18-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખડકમાં કંડારેલો કિલ્લો પ્રેડેયામા...

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીકીમ મોમિન ખાન ‘મોમિન’ની શાયરીમાં રૂપ, સૌંદર્ય, પ્રણય, વિરહ અને મિલન, આશા અને નિરાશા, ઉદાસ હૃદયની ઉલ્ઝન, હરીફો સાથેની બળતરા અને પ્રિય પાત્રને મળવાની તલપ અને તડપ વિશેના સાહજિક ઉદ્ગારો સાંભળવા મળે છે. તેમની શાયરી ભૌતિક પ્રેમની શુદ્ધતાથી સભર છે. તેમનું સંવેદનશીલ હૃદય જે ગ્રહણ કરતું હતું તેને આ શાયર સચ્ચાઈ સાથે જુદેરા અંદાજમાં વ્યક્ત કરતાં હતાં. તેઓ તેમની અનુભૂતિઓને છુપાવતા નહોતા. સાધારણ વાત અને ઘટનાને તેઓ એવી રીતે રજૂ કરતા કે તે વાત એકદમ અસાધારણ અને નવીનક્કોર થઈ જતી હતી. તેમની શાયરીમાં જ્યાં પણ અસરકારકતા અને પ્રભાવ અનુભવાય છે તેનું આ એક રહસ્ય છે. ગઝલશાસ્ત્રના નિયમોથી સારી પેઠે પરિચિત આ શાયરે તેમની રચનાઓમાં અલંકારો અને વ્યંગ્યનો સુમેળ સાધ્યો તેને લીધે તેમની શાયરી વધુ હૃદયસ્પર્શી બની રહી છે.

આ શાયરનો જન્મ કાશ્મીરના જાણીતા કુલીન પરિવારમાં દિલ્હીના કૂચા ચેલાનમાં આવેલા તેમનાં પૂર્વજોના ઘરમાં ઈ.સ. ૧૮૦૦ની સાલમાં થયો હતો. તેમના પિતાનું નામ હકીમ ગુલામનબી ખાન હતું. મોમિનના પૂર્વજો મોગલ શાસનના અંતિમ દિવસોમાં કાશ્મીરથી દિલ્હી આવ્યા હતા અને તેમને દરબારી હકીમનું કામ અપાયું હતું. આ પછી અંગે્રજ સરકાર તરફથી તેમના પરિવારને પેન્શન મળતું થયું હતું. મોમિને પોતાની પ્રખર બુદ્ધિમત્તાને લીધે ચિકિત્સાશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં અસાધારણ કુશળતા મેળવી હતી. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા મોમિન કાશ્મીરી સૌંદર્યની જીવતી-જાગતી તસવીર જેવા હતા. આત્મ-સન્માન અને આનંદી સ્વભાવ ધરાવતા આ શાયરે શાહ નસીર પાસેથી શાયરી અંગે માર્ગદર્શન લીધું હતું. મોમિનના કાવ્યગ્રંથમાં ગઝલો, કસીદાઓ, તારીખો, મસનવીઓ અને છૂટક શે’રનો સમાવેશ થયો છે. તેમણે ફારસી ભાષામાં પણ લેખો લખ્યા હતા.

મિરઝા ‘ગાલિબ’ અને ‘ઝૌક’ જેવા ઉચ્ચ કક્ષાના શાયરોના સમયમાં થઈ ગયેલા શાયર ‘મોમિન’ની શાયરીમાં ગજબની મીઠાશ અને નમણાશ માણવા મળે છે. મોમિનનો એક શે’ર સાંભળી ગાલિબ સાહેબ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે મોમિન પાસે તે શે’રની માગણી કરી હતી અને તેના બદલામાં ગાલિબ તેમનો આખો દીવાન (ગઝલ સંગ્રહ) મોમિનને આપવા તૈયાર થઈ ગયા હતા. તે શે’ર આ પ્રમાણે છે:

તુમ મેરે પાસસ હોતે હો ગોયા,

જબ કોઈ દૂસરા નહીં હોતા.

શાયરીના ઉસ્તાદ (ગુરુ) ગણાતા મોમિનના શિષ્ય વૃંદમાં નવાબ શેફતા, નવાબ અકબર, નવાબ નસીમ, મીર તસકીન, શહજાદા કૈસર, વહશત, આશુફતા, આહી, સાલિક, યાસ અને ફાતેમા બેગમનો સમાવેશ થાય છે.

