20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૨૫ કલાકનો દિવસ!

કવર સ્ટોરી-હેમંત વૈદ્ય‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રેહ ન જાએ તેરી મેરી બાત આધી, મુલાકાત આધી’, ગીતકાર ભરત વ્યાસ લખી ગયા છે. પ્રેમી હોય કે પુરુષાર્થી, પ્રેમ કરવા માટે કે કામ આટોપવા માટે સમય કાયમ ઓછો જ પડતો હોય છે. એટલે જ સાહિર લુધિયાનવી લખે છે કે ‘અભી ન જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં’. આ પૃથ્વી પર સનાતન માત્ર સત્ય છે અને સમયને સત્ય સાથે ઘરોબો હોય છે. કરેલી મહેનતના બદલામાં પોતાને કાયમ ઓછું જ મળ્યું છે એવી ફરિયાદ કરનારા લોકોને ‘સમય સે પેહલે ઔર નસીબ સે જ્યાદા કભી નહીં મિલતા’ એવી સૂફિયાણી સલાહ પણ આપવામાં આવતી હોય છે. સરકારી ફાઈલોની કારકુની કરતા સુધીરને કે માઇક્રોસોફ્ટની જવાબદારીઓનો બોજો ઊંચકતા બિલ ગેટ્સ એ બેઉના અકાઉન્ટમાં ૨૪ કલાક જ હોય છે. તેમ છતાં કામ પૂરું ન થવા બદલ ક્યારેક સમય ઓછો પડતો હોવાની ફરિયાદ સુધીર કરતો હોય છે, જ્યારે બિલ ગેટ્સ તરફથી આવો બળાપો જાહેરમાં તો સાંભળવા નથી મળતો. અલબત્ત કેટલાક લોકોને જવાબદારીની સરખામણીમાં સમય કેમ ઓછો પડે છે એ તો એમનું કામ જાણ્યા પછી જ નક્કી કરી શકાય. આ અને આવા બધા સવાલો અને સમસ્યાઓના ગુણાકારનો ભાગાકાર કરી નાખતો ઉકેલ આપવાની દિશામાં કુદરત પહેલ કરશે એવી આશા, એવા અરમાન જાગ્યા છે. હથેળીમાં રહેલી રેતી જેમ સડસડાટ સરી જાય એમ સમય સરી જતો હોવાની વાત કરનારાઓએ આ લેખ ધ્યાનપૂર્વક વાંચવો જરૂરી છે. હવે તો પૃથ્વી પર વિપરીત બની રહ્યું છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે પૃથ્વી પરનો એક દિવસ જે અત્યાર સુધી ૨૪ કલાકનો ગણાય છે એમાં હવે એક કલાકનો ઉમેરો થશે અને પછી દિવસ ૨૫ કલાકનો થશે એવી સંભાવના છે. એક મિનિટ, આ કંઈ કોઈ સર્જકની કલ્પનાનો કનકવો નથી, પણ વૈજ્ઞાનિક આધાર ધરાવતી રજૂઆત છે.

