18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પહેલા સિંઘમ-3 જ બનશે: રોહિતનો નિર્ણય

રોહિત શેટ્ટીની ગોલમાલ અને સિંઘમ બંને ફિલ્મોની શ્રેણી ખૂબ લોકપ્રિય રહી છે. આ બંને શ્રેણી એ પોતાના મિત્ર અજય દેવગન સાથે બનાવવાનું પસંદ કરે છે.

ગોલમાલનો ચોથો ભાગ 2017માં રજૂ થયો હતો અને સિંઘમ રીટર્ન્સ 2014માં રજૂ થઇ હતી. હવે સિંઘમ-3ની સહુ રાહ જોઇ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ રોહિત સિમ્બા નામની ફિલ્મમાં વ્યસ્ત છે અને એ પૂરી થાય એટલે સૌ પ્રથમ એ સિંઘમ-3નું કામ શરૂ કરવાનો છે.

રોહિતે સ્પષ્ટ જણાવી દીધું છે કે સૌ પહેલા સિંઘમ-3 જ બનશે અને પછી બીજી કોઇ ફિલ્મ બનાવીશ.

વચ્ચે અફવા ફેલાઇ હતી કે સિંઘમ-3માં સન્ની દેઓલ મુખ્ય રોલ કરશે, પણ રોહિતે સ્પષ્ટતા કરી દીધી છે કે સિંઘમમાં અજય સિવાય અન્ય કોઇ હીરો નહીં બને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d67a1x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com