કોમળ કલ્પનાની સાથે ઉચ્ચ કક્ષાના વિચારો ધરાવતી રચનાઓ આપનાર મોમિનનું ટૂંકી માંદગી બાદ ઈ.સ. ૧૮પરમાં દિલ્હીમાં અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને દિલ્હી દરવાજાની બહાર કિલ્લાની પાસે દફન કરવામાં આવ્યો હતો.

મોમિનની શે’ર-શાયરીની સૃષ્ટિમાં હવે વિહાર કરીએ.

* ગલી મેં ઉસ કી ન ફિર આતે હમ તો ક્યા કરતે?

તબીઅત અપની ન જન્નત કે દરમિયાન લગી.

એની ગલીમાં હું પાછો ન આવતે તો પછી શું કરત? હું સ્વર્ગમાં ગયો પણ ત્યાં મારું દિલ (કેમેય કરીને) લાગ્યું નહીં.

* તુને રુસ્વા કિયા મુઝે, અબ તક

કોઈ ભી જાનતા થા નામે મેરા?

આજ સુધી મને કોઈ ઓળખતું નહોતું, પરંતુ તેં જ મને (વિશેષ) બદનામ કરી નાખ્યો.

* દી તસલ્લી ભી તો ઐસી કિ તસલ્લી ન હુઈ,

ખ્વાબ મેં તો મેરે આયે વો મગર આખિરે-શબ.

તેઓ આશ્ર્વાસન આપવાને માટે તો આવ્યા, પણ તેનાથી સંતોષ ન થયો, કેમ કે રાત્રિ ઢળવા આવી તે સમયે તેઓ સ્વપ્નમાં આવ્યા.

* નાકામિયોં સે કામ રહા ઉમ્રભર હમેં,

પીરી મેં યાસ થી જો હવસ થી શબાબ મેં.

મારે તો આખું જીવન નિષ્ફળતાઓ સાથે પનારો પડ્યો. ઘડપણમાં જે નિરાશા બની હતી એ જ તો યુવાનીમાં તૃષ્ણા હતી.

* ઝાલિમ હમારી લાશ કો તશ્હીર દે ઝરૂર,

આઈન્દા તા ન કોઈ કિસી સે વફા કરે.

ઓ જાલિમ (પ્રિયતમા)! તું મારી લાશને ચોક્કસ પ્રદર્શિત કરજે. જેથી હવે પછી કોઈ પણ કોઈ પ્રત્યે વફાદારીપૂર્વક વર્તે નહીં.

* કહતે હૈં તુમ કો હોશ નહીં ઈજ્તિરાબ મેં,

સારે ગિલે તમામ હુવે ઈક જવાબ મેં.

વ્યાકુળતામાં તમને કોઈ ભાન હોતું. નથી તેમ કહેવાય છે. બસ, આ એક જ જવાબમાં મારી બધી ફરિયાદોનો જવાન મને મળી ગયો.

* કહર હૈ, મૌત હૈ, કઝા હૈ ઈશ્ક;

સચ તો યહ હૈ, બુરી બલા હૈ ઈશ્ક.

પ્રેમ તો પ્રકોપ છે, મૃત્યુ છે, ચુકાદો છે (એમ કહેવાય છે.) પરંતુ પ્રેમ તો ખરાબ આપત્તિ છે તે વાત પણ તેટલી જ સાચી છે.

* ખુશી ન હો મુઝે ક્યૂં કર કઝા કે આને કી,

ખબર હૈ લાશ પે ઉસ બેવફા કે આને કી.

મૃત્યુ આવવાનું છે તેને લીધે મને શા માટે આનંદ ન થાય? કારણ કે હું જાણું છું કે તે (સજની) બેવફા છેલ્લે મારી લાશ પાસે આવવાની છે.

* ના તાબ હિજ્ર મેં હૈ, ન આરામ વસ્લ મેં;

કમબખ્ત દિલ કા ચૈન નહીં હૈ કિસી તરહ.

જુદાઈમાં ધીરજ રહેતી નથી અને મિલનમાં આરામ મળતો નથી. સાલું આ હૃદયને કોઈ રીતે શાંતિ મળતી નથી.

* ડૂબા જો કોઈ આહ કિનારે પે આ ગયા,

તુગયાને-બહરે-ઈશ્ક હૈ સાહિલ કે આસપાસ.

