20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સગીરવયે સંમતિથી શરીર સંબંધ બાંધવા પર થશે દસ વર્ષની સજા: હાઈ કોર્ટ
જાગૃતિ ફેલાવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટે તરુણ અવસ્થામાં કરેલા પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ 10 વર્ષની કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે નોંધ્યું કે, નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો માફ કરશે નહીં. આ કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ અધિકાર પણ રહેતો નથી. આ કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્ત્વનો એક દાયકો ખતમ કરી દે છે. કોર્ટે નોંધ્યું કે,નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ સ્ટેટ્યૂટરી ગુના માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ન ભોગવવી પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે. જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર જાહેરખબર પ્રસિદ્ધ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને સામાન્ય લોકોને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થઈ શકે. આ ઉપરાંત કોર્ટે શાળાઓ અને કૉલેજિસમાં પણ જાગૃતિ અભિયાન કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન કોર્ટે ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53Mq44
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com