાબેન, ઈંદુબેન, રીટાબેનના માતુશ્રી. ભાવનાબેન, શોભનાબેન, નયનાબેનના સાસુ. સાદડી તા. 14-7-18 ને શનિવારે 4.30 થી 6.30. સ્થળ: કૃપાધામ, કાર્ટર રોડ નં. 2, બીએમસી ગાર્ડનની સામે, બોરીવલી (ઇસ્ટ).

વિસા સોરઠીયા વણિક

માંગરોળ હાલ મલાડ પ્રવિણચંદ્ર દેવીદાસ લીલાધર શાહ (ઉં.વ. 86) તા. 11-7-18ના શ્રીજીચરણ પામેલ છે. તે કમળાબેનના પતિ. નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, કૃષ્ણકાંતભાઈ, હેમાના પિતાશ્રી. અજયભાઈ, મૃદુલાભાભી, દિપાભાભી, મધુભાભીના સસરા. સ્વ. નવિનચંદ્ર, પ્રમોદભાઈ, લલિતભાઈ, મધુબેનના મોટાભાઈ. કલકત્તાવાળા સ્વ. પ્રાણજીવનભાઈ હરકિસનભાઈ તેમજ મંજુબેનના બનેવી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દીવ મોઢ વણિક

નલીન (ઉં.વ. 67) તે સ્વ. મણીકાન્ત પરશોત્તમ શાહના પુત્ર તે ભાવનાબેનના પતિ. મોના, મેહુલના પિતાશ્રી. અલ્પેશ, હેમાલીના સસરા. સ્વ. મુકુન્દભાઈ વોરાના જમાઈ. પ્રમોદ ગાંધી, રશ્મી કિર્તી શાહ, દિપીકા ચંદ્રેશ શાહના ભાઈ તા. 10-7-18 ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટીયા

કોચીન ઠા. નરેન્દ્રકુમાર વલ્લભદાસ આશર (ઉં. વ. 87) તે સ્વ. વલ્લભદાસ પુરુશોત્તમના પુત્ર. સ્વ. જયરામ વાઘજીના જમાઈ. સ્વ. કુમુદબેનના પતિ. સ્વ. પ્રશાંત (રાજા), રાહુલ, રાજીવ, નિખિલ, સૌ. નયના, સૌ. દર્શિતાના પિતાશ્રી. સ્વ. જમનાદાસ, ગં. સ્વ. શાંતાબેન તે રાજશ્રયના ભાઈ 11-7-18ના કોચીન શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા દરીયાસ્થાન હોલ, કોચીન મુકામે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

સમસ્ત દરજી સમાજ

બાબરિયાવાડ મુંબઈ

ગામ લોઠપુર હાલ લાલબાગ સ્વ. આતુભાઈ નારણભાઈ હિંગુના ધર્મપત્ની ધનબાઈબેન (ઉં. વ. 90) 9-7-18 સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે બચુભાઈ, હરિભાઈ, મહેન્દ્રભાઈ, જયાબેન હરકિશનલાલ ગોહિલ, અરૂણાબેન નવનીતલાલ પરમારના માતુશ્રી. સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. જેરામભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. લાલજીભાઈના ભાભી. હેમલતાબેન, નિર્મળાબેન, કલાબેનના સાસુમા. ગામ લુણસાપુર હાલ ડોંબીવલી સ્વ. વીરજીભાઈ કાનજીભાઈ માંડળીયાના બહેન. પ્રાર્થનાસભા શુક્રવાર, 13-7-18 બપોરે 3 થી 5. સ્થળ: યોગી મંડપ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, દાદર (ઈ.). લૌકિક પ્રથા બંધ છે.

મેઘવાળ વણકર

ગામ તોતણિયાળા હાલ જોગેશ્ર્વરી ગોવિંદ દેવજી મકવાણા (ઉં. વ. 81)નું અવસાન 8-7-18 રવિવારના થયેલ છે. તે સ્વ. નામલબાઈના પતિ. કિશોર, હમીર, કલ્યાણજી, સ્વ. મંજુબેન, ગં. સ્વ. પ્રેમીલાબેન, ગં. સ્વ. હંસાબેનના પિતા. ઉષા, રતન, ગીતા, સ્વ. ખુશાલ, સ્વ. મુકેશ, સ્વ. સુરેશના સસરા. સ્વ. ભીખાભાઈ, સ્વ. બધાભાઈ, સ્વ. મંગાભાઈ, ખીમજીભાઈ, તેજાભાઈ, ધુડીબેનના ભાઈનું કારજ 14-7-18ના શનિવાર 4 કલાકે સંખ્યાપાઠ સાથે રાખેલ છે. સરનામું: રૂમ નં. એ/6/90, લક્ષ્મી કૃપા ચાળ, સંત રોહિદાસનગર, જનતા કોલોની, જોગેશ્ર્વરી (પૂ.).

