18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઇટીસીનો નફો ₹ 2933 કરોડ, ડિવિડંડ શેરદીઠ ₹ 5.15

મુંબઇ: આઇટીસીનો ચોથા ક્વાર્ટરનો નફો રૂ. 2933 કરોડ નોંધાયો છે. આ એફએમસીજી મેજર કંપનીએ 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં 9.86 ટકાના વધારા સાથે રૂ. 2932.71 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નપો નોંધાવ્યો છે. વર્ષ અગાુ સમાનગાળામાં કંપનીએ રૂ. 2,669.47 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ જણાવ્યું છે કે જીએસટી પછી કરવેરા પદ્ધતિ બદલાઇ હોવાથી પાછલા સમયગાળા સાથે કુલ આવક તુલનાપાત્ર ન ગણી શકાય. કંપનીના બોર્ડે તેના સીઇઓ અને હોલટાઇમ ડાઇરેક્ટર સંજીવ પુરીના હોદ્દામાં ફેરફાર કરીને તેમને મેનેજિંગ ડિરેકટરનો હોદ્દો આપ્યો છે. એ જ સાથે બોર્ડે શેરદીઠ રૂ. 5.15ના ડિવિડંડની ભલામણ કરી છે.

સોની ઇન્ડિયાની સારી એકેડેમી સાથે યુતિ

મુંબઇ: સોની ઇન્ડિયાએ સારી એકેડેમી ઓફ પ્રોફેશનલ ફોટોગ્રાફી એન્ડ ડિજિટલ ફોટોગ્રાફી સાથે સહયોગ સાધ્યો છે. સોનીના એમડી કેનીચીરો હીબીએ કહ્યું હતું કે આ દેશમાં આ કંપનીએ ફોટોગ્રાફીનું કલ્ચર વિકસાવ્યું છે. કંપનીએ 14 મહિનાનો સિનેમેટોગ્રાફી અને ફિલ્મ મેકિંગ કોર્સ શરૂ કર્યો છે. અન્ય સહયોગીમાં સોની એપ્સન, ઝઇશ, બ્રોનકલર, મેઇનફોટો, કિંગસ્ટન ટેકનોલોજી, સ્પાઇડર -ફાઇવ, મઝદા ઇમેજિંગ વગેરેનો સમાવેશ છે.

ઈન્ફોસિસનું ઈન્ડિયા ટ્રેડ કનેક્ટ

મુંબઇ: ઈન્ફોસિસ લિમિટેડે બીએસઇને અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપનીએ ઇન્ફોસિસ ફિનેકલે સફળતાપૂર્વક ઈન્ડિયા ટ્રેડ કનેક્ટની સ્થાપના કરી છે. ભારત ટ્રેડ કનેક્ટ એ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક, આરબીએલ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક અને યસ બેન્ક સાથે ભાગીદારીમાં એક બ્લોકચેન આધારિત ટ્રેડ નેટવર્ક છે.

હિન્દાલ્કોનો નફો પચીસ ટકા ઘટ્યો

મુંબઇ: આદિત્ય બિરલા ગ્રુપની કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે 31મી માર્ચે પુરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં 24.98 ટકાના ઘટાડા સાથે રૂ. 376.97 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યું છે. પાછલા વર્ષના સમાનગાળામાં આ એલ્યુમિનિયમ અને કોપર ઉત્પાદક કંપનીએ રૂ. 502.52 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કુલ સ્ટેન્ડઅલોન આવક રૂ. 11,969.66 કરોડ સામે ઘટીને રૂ. 11,886.02 કરોડ નોંધાઇ હતી.

એક્સિસ બૅન્કમાં એજીએમ માટે બુક બંધ

મુંબઇ: બીએસઇને પાઠવેલી રેગ્યુલેટરી નોટ અનુસાર એક્સિસ બેન્ક લિમિટેડની 20 જૂન, 2018ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માટે બીજી જૂન, 2018થી 20 જૂન, 2018 (બંને દિવસ સહિત) સુધી કંપનીની રજિસ્ટર ઓફ મેમ્બર્સ એન્ડ શેર ટ્રાન્સફર બુક્સ બંધ રહેશે.

નેશનલ ફર્ટિલાઈઝર્સના ક્રેડિટ રેટિંગ

મુંબઇ: નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડે જણાવ્યું છે કે ક્રેડિટ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીને આ પ્રમાણેના રેટિંગ્સ આપ્યા છે:- લાંબા ગાળા માટે એજન્સીએ રૂ. 5,000 કરોડની એડહોક સીસી સહિત સીસી, રૂ. 192.50 કરોડની ટર્મ લોન (એએફસીપી) અને રૂ. 170.10 કરોડની ઈસીબી માટે ઈકરા એએ સ્ટેબલ. જ્યારે ટૂંકા ગાળા માટે રૂ. 3,000 કરોડના એલસી/બીજી અને રૂ. 215.40 કરોડના અનાલોકેટેડ માટે ઈકરા એ વન પ્લસ તેમ જ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રૂ. 5,000 કરોડના કમર્શિયલ પેપર માટે ઈકરા એ વન પ્લસ રેટિંગ આપ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Qa57d5dK
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com