21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આધારને બદલે વર્ચ્યૂઅલ આઇડી અને લિમિટેડ કેવાયસી વાપરે ટેલિકોમ કંપનીઓ

નવી દિલ્હી: મોબાઈલધારકો માટે આધાર નંબરની અવેજીમાં વર્ચ્યૂઅલ આઇડીનો ઉપયોગ કરવા તેમ જ મર્યાદિત કેવાયસી યંત્રણા તરફ વળવા તેમની યંત્રણામાં સુધારો કરવાની સરકાર ટેલિકોમ કંપનીઓને સૂચના આપી છે.

પહેલી જુલાઈથી નવી વર્ચ્યૂઅલ આઇડીની યંત્રણાના અમલની ખાતરી કરવા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આને કારણે વપરાશકર્તાઓ આધારનંબરને બદલે તેમનો વર્ચ્યૂઅલ આઇડી આપી શકશે.

વર્ચ્યૂઅલ આઇડી યંત્રણા આવતા મહિનાથી પૂર્ણપણે કાર્યરત થઈ જશે.

ગ્રાહકની અંગત માહિતી એકઠી કરી તેનો સંગ્રહ કરવાની વધેલી ચિંતા વચ્ચે આ યંત્રણાનો મુખ્ય આશય વ્યક્તિની અંગતતા અને આધારની વિગતોની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો હોવાનું તેમણે કહ્યું હતું.

આધાર નંબરના વિકલ્પ તરીકે વર્ચ્યૂઅલ આઇડીના ઉપયોગને મામલે યુઆઈડીએઆઈ દ્વારા સુધારાના મુકવામાં આવેલા પ્રસ્તાવનો અમલ કરવો, એમ તેમણે કહ્યું હતું.

કંપનીઓએ ગ્રાહકને નવા મોબાઈલના જોડાણ અને હાલના મોબાઈલધારકોની ફેરચકાસણી માટે આધારનંબરની અવેજીમાં તેની પસંદગી મુજબ વર્ચ્યૂઅલ આઈડી, યુઆઈડી ટોકન અને મર્યાદિત કેવાયસીનો વિકલ્પ આપવાનો રહેશે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)ઉ

----------------------------------------

આધાર પ્રમાણિત કરવા ‘ચહેરા ઓળખ’ની સુવિધા પહેલી ઑગસ્ટથી

નવી દિલ્હી: આધાર કાર્ડ આપતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ આધાર પ્રમાણિત કરવા માટે ‘ચહેરા ઓળખની સુવિધા’ એક મહિનો પાછળ ઠેલીને પહેલી ઑગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આધાર પ્રમાણિત કરવાની આ નવી સુવિધા માટે તૈયારીનો પૂરતો સમય મળે તે માટે તેને એક મહિના પછી શરૂ કરાશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના સીઇઓ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે અમે સંબંધિત ટેક્નૉલૉજી અપનાવવા સંપૂર્ણ સુસજ્જ થઇ રહ્યા છીએ. આ કંઇ અભરાઇ પરથી માલસામાનની ખરીદી કરવા જેટલું સરળ નથી.

વૃદ્ધ કે અન્ય લોકો કે જેઓના આંગળાની છાપ બરાબર આવતી ન હોય અને આંખની કીકીની આસપાસના કુંડાળાથી બરાબર ઓળખ થતી ન હોય તેઓ માટે ચહેરાની ઓળખથી આધાર પ્રમાણિત કરવાનું સુવિધાજનક રહેશે. તેમણે જણાવ્યું હતું કે દરેક આધાર કેન્દ્ર પર આ નવી સુવિધા શરૂ કરવાની ચોક્કસ તારીખ આપવી મુશ્કેલ છે. દેશમાં અત્યાર સુધીમાં 121.17 કરોડ લોકોએ આધાર માટે એન્રૉલમેન્ટ કરાવ્યું હોવાનો દાવો કરાય છે. અગાઉ, બૅન્કો અને દૂરસંચાર કંપનીઓ જેવી એજન્સીઓ માટે દેખીતી ઓળખ દર્શાવતી યંત્રણા (વર્ચ્યુઅલ આઇડી સિસ્ટમ) બેસાડવાની મુદત પણ લંબાવાઇ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0e041r5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com