પ્રેમના દરિયામાં કોઈ ડૂબ્યું તો તેનો નિ:સાસો કિનારા સુધી પહોંચી ગયો. (આમ પણ) પ્રેમ-સાગરનાં પૂર કિનારાની આસપાસ હોય છે.

* બખ્તે-બદ ને વો ડરાયા કે કાંપ ઊઠતા હૂં મૈં,

તૂ અગર લુત્ફ કી બાતેં ભી કભી કરતા હૈ.

ખરાબ નસીબે મને એવો ભયભીત કરી નાખ્યો છે કે તું ક્યારેક આનંદની વાતો કરે છે ત્યારે હું પણ ધ્રૂજી ઊઠું છું.

* અગર ન હંસના હંસાના કિસી કા ભા જાતા,

તો બાત બાત પે યૂં રો દિયા ન કરતે હમ.

કોઈને હસવા-હસાવવાનો જો મને ખટકો હોત તો આજે હું વાત વાતમાં આ રીતે રડ્યા કરત નહીં.

* અબ ભી નહીં જાતી તેરે આ જાને કી ઉમ્મીદ,

ગો ફિર ગઈ આંખે પે નિગહ જાનિબે-દર હૈ.

તારા આગમનની તમન્ના હજી પણ ખસતી નથી. આંખો નિર્જીવ થઈ ગઈ પણ નજર તો હજી પણ તારા દ્વાર પાસે અટકી ગઈ છે.

* ઈન્સાફ કે ખ્વાહાં હૈ, નહીં તાલીબે-ઝર હમ;

તહસીને-સુખન-ફહમ હૈ, ‘મોમિન’ સિલા અપના.

મને પૈસાની પરવા નથી. હું તો ન્યાયનો ચાહક છું. મારું પારિતોષિક તો સાહિત્યના જાણકારોની પ્રશંસા છે. મારે બીજું કશું જોઈતું નથી.

* ઈસ હુસ્ન પે ખલ્વત મેં જો હાલ કિયા કમ થા,

ક્યા જાનિયે ક્યા કરતા ગર તૂ મેરી જા હોતા.

આ સુંદરતાને લીધે એકાંતે મારા જે હાલ કર્યા તે શું ઓછા હતા! મારા સ્થાને તું હોત તો કોણ જાણે તું શુંનું શું કરત!

* આતા હૈ બેકસોં પે તો જલ્લાદ કો ભી રહમ,

રોતી હૈ શમ્આ આપ સરે-કુશ્તગાને-શમ્અ.

દીનદુ:ખીઓ પ્રત્યે તો જલ્લાદને પણ દયા આવતી હોય છે. શમા પર મરી ફીટનાર પરવાનાઓ પર તો જુઓ શમા પોતે આંસુ સારે છે.

* અબ યે સૂરત હૈ કે ઐ પરદાનશીં;

તુઝ સે એહબાબ છુપાતે હૈં મુઝે.

પરદામાં રહેનાર (ઓ પ્રિયજન)! હવે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તારાથી મિત્રો મને છુપાવીને રાખે છે.

* ઈસ વુસઅતે-કલામ સે જી તંગ આ ગયા,

નાસેહ તૂ મેરી જાન ન લે, દિલ ગયા, ગયા.

ઓ ઉપદેશક! તારા પ્રલંબ ભાષણોથી તો હવે હું તંગ આવી ગયો છું. દિલ ગયું તો ભલે ગયું પણ તું હવે મારો પ્રાણ તો ન લે.

* ઐશ મેં ભી તો ન જાગે કભી તુમ ક્યા જાનો!

કિ શબે-ગમ કોઈ કિસ તૌર બસર કરતા હૈ?

તમે તો ભોગવિલાસમાં ક્યારેય જાગરણ કર્યું નથી. તો પછી દુ:ખ સભર રાત્રિઓ કોઈ કેવી રીતે પસાર કરે છે તેની તમને કેવી રીતે ખબર પડે!

* કહા હૈ ગૈર ને તુમ સે મેરા હાલ,

કહે દેતી હૈ બેબાકી અદા કી.

મારી હાલતના સમાચાર કોઈ પરાયા તરફથી તને મળ્યા લાગે છે એ વાત તારી નખરાળી હિંમતથી જ કળાઈ જાય છે.

