26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અકુદરતી સેક્સ ગુનો છે કે નહીં એ સુપ્રીમ કૉર્ટ જ નક્કી કરે: સરકાર

નવી દિલ્હી: કેન્દ્રે પુખ્તવયની બે વ્યક્તિ વચ્ચેના સંમતિથી બંધાયેલા અકુદરતી જાતીય સંબંધને ગુનો ગણતી ભારતીય દંડસંહિતા (આઇપીસી)ની કલમ ૩૭૭ની યોગ્યતા અંગે નિર્ણય લેવાનું કામ બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની વિદ્વતા પર છોડ્યું હતું.

સંમતિથી બાંધવામાં આવેલા સજાતીય સંબંધને ગુનો ગણાવતા ૨૦૧૩ના ચુકાદાને પડકારતી અરજીઓની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચ કરી રહી છે.

કેન્દ્રે બૅન્ચને જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૭ની યોગ્યતા અંગે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિર્ણય લે તો તેની સામે અમને (કેન્દ્રને) કોઇ વાંધો નથી.

કેન્દ્રના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બૅન્ચને સુનાવણીના બીજા દિવસે જણાવ્યું હતું કે અમે ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૭ની યોગ્યતા અંગે નિર્ણય લેવાનું કામ અદાલત(ના ન્યાયાધીશોની) વિદ્વતા પર છોડીએ છીએ.

પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઉપરાંત ન્યાયમૂર્તિ આર. એફ. નરીમાન, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રા છે.

એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જો કોઇ એમ કહેતું હોય કે જાતીય સંબંધમાં જોડીદાર પસંદ કરવાનો મૂળભૂત અધિકાર ગણાય, તો પછી કોઇ એમ પણ કહેશે કે અમે અમારા ભાઇ કે બહેનની સાથે પરણવા માગીએ છીએ અને તે બાબત લગ્નની પ્રથાની વિરુદ્ધ ગણાય.

દરમિયાન, બૅન્ચે જણાવ્યું હતું કે અમે હાલમાં આ બધા પાસાં અંગે નિર્ણય નથી લેવાના. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3255RO
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com