21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યમુનાના જળ પુરવઠા અંગે સોમવાર સુધી યથાવત્ સ્થિતિ
હરિયાણા સરકારે સુપ્રીમ કૉર્ટને બાંયધરી આપી

નવી દિલ્હી: હરિયાણા સરકારે 16મી મેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યને યમુના નદીનાં નીરનો પુરવઠો પૂરો પાડવા માટે અમે 21મી મે સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખીશું. તેમણે હરિયાણાને આ મામલે સ્વતંત્ર નિર્ણય લેવાના નિર્દેશો આપ્યા છે.

જસ્ટિશ મદન બી. લોકુર અને નવીન સિંહાની બનેલી એક બૅન્ચે કહ્યું હતું કે અપર યમુના નદી નિગમ (યુવાયઆરબી)એ આ મુદ્દાનો નિવેડો લાવવો જોઈએ. દિલ્હી સરકાર નિગમનો સંપર્ક સાધશે તો તે એકદમ યોગ્ય રહેશે. ડીજેબી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને દિલ્હી સરકારે પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું હતું કે જળ પુરવઠો આપવા તેમ જ હરિયાણાથી પીવાનાં પાણીનો પુરવઠો ચાલુ રાખવામાં આવશે.

ભારતની રાજધાનીને પૂરો પાડવામાં આવતા જળ પુરવઠાની માત્રા હરિયાણાએ એક તૃતિયાંશ સુધી ઘટાડી નાખી છે. આથી દિલ્હીમાં જળની કારમી અછત વરતાઈ રહી છે.

ઉક્ત બેન્ચે નોંધ્યું હતું કે "અમે આશા રાખીએ છીએ કે બોર્ડની બેઠક મળે તેમ જ દિલ્હી અને હરિયાણા વચ્ચેના આ પેચીદા મામલાનો સંપીને શાંતિમય ઉકેલ આવી જાય.

યુવાયઆરબી સંબંધિત રાજ્યોમાં જળ વિતરણની કામગીરી સાંગોપાંગ પાર પાડી નથી શકતું. તમારું કાર્ય અદાલતોએ શા માટે કરવું જોઈએ?

યમુના નગર જિલ્લાના હાથણી કુંડ બેરેજમાંથી અમને જળ પુરવઠામાંથી ફક્ત અડધો હિસ્સો જ મળે છે. આથી અમે પોતે જ ચિંતિત છીએ. 15મી મે સુધી દિલ્હીને 150 ક્યુસેક પાણી પુરવઠો દેવાનું ચાલુ રાખીશું.

દિલ્હીની દલીલ છે કે હરિયાણા અમને પ્રતિદિન 450 ક્યુસેક જળને બદલે 330 ક્યુસેક જળ આપે છે. અમે પાણીની ભારે તંગી અનુભવીએ છીએ. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a2483Pc
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com