15-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યાડર્સને સિક્યોર કરશે મધ્ય રેલવે
યાડર્સમાં સીસીટીવી કૅમેરા બેસાડવાની યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સીએસએમટી ખાતે યાર્ડમાં ઊભેલી ઍક્સપ્રેસ ટ્રેનના કૉચમાં લાગેલી આગ બાદ સફાળા જાગેલા રેલવે તંત્ર દ્વારા હવે યાર્ડમાં સીસીટીવી કૅમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના યાર્ડમાં ન બને એ માટે યાર્ડને જ સુરક્ષિત બનાવવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.

29મી મેના સીએસએમટી યાર્ડમાં ઊભેલી ઍક્સ્પ્રેસ ટ્રેનના કૉચમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે યાર્ડની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો હતો. આ અંગે જ્યારે રેલવે અધિકારીઓને પૂછવામાં આવ્યું એ વખતે યાર્ડ પરિસર મોટો હોઈ અને ત્યાં આવવા જવા માટેના અનેક વિવિધ વિકલ્પો હોવાને કારણે ત્યાં સુરક્ષાગાડર્સ તહેનાત કરવાનું મુશ્કેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

રેલવે યાર્ડ એ બધી બાજુથી ખુલ્લો વિસ્તાર છે, જેથી ત્યાં કોઈ પણ વ્યક્તિ સરળતાથી અવર-જવર કરી શકે છે. આ ઘટનાઓને કારણે સફાળા જાગેલા રેલવે તંત્ર દ્વારા હવે સીએસએમટી અને વાડીબંદર યાર્ડ ખાતે સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.મધ્ય રેલવે દ્વારા વાડીબંદર, સીએસએમટી, એલટીટી સહિત અન્ય યાર્ડમાં સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને સીસીટીવી બેસાડવા અંગેનો અભ્યાસ કરાઈ રહ્યો હોવાનું મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

---------------------------------------------

રાજકોટમાં ₹ 43ના લાખના હીરા-રોકડની

લૂંટના કેસનો આરોપી ગોવંડીમાંથી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સુરત આવવા માટે રાજકોટથી નીકળેલા આંગડિયાના કર્મચારી પર હુમલો કરીને રૂ. 43 લાખની કિંમતના હીરા-રોકડની લૂંટ ચલાવનારી ટોળકીના એક સભ્યને ખંડણી વિરોધી શાખાએ ગોવંડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

ખંડણી વિરોધી શાખાએ ઝડપી પાડેલા આરોપીની ઓળખ શાહરૂખ ફારુક સખારે (27) તરીકે થઇ હોઇ તે રાજકોટનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આંગડિયાના કર્મચારી 23 મે, 2018ના રોજ રૂ. 43 લાખની કિંમતના હીરા-રોકડ લઇને સુરત આવવા માટે નીકળ્યા હતા. તેઓ રાજકોટ બસસ્ટેન્ડ પહોંચ્યા ત્યારે ચાર અજાણ્યા શખસે લોખંડના સળિયાથી તેમના પર હુમલો કર્યો હતો અને રૂ. 43 લાખની મતા લૂંટી હતી.

લૂંટની આ ઘટનાને પગલે રાજકોટ ખાતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. દરમિયાન આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાને શંકાસ્પદ આરોપીની શોધ આદરી હતી અને આખરે મળેલી માહિતીને આધારે આરોપીને ગોવંડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

D2Q3q835
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com