આ આશ્ર્ચર્ય પમાડનારી વાતના મૂળમાં છે ચંદ્રમા. આપણી સંસ્કૃતિમાં ચંદ્રને ચાંદામામા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. અલબત્ત છઊકઅઝઈંટઊજ ને ઞગઈકઊ અને અઞગઝ તરીકે જ ઓળખતા આજના યંગસ્ટર્સને મામા-મામી, કાકા-કાકી કે ફઈ-ફુવાના સંબંધોની મીઠાશની જાણ ક્યાંથી હોય? એમાંય મામા તો ફેવરિટ હોય છે, કારણ કે એમના જેટલા લાડ તો કોઈ લડાવતું નથી. ‘આવી ગયો મારો ભાણિયો’નો લહેકો કાને પડતા પોતે સ્વર્ગમાં એન્ટ્રી લીધી હોવાનો અહેસાસ દરેક બાળક અનુભવતો હોય છે. એટલે જ જાણે માનવીની સમયની સમસ્યાનો સૂઝાવ પણ ચાંદામામા તરફથી આવ્યો છે. મામા જાણેે ભાણેજોની તકલીફ દૂર કરવા માગતા હોય એવું ભાવાત્મક ચિત્ર ઊપસે છે. વહાલની વાત થઇ ગઈ, હવે આમાં વિજ્ઞાન એ છે કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર તેની ભ્રમણકક્ષાથી દૂર જઈ રહ્યો છે. એને પરિણામે પૃથ્વી પરના દિવસના કલાકો ધીરે ધીરે વધી રહ્યા છે. એ ધીરે ધીરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો હોવાથી પૃથ્વીની ગતિમાં ફરક આવી રહ્યો છે. વૈજ્ઞાનિક આધાર સાથે એવું માનવામાં આવે છે કે ૧.૪ અબજ વર્ષ પહેલા ચંદ્ર જ્યારે પૃથ્વીથી બહુ દૂર નહોતો ત્યારે દિવસ ૧૮ કલાક અને ૪૧ મિનિટનો હતો. આજની તારીખમાં એ દિવસ ૨૪ કલાકનો છે અને એમાં વધારો થઇ રહ્યો છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસનના વૈજ્ઞાનિક સ્ટીફન માયર્સે કરેલા અભ્યાસની વિગતો યુએસના સાયન્સ મેગેઝિન ‘નૅશનલ ઍકેડેમી ઑફ સાયન્સ’માં પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસમાં પૃથ્વીના ભ્રમણ તેમ જ ચંદ્રના સ્થાનને સ્કેટિંગ કરતી વ્યક્તિ અને એના હાથ સાથે સરખામણી કરવામાં આવી છે. જે રીતે સ્કેટિંગ કરતી વ્યક્તિ હાથ ફેલાવીને પોતાની ઝડપ ઓછી કરતી હોય છે એ જ રીતે ચંદ્રનું અંતર પૃથ્વીથી વધી રહ્યું હોવાને કારણે પૃથ્વીની ભ્રમણની ઝડપ ધીમી પડી રહી છે. સામાન્ય વિજ્ઞાનની સમજણ એમ કહે છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે જે અંગ્રેજીમાં છઘઝઅઝઈંઘગ તરીકે ઓળખાય છે અને સૂર્યની ફરતે ચક્કર લગાવે છે એ છઊટઘકઞઝઈંઘગ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયાને કારણે જ પૃથ્વી પર દિવસ અને રાત જોવા મળે છે તેમ જ ઋચુચક્રનો અનુભવ માણસજાતને થતો હોય છે. ચંદ્ર , અન્ય ગ્રહો તેમ જ અવકાશી પદાર્થો પૃથ્વીની ગતિને અસર કરે છે. આપણી સૂર્યમાળામાં અગણિત પદાર્થોનું હલનચલન સતત થતું રહેતું હોવાથી પૃથ્વીના દિવસની લંબાઈને અસર પહોંચતી આવી છે. પ્રોફેસર માયર્સ અને તેમની ટીમના સભ્યોએ નવ કરોડ વર્ષ જૂના મળી આવેલા એક ખડકનો અભ્યાસ કરીને સૂર્યમાળા અંગે કેટલાંક તારણો શોધી કાઢ્યાં છે. જોકે, પ્રારંભના કેટલાંક અવલોકનો વિરોધાભાસી ચિત્ર રજૂ કરતા હતા, પણ પૃથ્વીની ધરીના ઝીણવટપૂર્વક કરેલા અભ્યાસને પગલે વધુ ચોકસાઈભરી માહિતી મળી શકી છે. આ અવલોકનોને આધારે વૈજ્ઞાનિકોની ટીમ દિવસની લંબાઈ અંગે નવું તારણ મેળવવામાં તો સફળ રહી જ હતી, પણ સાથે સાથે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર વિષે વધુ તલસ્પર્શી અભ્યાસ કરવામાં સુધ્ધાં સફળ રહી હતી. સંશોધકોએ એવો દાવો કર્યો છે કે દર વર્ષે ચંદ્ર પૃથ્વીથી ૩.૮૨ સેન્ટિમીટર દૂર જઈ રહ્યો છે. હવે પૃથ્વી અને ચંદ્રના કદને ધ્યાનમાં રાખતા આ આંકડો સાવ એટલે કે સાવ મામૂલી લાગે, પણ અબજ વર્ષના હિસાબકિતાબમાં એની નોંધ લેવી પડે એટલું એનું મૂલ્ય વધી જતું હોય છે. આ ઉપરાંત અવકાશમાં અસ્તિત્વ ધરાવતા સૂર્યમાળાના અન્ય ગ્રહોની, હવામાનમાં આવતા બદલાવની તેમ જ અન્ય કેટલીક બાબતોની પૃથ્વીની ગતિ પર અસર અલગ અલગ રીતે પડતી હોય છે. આ બધો અભ્યાસ કરવા માટે સંશોધકોએ ઈસવીસન પૂર્વે ૭૨૦થી ઈસવીસન ૨૦૧૫ સુધીના આશરે ૨૭૦૦ વર્ષોના સમયખંડ દરમિયાન થયેલા અવકાશી ફેરફારો અને એ સમયની ઘટનાઓનો અભ્યાસ કર્યો છે.

સંત કબીરનો એક અત્યંત પ્રચલિત દુહો છે કે ‘કાલ કરે સો આજ કર, આજ કરે સૌ અબ, પલમેં પરલય હોયગી, બહુરી કરેગા કબ.’ જોકે, ‘શું કરું? આ ૨૪ કલાક ઓછા પડે છે મને હાથમાં લીધેલા કામ પૂરા કરવામાં. એવામાં નવું કામ કયા જોરે હાથમાં લઉં’ એવી સતત ફરિયાદો કરનારા લોકો આ દોહામાં બહુ વિશ્ર્વાસ નથી ધરાવતા હોતા. એ લોકો તો આજનું કાલ પર ધકેલવામાં ઉસ્તાદ હોય છે. કામ તો ઠીક, વ્યાયામ માટે કે જાતના લાભ માટે પણ સમય ફાળવવો તેમને માટે મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાંથી જ પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે જેવી અવસ્થા ઊભી થતી હોય છે જે છેવટે આરોગ્ય બગાડવામાં નિમિત્ત બને છે. અલબત્ત હવે ‘સારે સવાલોં કા એક હી જવાબ’ જેવો ઉકેલ હવે ક્ષિતિજ પર દેખાઈ રહ્યો છે. અલબત્ત આવું બનતા હજી લાખો વર્ષો લાગશે એમ આજની ગણતરી કહે છે. ઓકે, પણ એમ થશે એટલી વાત આજે ચોક્કસ લાગે છે. પરિણામે આજનું કામ આવતી કાલ પર ધકેલનારા લોકોને તેમનું કામ અને જવાબદારી આટોપી લેવા માટે થોડો વધુ સમય મળશે, જ્યારે આળસુ લોકોને આરામ કરવા માટે એક કલાક વધુ મળશે, રાઈટ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

82avW25
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com