* મુઝ કો ક્યા કામ કે આઈને કી હૈરત દેખું?

દેખ તૂં આઈના ઔર મૈં તેરી સૂરત દેખું!

અરીસાની અચરજસભર કરામત જોવાની મારે શી જરૂર છે? તું તારે દર્પણમાં જોયાં કર. હું તારો ચહેરો જોયાં કરું.

* મય ન ઉતરી ગલે સે જો ઉસ દિન,

મુઝ કો યારોં ને પારસા જાના.

તે દિવસે કોઈ કારણવશ મારા ગળામાં સુરા ઊતરી નહીં.

તો મિત્રો એમ સમજ્યા કે હવે હું સંયમી બની ગયો છું.

* બેહરે-અયાદત આયે વો, લેકિન કઝા કે સાથ;

દમ હી નિકલ ગયા મેરા આવાઝે-યા કે સાથ.

તેઓ મારા ખબરઅંતર પૂછવા તો આવ્યાં પણ સાથે સાથે મૃત્યુને પણ લેતાં આવ્યાં. એક બાજુ એમનો પગરવ સંભળાયો અને આ તરફ માનો પ્રાણ નીકળી ગયો.

* કુછ કફસ મેં ઈન દિનોં લગતા હૈ જી,

આશિયાં અપના હુવા બરબાદ ક્યા?

હમણાં હમણાં તો પિંજરામાં જ હૃદય લાગી રહ્યું છે! મારો માળો (કદાચ) પીંખાઈ ગયો લાગે છે?

* ક્યા સુનાતે હો કે હૈ હિજ્ર મેં જીના મુુશ્કિલ;

તુમ સે બેરહમ પે મરને સે તો આસાં હોગા!

વિયોગમાં જીવવું આકરું થઈ પડશે તેવું વારંવાર શા માટે કહ્યા કરો છો? તમારા જેવાં નિર્દયી પર પ્રાણ આપવા કરતા તો વિરહ ભોગવવામાં વધુ સરળતા રહેશે.

* ક્યા કી જિયે કિ તાકતે-નઝ્ઝારા હી નહીં;

જિતને વે બેહિજાબ હૈં, હમ શર્મસાર હૈં.

જોવા કે મળવાની તો હવે કોઈ ક્ષમતા જ રહી નથી. હવે શું થાય? તેમણે જેટલો પરદો ઉઠાવ્યો છે તેટલો હું શરમાયો છું.

* ઉસ કે કૂચે કી હવા થી કે મેરી આહ થી,

કોઈ તો દિલ કી આગ પે પંખા-સા ઝલ ગયા.

અરે! એ શું હતું! એની ગલીનો પવન હતો કે મારો નિ:સાસો હતો! તે જે હોય તે, પરંતુ મારા હૃદયની આગ પર કોઈ નક્કી પવન ફૂંકી ગયું! ઉ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

લ્લાઓ પ્રત્યેની નવીનતા હવે સાવ તળિયે જઇન્ો પડી હતી. એવામાં સ્લોવેનિયામાં પોસ્તોન્યા કેવ્ઝની મુલાકાત લીધા પછી ત્યાંની સાથે જ એક કાસલની ટિકિટ પણ ઇન્ક્લુડેડ હતી. વળી આ કાસલ સાવ ચાલીન્ો જઈ શકાય એટલો નજીકમાં પણ ન હતો, પણ આ કાસલની તસવીરો જોયા પછી ત્ોનાથી નજીક હોવા અન્ો ત્યાંની ટિકિટ હોવા છતાં જવાનું માંડી વાળવાનું તો શક્ય ન જ બન્ો ન્ો. જોકે બાકીનો દિવસ અન્ો કાસલ સુધી પહોંચવાનું એવું કસોટીભર્યું નીકળ્યું કે ત્યાં ન ગયાં હોત તો કદાચ થોડી સ્ટ્રગલ ઓછી કરી શકાઈ હોત એવું પછી લાગ્યું હતું, પણ ત્યારે તો ન જવાની ઈચ્છાઓન્ો એક બાજુ મૂકી આકરી ગરમીમાં ગાડી પ્રેડેયામા કાસલ તરફ આગળ ચાલી.

