21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેસી છે ફિફાની બ્રૅન્ડ ઍમ્બેસેડર લૉપીરેવાનો હૉટ ફેવરિટ ખેલાડી

મોસ્કો: આજે શરૂ થઈ રહેલા ૨૧મા ફૂટબૉલ વર્લ્ડ કપ માટે નીમવામાં આવેલી બ્રૅન્ડ ઍમ્બેસેડર વિક્ટોરિયા લૉપીરેવાને થોડા દિવસ પહેલાં એક પત્રકારે પૂછ્યું કે ‘તમારો નંબર વન ફેવરિટ ફૂટબૉલર કોણ?’ ત્યારે તેણે જવાબમાં ફટ દઈને કહી દીધું, ‘લિયોનેલ મેસી મારો હૉટ ફેવરિટ ફૂટબૉલર છે.’

૩૪ વર્ષની વિક્ટોરિયા લૉપીરેવા ભૂતપૂર્વ ‘મિસ રશિયા’ છે. તે અભિનેત્રી, ટીવી-પ્રેઝન્ટર અને મૉડલ છે. તેણે જર્નલિસ્ટને એવું પણ કહ્યું હતું કે ‘આર્જેન્ટિનાના મેસી અને પોર્ટુગલના રોનાલ્ડો વચ્ચે હરીફાઈ હંમેશાં રહેવાની અને તેમની વચ્ચે સરખામણી પણ થતી રહેવાની. મને બન્ને પર ખૂબ માન છે, પણ મેસી મને વધુ પ્રિય છે. મને બ્રાઝિલનો નેયમાર પણ ખૂબ ગમે છે. તેની પર્સનાલિટી અદ્ભુત છે. શું પ્લેયર છે! જોકે, ફૂટબૉલના મેદાન પર ખેલાડીઓના કૌશલ્યની વાત કરો તો મારી દૃષ્ટિએ મેસી જેવો કોઈ નહીં. હા, મૅન્ચેસ્ટર યુનાઇટેડ ટીમના પ્લેયરો વિશે પૂછો તો ફ્રાન્સનો પૉલ પોગ્બા મારો ફેવરિટ નંબર વન છે.’ ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ys3g8lU
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com