20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેસીએ કહ્યું, ‘મારું ભવિષ્ય આર્જેન્ટિનાની ટીમના પર્ફોર્મન્સ પર નભે છે’

બ્રોનિટસી (રશિયા): આર્જેન્ટિનાની ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ કહ્યું હતું કે તેનું આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ભવિષ્ય આગામી વર્લ્ડ કપમાં તેના રાષ્ટ્રની ટીમના દેખાવ પર આધારિત છે. ફૂટબોલ વર્લ્ડ કપનું રશિયામાં ગુરુવારથી આયોજન થનાર છે. "વર્લ્ડ કપમાં અમે કેટલી પ્રગતિ કર્યે છીએ તેના પર આધાર રહેશે, એમ વર્ષના શ્રેષ્ઠ ખેલાડીનો પાંચ વેળા એવૉર્ડ જીતેલ બાર્સેલોનાની ટીમના ફોરવર્ડ ખેલાડી મેસ્સીએ આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

આર્જેન્ટિના ફાઈનલ તબક્કામાં ૨૦૧૪માં વર્લ્ડ કપમાં જર્મની સામે ૧-૦થી એક્ષ્ટ્રા-ટાઈમમાં અને ચીલી વિરુદ્ધ ૨૦૧૫ તથા ૨૦૧૬માં કોપા અમેરિકા સ્પર્ધામાં પેનલ્ટી મારફતે હારી ગયું હતું. વર્લ્ડ કપ દરમિયાન પોતાની ૩૧મી વર્ષગાંઠ ઉજવનાર મેસ્સીનું માનવું છે કે સ્પેન, બ્રાઝિલ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ વર્લ્ડકપ ફૂટબોલ જીતવા ટોચની ટીમો છે.

આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપમાં તેનો સંગ્રામ શનિવારે આઈસલેન્ડ સામે મોસ્કોમાં શરૂ કરશે અને ત્યાર પછી પોતાના ડી-વિભાગમાં ક્રોએશિયા તથા નાઈજિરિયા સામે

રમશે. (એ.એફ.પી.) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

IS7110
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com