26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના

મુંબઇ સમાચાર હું વરસોથી વાંચું. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરું. રૂબરૂ ના મળી શકું પરિવારને, આજે જન્મદિવસની શુભકામનાઓ સાથે ચાલો સહુને હું બિરદાવું.

સૌ પ્રથમ તંત્રીશ્રી તટસ્થતાથી કારોબાર ચલાવે, એમનો આદર હું કરું અખબાર પ્રગતિ કરતું રહે એવા દિલના આશિષ દઇને, માંડીને હું મારી વાત કહું.

રોજ બપોરે ચાની ચુસકી લેતાં, કાન્તા વોરાના ખોખાભરું

‘ગુડ આફટર નૂન’ કહીને સૌરભ શાહ સાથે

નિતનવીન હું વાતો કરું.

આશુ પટેલ પાસેથી ‘સુખનો પાસવર્ડ’ મેળવી

નવા જીવનના પાઠ શીખું

રાજકારણમાં ચાચ ન ડૂબે, મળવા જેવા માણસને મળું.

અધ્યાત્મની વાતો લાગે વ્હાલી, સોમવારનો ઇંતઝાર કરું

‘ધર્મતેજ’ ના અલૌકિક થાળથી આત્માને હું પુષ્ટ કરું.

મોરારિબાપુનું જ્ઞાન મેળવી, જીવન ને હું ધન્ય કરું.

કબીરજીની વાણી સાંભળું, ગીતાની બંસીમાં મગ્ન બનું.

મહેન્દ્ર પુનાતરની ધર્મની વાતો વાંચીને ચિંતન-મનન કરું.

‘મટ એન્ડ જેફ’ પર નજર પડે જ્યારે મારું બચપણ યાદ કરું.

‘મારી વાત’ તથા વાર્તાઓ લખવા બદલ નવા લેખક ગણને

અભિનંદન દઇને હવે મારી કલમને વિરામ દઉં.

મુંબઇ સમાચાર જુગ જુગ જીવો એવી અંતરની શુભકામના.

- શારદા અરવિંદ કોટક

હિંદુસ્તાન ચોક, મુલુંડ - 82

મુંબઇ સમાચાર 197 ના વરસે પણ

યૌવન ટકાવી રાખતું અખબાર

રવિવાર 1લી જુલાઇ એટલે સૌનું લાડકવાયું ગુજરાતી પરિવારનું અખબાર એટલે મુંબઇ સમાચાર સૌના આ અખબાર 1લી જુલાઇ 1822માં પા પા પગલી ભરીને અખબારની દુનિયામાં પ્રવેશ કર્યો અને આજે પણ યુવાન બનીને 197 વર્ષે પણ દીવાદાંડીની જેમ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કહેવાય છે કે કોઇપણ અખબારને ઘડપણ આવતું નથી પણ દિવસે દિવસે સદા યુવાન બનીને વાચકોના હદયમાં સદાને માટે ટકી રહે છે. આવા હર કોઇના લાડીલા અખબારને તેનો જન્મદિને હાર્દિક અભિનંદન અને શુભકામના.

આ અખબારમાં દેશવિદેશના સમાચારોની સાથે દરરોજ દરેક પ્રકારનાં વાંચનની ભરપૂર પૂર્તિઓ આપો છો જેમાં આધ્યાત્મિક વર્ગ માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને દર રવિવારે ‘ઉત્સવ’ મારફત વાંચનની પૂર્તિ ખરેખર એટલી સુંદર અને લાજવાબ આપો છો કે જાણે વાંચનનું ટોનિક મળી જાય છે. આપના અખબાર મારફતે નવોદિત લેખકોને પોતાની સાહિત્યની રચના લખવા માટે પ્રોત્સાહન આપો છો. શહેરમાં અને પરાં બાજુ સાહિત્યના અલગ અલગ સેમિનાર ગોઠવીને ગુજરાતી ભાષા ટકાવી રાખવા સતત પ્રયત્ન કરો છો. આમ આપનું અખબાર આજે દેશવિદેશમાં લોકપ્રિય બની ગયું છે. બીજું કે, આ અખબારની સાથે દિવાળી અંક, વસંત અંક અને દોઢ વરસનું પંચાંગ પણ પ્રકાશિત કરો છો. આવતા થોડાં વરસમાં આ અખબારને 200 વરસ થશે તેને માટે શુભ કામના અને ફરી વખત આ અખબારને હેપ્પી બર્થડે. જુગ જુગ જીઓ. મુંબઇ સમાચારના તંત્રી નીલેશ દવે અને કર્મચારીઓને હાર્દિક શુભેચ્છા.

- ઘનશ્યામભાઇ એચ.ભરુચા

- હંસાબહેન જી. ભરુચા

વિરાર

‘મુંબઇ સમાચારને અભિનંદન’

મુંબઇ સમાચાર વર્તમાનપત્ર ‘પ્રાગટ્ય દિવસ,

ગુજરાતી, પારસી, તથા વિવિધ ગુજરાતી ભાષા જાણકારને માટે આશીર્વાદ દિવસ આજદિન સુધી બની રહ્યો છે. 196 વર્ષ પૂરાં કરી 197 વર્ષમાં પ્રવેશ બદલ હાર્દિક, લાખ લાખ અભિનંદન તથા શુભેચ્છા.

આવતું નવું વર્ષ નવું નવું મનોરંજન ભર્યું- મનભાવન-મનસુખદાયક બની રહે એવી પ્રભુપ્રાર્થના કરી, ખૂબ ખૂબ લોકોપયોગી કાર્યો આ વર્તમાનપત્ર દ્વારા રસાળ થાળ સ્વરૂપે સુંદર વાનગીની જેમ રસપ્રદ સમાચાર લઇ આવે, એ જ પ્રભુપ્રાર્થના.

એક જમાનામાં બ્રિટિશરાજ્ય શાસન દરમિયાન ગુજરાતી ભાષાની સેવામાં તત્પર મરહુમ મહેરવાનજી રૂસ્તમજી કામા એ છાપ્યું અને પ્રગટ કરી, ગુજરાતી ભાષી જનસમુદાયનું ઉત્થાન કાર્ય હાથ ધર્યું તે બદલ હાર્દિક અભિનંદન.

- ગિરીશ કે શાહ.

મંગળવાડી, ગીરગામ, મુંબઇ - 4આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ny30376H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com