કાસલ પર પહોંચવા માટે કાં તો કેવથી શટલ બસ લેવી પડે અથવા જાત્ો ડ્રાઇવ કરવું પડે. અમે કાસલ તરફ આગળ વધ્યાં અન્ો બરાબર કાસલના પાર્કિંગ ટર્ન પર સાવ સાંકડા રસ્ત્ો ગાડીનું ટાયર સાઇડના ખડકમાં ઘસાઈન્ો ફાટ્યું. પાર્કિંગ પણ પાછું ઢાળ પર હતું. ત્યાં કૉલેજ ઉંમરનાં થોડાં વોલન્ટિયર્સ પાર્કિંગ, સાઇટસીઇંગ, શટલ બસની સર્વિસમાં મદદ કરી રહૃાાં હતાં. ત્ોમાંના એક ભાઈ અમારી પાસ્ો આવી મદદરૂપ થવા માગતા હોય ત્ોમ જોવા લાગ્યા.

જેમત્ોમ ગાડી પાર્કિંગમાં નાખી અન્ો ત્ો વોલન્ટિયર ભાઈએ નજીકના ત્ોમના ઓળખીતા મેકેનિકનો નંબર કાઢી પોત્ો જ સ્લોવેની ભાષામાં ત્ોની સાથે વાત કરવા લાગ્યો. ત્ો ભાષા આવડતી ન હતી, પણ એટલું સમજાઈ ગયેલું કે વાત નથી બની. હજી સાંજના ચાર વાગવા આવ્યા હતા અન્ો ત્ો મેકેનિકે હમણાં જ દુકાન બંધ કરી એવો જવાબ આપ્યો. ત્ો ભાઈ અમારા કરતાં વધારે નિરાશ થયા. પછી કુમારે ત્ોના જર્મન કાર ઇન્શ્યોરન્સની બ્રેકડાઉન સર્વિસન્ો ફોન કર્યો. ત્ોમણે અડધો કલાકમાં વ્યવસ્થા કરીન્ો ફોન કરીશું એવો જવાબ આપ્યો. ત્ો વિસ્તારમાં કિલ્લા અન્ો એક હોટલ સિવાય બીજું કશું ન હતું. સવારે મેકેનિક મળે ત્યાં સુધી ત્યાં જ રહી જવું , ટૅક્સી કરી બ્ો કલાક દૂર એપાર્ટમેન્ટ પર જવું કે બીજો કોઈ ઉપાય કરવો ત્ોના પ્રશ્ર્નો થયા. ચલો બ્રેક-ડાઉન સર્વિસનો ફોન આવે ત્યાં સુધીમાં કાસલ જોઈ આવીએ એવી વાત થઈ. આ પરિસ્થિતિમાં અંદર જવામાં કોઈન્ો રસ ન હતો પણ કરવા માટે બીજું કંઈ પણ ન હતું. ઇન્ટરન્ોટ ડેટા ક્ધોક્ટિવિટી પણ નહીં. એવામાં ખડકમાંથી કંડારવામાં આવેલો કિલ્લો ખરા અર્થમાં થ્રી-ડી લાગતો હતો. ત્ોની ચોથી બાજુ ખડકમાં જ જડાયેલી છે ત્ો નજીકથી જોવા અમે આગળ ચાલ્યાં. કિલ્લાની અંદરની ટૂર કેવ પછી ખાસ પ્રભાવિત નહીં કરી શકે ત્ો માન્યતા ખોટી નીકળી. અમારું ધ્યાન બીજે હતું ત્ોનો અર્થ એ પણ નહીં કે કાસલ પ્રભાવશાળી ન હતો. ખડકો અન્ો ગુફાઓના સમન્વય સાથે ત્ો કિલ્લાની બનાવટ એવી હતી કે કિલ્લાઓના અતિરેક અન્ો ત્ો સમયની અંગત મુશ્કેલી છતાંય ત્યાંથી અભિભૂત થઈ શકાય ત્ોમ હતું. વળી કિલ્લો આખો જોઈ શકાય ત્ોવો સૌથી આકર્ષક વ્યુ તો પાર્કિંગમાંથી જ આવતો હતો. કિલ્લો નજીકથી જોવા ક્યારે મળશે એ ચિંતા ન હતી. કદાચ ત્યાં રાત રોકાઈ ગયાં હોત તો એ કિલ્લો પછી ચોવીસ કલાક દેખાયો હોત.

