17-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચાલતી ટ્રેનમાંથી પડેલી મહિલાને પોલીસે બચાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુુંબઈ: અઠવાડિયાના પહેલાં જ દિવસે મધ્ય રેલવેના દીવા સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહેલી મહિલા પ્રવાસીને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ (એમએસએફ)ના જવાને ઉગારી લીધી હતી.

મહાલક્ષ્મી સ્ટેશન પર પ્લેટફોર્મ અને લોકલના ગૅપ વચ્ચે ફસાઈ ગયેલી પાંચ વર્ષની બાળકીને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ (એમએસએફ)ના જવાને ઉગારી લેવાની ઘટના તાજી જ છે ત્યારે મધ્ય રેલવેના દીવા સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહેલી મહિલા પ્રવાસીને એમએસએફના જવાને ઉગારી લીધી હતી.

14મી મેના સોમવારના સવારે 11 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર બે પર આવેલી સ્લો લોકલ પકડવાનો પ્રયાસ કરી રહેલી મહિલા પ્રવાસીનો હાથ છટકી જતાં તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી. એ વખતે પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલાં એમએસએફના જવાન યોગેશ ચવ્હાણના ધ્યાનમાં આ ઘટના આવતા તેણે તાત્કાલિક મહિલાને ઉગારી લીધી હતી. 13મી મેના પરિવાર સાથે હાજીઅલી દરગાહની મુલાકાતે ગયેલાં પરિવારની પાંચ વર્ષની બાળકી મહાલક્ષ્મી સ્ટેશન પર લોકલ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેના ગૅપમાં પડી ગયેલી બાળકીને ઉગારી લીધી હતી.

------------------------------------------------

મીઠી નદી મુદ્દે નગરસેવિકાના ધરણા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સુરક્ષા ભિંત બાંધવા માટે લાવવામાં આવેલા પથ્થર, ઈંટ, સિમેન્ટ, માટી સહિતનો સામાન મીઠી નદી પાસે પડી રહ્યો છે. 2012ની સાલથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડૅવલપમેન્ટ (એમએમઆરડીએ) સુરક્ષા ભિંત બાંધવા માટે નિર્માણ કરેલું રાબિટ એમ જ પડી રહ્યું છે તેને કારણે મીઠી નદીનો કાંઠો સિમેન્ટ કૉંક્રિટનો થઈ ગયો છે. સિમેન્ટ-કૉંક્રિટનો આ ઢગલો અહીંથી હટાવવા બાબતે અનેક વખત સ્થાનિક રહેવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે, છતાં જાણીજોઈને તેની તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. સુધરાઈ અને એમએમઆરડીએ એકબીજા પર આ કામની જવાબદારી થોપી રહ્યા છે.

ચોમાસામાં અહીં પાણી ભરાયું તો લોકોના જીવન સામે જોખમ ઊભું થઈ શકે છે એવા દાવા સાથે કુર્લાના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરસેવિકા સઈદા ખાને એક અઠવાડિયાની મુદત મુંબઈ મહાનગરપાલિકાને આપી હતી પણ અઠવાડિયાની મુદત વીતી ગયા બાદ પણ સુધરાઈએ ધ્યાન નહીં આપતા બુધવારે સઈદા ખાને પાલિકા કમિશનર અજોય મહેતાની ઑફિસ બહાર બેસીને ધરણા કર્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2a816l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com