વિશા લાડ વણિક

પદમા તે સ્વ. રતીલાલ છગનલાલ બંગાળીના પત્ની (ઉં. વ. 89) તે ભદ્રેશભાઈ, મહેશભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ, નયનાબેનના માતુશ્રી. સંધ્યાબેન, નીતાબેન, ક્ધિનરીબેન, નમીતાબેન, ભરતકુમાર મુખત્યારના સાસુ. હાર્દિક, કુણાલ, દ્યૈવત, મૌલિક, હેમાંગ, જીનલ, રુચિતાના દાદી. ભાવિનના નાની 11-7-18ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 13-7-18ના સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પ) સમય 5 થી 7.

હાલાઈ લોહાણા

સ્વ. અમૃતલાલ ચુનીલાલ મીરાણી (ઉં. વ. 85) બાલંભાવાળા હાલ ભીવંડી નિવાસી તે સ્વ. આશાબેન (ચંપાબેન)ના પતિ, તે સ્વ. ડાહ્યાલાલ કાનજી ગઢીયાના જમાઈ, તે મધુબેન વસંતભાઈ અઢીયા, સ્વ. લીનાબેન ગિરીશકુમાર નાગ્રેચા, બીના કાંતિલાલ સોમૈયા, મનીષા પ્રશાંત રત્નાકર, નીતા મનોજ પલાણ તેમજ જસ્મીનના પિતાશ્રી, તે છાયા જસ્મીન મીરાણીના સસરા, તે પુષ્પાબેન જાદવજી ઠક્કર, કુસુમબેન કાંતિલાલ શેઠિયા, ચંપાબેન દિનેશકુમાર ઠક્કર તથા દયાબેન (દીના) અશ્ર્વિન અઢિયાના ભાઈ બુધવાર તા. 11-7-18ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: જસ્મીન અમૃતલાલ મીરાણી 423, ગોમતી આશિષ, 3જે માળે, રાની સતી મંદિરની સામે, ગોકુલનગર, ભીવંડી (ડિ. થાણા).

કચ્છી ભાનુશાલી

સ્વ. ભા. દામજી નથુરામ ધુકેર કચ્છ ગામ તેરાવાલાના પુત્ર સ્વ. નારાણજી (ઉં. વ. 66) તા. 11-7-18ને બુધવારના મુંબઈ - વાશી મધ્યે ઓધવશરણ પામેલ છે. માવિત્ર સ્વ. કરશનદાસ, સ્વ. પેરાજ, સ્વ. મંગલદાસ નથુરામ. ભાઈઓ સ્વ. માધવજી, ધીરજ, સુરેશ દામજી. સુપુત્રો શંકર, સતિષ. જમાઈઓ દિનેશ ભાણજી મંગેમોથાળા, ઈશ્ર્વર રમેશભાઈ ગોરીશીરવા, સુરેશ હંસરાજ દામાઉસ્તીયા. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે)

કપોળ

અમરેલીવાળા સ્વ. મગનલાલ ભાયચંદ પારેખના પુત્ર અનીલભાઈ (ઉં. વ. 76) તા. 10-7-18ના શ્રીજીચરણ પામેલ છે. તે આરતીબેનના પતિ. અમરીશ, સુનીલના પિતા. પારૂલ, મનીષાના સસરા. ચિતળવાળા સ્વ. નાથાલાલ અને સ્વ. જયંતીલાલ શેઠના જમાઈ. સંગીતનું ગીત-ગુંજન તા. 15-7-18ના રવિવારે સવારે 10 થી 12, યોગી સભાગૃહ હોલ, સ્વામીનારાયણ મંદિરની પાછળ, દાદર (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

સ્વ. ડાઈબેન જેઠાનંદ દુઆ ખોભડીયા સ્વ. જેઠાનંદ જાદવજી કચ્છ ગામ (ગુવર) હાલે મુલુંડવાળાની પુત્રી જશુબેન (ઉં. વ. 73) તે માધવજી લધ્ધા રૂપારેલ (વરસામેડી)વાળાની દોહિત્રી, તે દેવીદાસ (બાબુ) સ્વ. પુષ્પાબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. સાવિત્રીબેન તથા ત્રિવેણીના નાના બેન તા. 11-7-18ને બુધવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6t1f2G
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com