એવામાં બ્રેક-ડાઉન સર્વિસનો ફોન આવ્યો કે મેકેનિક ત્યાં આવવા માટે રસ્તામાં છે. પ્ોલા વોલન્ટિયર ભાઇ માટે હવે અમે જાણે અંગત પ્રોજેક્ટ બની ગયા હોઇએ ત્ોમ ત્ો સાથે રહેતા હતા. થોડી વારમાં મેકેનિક આવ્યો અન્ો ત્ો એ જ હતો, જેણે પહેલાં ફોન પર ના પાડેલી. બંન્ો એકબીજા સામે જરા જોઈ રહૃાા. મેકેનિકે ટાયર બદલી આપ્યું. યુરોપભરનું કવરેજ આપનાર બ્રેક-ડાઉન સર્વિસ લેખે લાગી. એકવાર ગાડી સરખી થઈ પછી કિલ્લાની ચર્ચા પણ હળવા મન્ો શરૂ થઈ. ત્યાંની ગાઇડેડ ટૂર દરમ્યાન જાણવા મળ્યું હતું કે કિલ્લાનો પહેલો ઉલ્લેખ છેક ૧૨૭૪માં જર્મન સાહિત્યમાં જોવા મળે છે. આજે પણ ત્યાં પહોંચવાના રસ્તાઓ ત્ોરમી સદી જેટલા જ જોખમી છે. અહીં સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય લોકવાયકા કિલ્લાના ઉમરાવ એરાઝેમની છે. આ એરાઝેમ ‘રોબર બ્ોરન’ તરીકે ઓળખાતો. રોબર બ્ોરન એટલે એવો ઉમરાવ જે પોતાની માલિકીમાં આવતા રસ્તા પરથી પસાર થવા, નદી ઓળંગવા, જંગલમાંથી ફળ તોડવા પર પણ ટેક્સ અન્ો ફાઇન લગાવતો. ત્ોની સામે આસપાસના રાજ પરિવારોએ જંગ આદર્યો હતો અન્ો આખરે ત્ોનો આ જ કિલ્લામાં અંત આવ્યો હતો. આ કિલ્લાના માલિકો સતત બદલાતા રહૃાા છે, પણ ત્ોનું મહત્ત્વ ઓછું થયું નથી. દુનિયામાં કિલ્લાઓની કોઈ અછત નથી. ત્ોમાંય યુરોપમાં તો નહીં જ, પણ ક્લિફ પર બંધાયેલા આવા કિલ્લાઓ હજી દુર્લભ છે. પ્રેડેયામાના બ્ોકગ્રાઉન્ડમાં ત્યાંના ઢોળાવો પર ઓડિટોરિયમ બનાવીન્ો સમરમાં ઘણાં મ્યુઝિકલ પરફોર્મન્સ પણ થાય છે. અંદરનું મ્યુઝિયમ કાસલન્ો સમજવામાં વધુ મદદરૂપ થાય છે. અંદર કાસલના ઉમરાવોની જીવનશૈલી, ત્ોમનાં હથિયારો, ત્ોમનું ફર્નિચરથી માંડીન્ો ત્યાંના ઓરડાઓના વ્યુ બધું કિલ્લા જેટલું જ અનોખું હતું. છતાંય પ્રેડેયામાની સૌથી આકર્ષક બાબત તો ત્ોનો બહારથી દેખાતો વ્યુ જ છે. કિલ્લાનું લોકેશન પણ જાણે દુનિયાન્ો છેડે હોય ત્ોમ છે કારણ કે ઊંચાઈ પર ક્લિફ પર પહોંચ્યા પછી ત્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો નથી. અમન્ો પણ ત્યાં ગાડીના પ્રશ્ર્નોમાં કોઈએ બંદી બનાવ્યાં હોય ત્ોવું લાગતું હતું.

બહાર નીકળ્યાં ત્યારે પ્ોલા વોલન્ટિયર ભાઈ કહે, ‘અમારા દેશન્ો ખુશી ખુશી યાદ રાખજો.’ ત્ોનો આભાર માની અમે કિલ્લા પર છેલ્લી નજર નાખી. અમે તો ત્ો વ્યુનો સંતોષ લઈ શક્યાં નહીં, પણ પ્રેડેયામા કાસલન્ો યાદ રાખવા માટે અમન્ો અંગત કારણ મળી ગયું હતું. ત્ો દિવસના સ્ટ્રેસન્ો ઓગાળવા અમે દરિયા તરફ નીકળી પડ્યાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

243ltq
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com