19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
છોટાઉદેપુરનું કંટેશ્ર્વર સંપર્કવિહોણું ઢાઢર નદી બે કાંઠે વહેતા રસ્તા ડૂબ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. ઢાઢર નદીમાં પાણીની આવક વધતા નદી કિનારે આવેલું કંટેશ્ર્વર ગામ સંપર્કવિહોણું બની ગયુ છે. અત્યારે જે લોકો ગામમાં છે તે બહાર નીકળી શકતા નથી અને ગામની બહાર છે તે લોકો ગામની બહાર રહેવા જ મજબૂર બન્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્ર્વર ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણુ બની ગયુ છે. કંટેશ્ર્વર ગામેથી બહાર નીકળવા માટે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ એ રસ્તાના નાળા ઉપર પાણી ફરી વળવાને કારણે તે રસ્તે પણ અવરજવર હવે શક્ય નથી. જેથી હાલ કંટેશ્ર્વર ગામ વિખૂટું પડી ગયુ છે. ગામમાં જવાનો રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓને શાળાએ જવાની પણ સમસ્યા સર્જાઇ છે. હજી સુધી આ ગામ નજીક સરકારી તંત્ર સુદ્ધા પહોંચ્યું નથી. ડિઝાસ્ટર શાખા દ્વારા આ બાબતે કોઈ એલર્ટ સુધ્ધાં જાહેર કરાયું નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1081el
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com