20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નાગપુરમાં પ્રણવ મુખરજી:વી મે આરગુ, વી મે અગડી

સન્ડે મોર્નિંગ-સૌરભ શાહરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા મહાન રાષ્ટ્રવાદી સંગઠનના દીક્ષાન્ત સમારંભને સંબોધવા આજીવન કૉન્ગ્રેસી રહી ચૂકેલા અને કૉન્ગ્રેસના જ ભ્રષ્ટ કલ્ચરમાં ઊછરેલા, વિકાસ પામેલા, સમૃદ્ધિ પામેલા તથા સોનિયાની મહેરબાનીથી રાષ્ટ્રપતિપદ પામીને પ્રસિદ્ધ તથા આદરસન્માનની સર્વોચ્ચ ટોચે પહોંચેલા પ્રણવ મુખરજી આવે એ એક ઘણી મોટી ઘટના કહેવાય. પ્રણવ મુખરજી જેવી નૈતિક હિંમત બધા કૉન્ગ્રેસીઓમાં નથી હોતી. કૉન્ગ્રેસી જ શું હિન્દુવાદનો તકવાદી અંચળો પહેરીને સેક્યુલરવાદનો પ્રચાર કરનારાઓમાં પણ આવી નૈતિક હિંમત નથી હોતી. ગુજરાતમાં જઈને જુઓ તો તમને દેખાશે કે હિન્દુ-મુસ્લિમને સરખા ગણીને સર્વધર્મ સમભાવનાં મંજીરાં વગાડનારા અનેક લોકો (એક નહીં અનેક, સાહેબો) મુસ્લિમોના ફંક્શનોમાં જઈને બડાશ મારશે કે અમે કેટલા સહિષ્ણુ છીએ કે મદરેસા, મસ્જિદમાં પણ ભાષણો ભરડી આવીએ છીએ. પણ આર.એસ.એસ. જેવી રાષ્ટ્રને એક કરનારી, રાખનારી સંસ્થા બોલાવશે તો ના પાડશે, વારંવાર આમંત્રણો મળશે તો પણ ઠુકરાવશે. શું કામ? ‘સંઘના કાર્યક્રમોમાં જઈએ ને તો કોમવાદી ગણાઈએ.’ અથવા તો ‘હું સંઘની વિચારધારા સાથે સહમત થતો નથી.’ તો પછી મદરેસાઓની આતંકવાદી વિચારધારા સાથે શું તમે સહમત થાઓ છો?

