26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જોખમ લેવું ગમે છે: સ્વરા ભાસ્કર

ગપસપ-ઈશાની પટેલસ્વરા ભાસ્કર નામથી પ્રેક્ષકો હવે અજાણ નથી. તેણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને એક ઉમદા અદાકારની કાબેલિયત પુરવાર કરી બતાવી છે ‘તનુ વેડ્સ મનુ’માં હીરોઈનની બેસ્ટ ફ્રેન્ડ, ‘નીલ બાટ્ટે સન્નાટા’ની મિડલ એજ્ડ મધર, ‘અનારકલી ઓફ આરાહ’ની રૂપજીવિની અને હવે ‘વીરે દી વેડિંગ’માં ચાર સહેલીઓમાંની એક. સ્વરાએ હંમેશાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવી છે, તે પડકારરૂપ રૉલ

લેવામાં માને છે.

સ્વરા કહે છે: હું હંમેશાં પાત્રની પસંદગીમાં જોખમ લઉં છું. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે શું કરવું એની ગતાગમ નહોતી. લોકોએ મને ઘણી સલાહ આપી હતી. કેટલાક લોકોએ તો મને હીરોઈનની ફ્રેન્ડ કે સૂત્રધારની ભૂમિકા નહીં ભજવવાનીય સલાહ આપેલી. આટલી નાની વયે મને વૅમ્પ અને માતાના રોલ નહીં કરવાની પણ સુફિયાણી સલાહ દીધી હતી. હવે તમે જ જુઓ મેં કેવી કેવી ભૂમિકાઓ ભજવી છે તે. મુખ્ય ભૂમિકા લેવા માટે આવા જ અગર નિયમો હોય તો શા માટે નિયમો તોડવા નહીં! એક જ પ્રકારની સ્ટીરિયોટાઈપ ભૂમિકાઓથી છુટકારો શા માટે ન મેળવવો એવો સવાલ સ્વરાએ કર્યો.

સ્ટીરિયોટાઈપ ભૂમિકાઓથી છુટકારો લેવો હોય તો જોખમ લેવું પડે. ડર્યા વિના નવી નવી ભૂમિકાઓનો અખતરો કરવો પડે.

ફિલ્મની કથા-વાર્તામાં દમ છે, એ કઈ રીતે જાણી શકો? એવા પ્રશ્ર્નના જવાબમાં સ્વરા કહે છે કે હું નસીબદાર છું કે મને સારા ફિલ્મમેકરો મળ્યા છે.

‘તનુ વેડ્સ મનુ’ કે ‘રાંજના’ની વાત કરું તો હું તેનું શ્રેય હિમાંશુ શર્માને આપું છું. તેણે આની સ્ક્રિપ્ટ લખી હતી. એની સ્ક્રિપ્ટ એટલી સચોટ હોય છે કે તમારે માત્ર એ સ્ક્રિપ્ટને અનુસરવાનું રહે છે, તમે આટલું કરો તો પણ તમે એક ઉત્તમ કલાકાર તરીકેની છાપ પાડી શકો.

‘નીલ બાટ્ટે’...માં અશ્ર્વિની ઐયર તિવારીને સ્ટોરી પર શ્રદ્ધા હતી. હું માત્ર એમના વિઝનને ફોલો કરતી હતી, હું માનું છું સિનેમામાં આ રીતે જ થવું જોઈએ.

‘વીરે દી વેડિંગ’ એકથી વધુ સ્ત્રીપાત્રો સાથેની પહેલી બોલીવૂડ ફિલ્મ નથી. અગાઉ ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડેસીસ’માં છ સ્ત્રીપાત્રો હતાં. તેની પ્રશંસા પણ થઈ હતી, પરંતુ ‘વીરે દી વેડિંગ’ જેટલી લોકપ્રિયતા હાંસલ નહીં કરી શકી. અંતે કલાકાર તો માત્ર કલાકાર છે. એ સ્ટાર હોય કે સ્ટાર ન હોય. રોલ પડકારરૂપ હોય, પાત્ર સારું લખાયું હોય હું એ ભૂમિકા ભજવવા તત્પર હોઉં છું. હું માનું છું કે ખૂબ જ રસપ્રદ, ક્યારેય સાંભળી ન હોય અથવા તો ચકાસાઈ પણ, હોય એવી સ્ટોરીઓ તમારા પાત્રમાં નવી તાજગી લાવી શકે અને લોકોને મનોરંજન પૂરું પાડી શકે.

ફિલ્મોની વાર્તાઓ સમયાંતરે બદલાતી રહી છે. ૧૯૫૦ના દાયકામાં કોમનમેનની સ્ટોરીની બોલબાલા હતી. એક એવો સમય આવ્યો જેમાં યુવાન પાત્ર ધનવાન બનવા વિદેશ જતો બતાવાયો. એનઆરઆઈ કોમન થીમ બની ગઈ હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે બદલાઈ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8h77K5Xv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com