21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાજપને ઝટકો: કર્ણાટકની જયાનગર બેઠક કૉંગ્રેસે જીતી

બેંગલૂરુ: કર્ણાટકમાં એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ-જેડી (એસ)ની મિશ્ર સરકારના નૈતિક જુસ્સાને વધારે એ રીતે કૉંગ્રેસ પક્ષે બુધવારે શહેરમાંની જયાનગરની બેઠક પર ભાજપના ઉમેદવારને 2,800 મતથી હરાવીને વિજય

મેળવ્યો હતો.

કર્ણાટકમાં આ ગઠબંધન સરકારે 23મી મેથી સત્તા સંભાળી છે તેમાં કૉંગ્રેસને આ સતત બીજી સફળતા મળી છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ આપેલા ચુકાદા પછી કૉંગ્રેસ અને જેડી (એસ)એ જોડાણ કરીને સરકારની સ્થાપના કરી હતી.

રાજરાજેશ્ર્વરની નગરમાં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ અને જેડી (એસ) બંનેએ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પણ આ વખતે જયાનગરની ચૂંટણીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગોવડાના પક્ષે પોતાના ઉમેદવારને પાછો ખેંચી લઈને સત્તામાંના પોતાના ભાગીદાર પક્ષ કૉંગ્રેસને ટેકો આપ્યો હતો. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસના સૌમ્ય રેડ્ડીએ તેનાં નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના બી. એન. પ્રહ્લાદ કરતાં વધુ મત મેળવીને વિજય અંકે કર્યો હતો. સૌમ્ય રેડ્ડીને 54,457 મત મળ્યા હતા, જ્યારે પ્રહ્લાદને 51,568 મત મળ્યા હતા.

આ વિજય સાથે જ બેંગલોર શહેરની 28 વિધાનસભા બેઠકમાંથી કૉંગ્રેસે 15 બેઠક મેળવી લીધી છે.

12મી મેએ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર બી. એન. વિજયકુમારના મૃત્યુને કારણે જયાનગરની બેઠકની ચૂંટણી 11મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિજયકુમારનો ભાઈ પ્રહ્લાદ અને કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ પ્રધાન રામલિંગા રેડ્ડીની પુત્રી સૌમ્યા રેડ્ડી વચ્ચે સીધી જ સ્પર્ધા હતી. (પીટીઆઈ)ઉ

---------------------------------------------

બ્રિટનમાં હિજાબ પહેરનાર મહિલાનો બચાવ કરનાર

ભારતીય રંગભેદનો શિકાર

લંડન: લંડનમાં ભારતીય મૂળના 28 વર્ષિય યુવાન રિકેશ અડવાણી રંગભેદનો શિકાર બન્યો હતો. હિજાબ પહેરેલી મહિલા વિશે બ્રિટિશ યુવાનોએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રિકેશે વિરોધ વ્યક્ત કરતા બ્રિટિશ યુવાનો તેની પર બ્રૅક્ઝિટ - ગો બેક હોમ કરીને તૂટી પડ્યા હતા. કેમ્બ્રિજ હોસ્પિટલના સર્જરી વિભાગમાં લાઇનમાં ઊભેલી હિજાબધારી મહિલા પાછળ રિકેશ પણ લાઇનમાં ઊભો હતો. એ સમયે હાથનો સામાન નીચે મૂકવા મહિલા નીચી વળી ત્યારે બ્રિટિશ યુવકે તેની વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જેનો રિકેશે વિરોધ કર્યો હતો. ત્યારે બ્રિટિશ યુવકે તેની પર હુમલો કર્યો હતો. સર્જરી બાદ રિકેશે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ લખાવી હતી.

તેણે જણાવ્યું હતું કે 2018ના સમયમાં પણ રંગભેદ હેઠળ કરવામાં આવતું વર્તન ધિક્કારણીય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે બ્રિટિશ યુવકે કરેલા હુમલા સમયે તેણે ત્યાં ઉપસ્થિત લોકોની મદદ માગી હતી, તેણે પોલીસ બોલાવવા અપીલ પણ કરી હોવા છતાં કોઈએ તેને મદદ કરી નહોતી. પોલીસ વિભાગ તરફથી બનાવ અંગે તપાસ ચાલુ હોવાની અને કોઈ ધરપકડ નહીં થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોનફોર્ડ સર્જરી હાઉસના મેનેજર સાઇમન ગ્રિડલીએ ઇ-મેલ દ્વારા રિકેશને દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રંગભેદ નીતિને કારણે થયેલા અપમાન બદલ માફી માગવી પૂરતી નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O7N0i738
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com