હકીકત એ છે કે તેઓ મૂળે કૉન્ગ્રેસી હોવાને લીધે નેહરુના પિઠ્ઠુઓએ જે પ્રચાર ચલાવ્યો કે ગાંધીજીની હત્યા આર.એસ.એસ.એ કરી હતી તે પ્રચારનું ઝેર આ સંઘવિરોધીઓના દિમાગમાંથી હજુ સુધી હટ્યું નથી. કૉન્ગ્રેસીઓ દિવસરાત બોલ્યા કરતા હોય છે કે રા. સ્વ. સંઘે ગાંધીજીની હત્યા કરાવી. આ વિધાન પપ્પુના દિમાગમાં પણ એવું ઘૂસી ગયું કે એક વખત એણે ભરડી નાખ્યું. અત્યારે એના પર ભિવંડીની કોર્ટમાં બદનક્ષીનો દાવો ચાલુ છે. કોર્ટનાં ચક્કરો શરૂ થઈ ગયા છે. ૧૨મી જૂને એણે ફરીથી ભિવંડી કોર્ટમાં હાજર થવું પડશે. આ દાવામાં જો સમાધાન કરવું હશે તો પપ્પુએ કાન પકડીને સંઘની માફી માગવી પડશે અને જો જીદ રાખીને સમાધાન કરવાની ના પાડી અને કોર્ટે એની વિરુદ્ધ ચુકાદો આપ્યો તો કાં તો દંડ કાં તો જેલ કાં બંનેની સજા પપ્પુએ ભોગવવી પડવાની.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ઈન્દિરા સરકાર, રાજીવ સરકાર તેમ જ તે પછીની કૉન્ગ્રેસી સરકારોના માનીતા પણ સોનિયા સરકારના અણમાનીતા (કારણ કે વડા પ્રધાનપદની ખુરશીથી એમને દૂર રાખવામાં આવ્યા જેના એ વાજબી હકદાર હતા, છેવટે કૉમ્પેન્સેશન રૂપે રાષ્ટ્રપતિનો રબર સ્ટૅમ્પ એમના હાથમાં થમાવી દેવામાં આવ્યો હતો) પ્રણવ મુખરજીએ સંઘના ગઢમાં જઈને સંઘને પરખાવી દીધું એવું કૉન્ગ્રેસના પ્રવકતાઓ તેમ જ કૉન્ગ્રેસના માઉથપીસ જેવાં અખબારો તથા ન્યૂઝ ચેનલો આપણને કહે છે. પણ મુખરજી સાહેબનાં વિધાનો કંઈ હિંદુઓ કે રા. સ્વ. સંઘને સંબોધીને નથી અપાયાં. એમણે સૌને સંબોધીને કહ્યું છે કે: વી મે આરગુ, વી મે અગડી. (વી મે આર્ગ્યું, વી મે અગ્રી) જેનો મતલબ થાય કે આપણે આપસમાં વાદવિવાદ કરીએ કે એકબીજા સાથે સહમતી સાધીને રહીએ - રહેવાનું છે આ દેશમાં જ અને તે પણ હળીમળીને. એમણે ‘વી’ કહ્યું છે અર્થાત્ આપણે સૌ. એમણે ‘યુ’ કે સંઘ કે હિંદુત્વવાદીઓની વાત નથી કરી. અને ‘ભારતની ઓળખ ધર્મ કે ભાષા નહીં પણ સહિષ્ણુતા’ છે, કે ‘હિંસાગુસ્સાને છોડીને શાંતિમાર્ગ પર ચાલો’, કે રાષ્ટ્રવાદ ધર્મ કે, ભાષા કે જાતિ સાથે બંધાયેલો ન હોઈ શકે’ એવું એમણે નાગપુરમાં કહ્યું તે હિંદુઓને કે સંઘને કહ્યું એવું કોઈ સમજતું, સમજાવવાની કોશિશ કરતું હોય તો મારે એમને કહેવાનું કે આ બધું તો એમણે મુસ્લિમોને ઉશ્કેરતા એમના ધર્મગુરુઓને તેમ જ મુસ્લિમોને ઉશ્કેરીને લાભ ખાટતા કૉન્ગ્રેસી તકસાધુઓને કહીને કોથળામાં પાંચશેરી મારી છે!

ગુરુવારના નાગપુરના મહાસમારંભમાં પ્રણવદાનું એમના અસલી ઉચ્ચારો સાથેનું અંગ્રેજી સાંભળવાનો લહાવો હતો: ટેડીટોડી (ટેરિટરી), ભિક્ટડી (વિક્ટરી, બંગાળીઓને ‘વ’ અને ‘ભ’ના લોચા હોય. સૌરભ કહી કહીને થાકી જાઓ તોય કોલકાતાની હૉટેલનો રિસેપ્શનિસ્ટ તમારા નામમાં સૌરવ જ લખે!), ચોંદ્રોગુપ્ટુ મૌડ્ય અને જાનુઆડી (જાન્યુઆરી) જેવા અનેક ઉચ્ચારો/શબ્દોના વઘારને કારણે મઝા પડી. પણ ખરેખર જો મનનીય પ્રવચન હતું તો તે સરસંઘ ચાલક ડૉ. મોહનજી ભાગવતનું. યુ ટ્યુબ પર શોધીને સાંભળજો. દસે દિશાઓથી જ્ઞાન પ્રાપ્ત થતું હોય એવું લાગશે.

----------------------------

કાગળ પરના દીવા

શરીર પર લાગતા ઘા તો થોડા દિવસોમાં જ ભરાઈ જતા હોય છે. પણ શબ્દોથી લાગેલા ઘા ક્યારેય રૂઝાતા નથી હોતા.

એટલે.

વાદવિવાદ કે દલીલબાજી કરવાને બદલે મારપીટથી જ મામલો સુલટાવવો!

- વૉટ્સએપ પર વાંચેલ

---------------------------

સન્ડે હ્યુમર

કૉલર: ગુડ મૉર્નિંગ, સર. આપ કેજરીવાલજી બોલ રહે હૈં?

કેજરીવાલ: જી...

કૉલર: સર, ઈંડિયન ગવર્નમેન્ટ એર ઈન્ડિયા મેં શેર બેચ રહી હૈ, ક્યા આપ ઉસે ખરીદને કે ઈચ્છુક હૈં?

કેજરીવાલ: નહીં, જી. હમ છોટે આદમી હૈ. આમ આદમી કી ઈતની ઔકાત કહાં?

કૉલર: હરામખોર, તો ફિર બાદ મેં ન બોલના કી મોદીજી ને અંબાની ઔર અદાની કો બેચ દિયા...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

11Y87Wx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com