18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મર્સિડીઝ ગોલ્ફ ટ્રોફીનો ચેન્નઈ તબક્કો આજથી

ચેન્નઈ: મર્સિડીઝ ટ્રોફી ગોલ્ફ સ્પર્ધા-૨૦૧૮ના ચેન્નઈ ખાતેના તબક્કાનું અહીં ટી. એન. જી. એફ. (તમિળનાડુ ગોલ્ફ ફેડરેશન)ના કોસ્મો કોર્સ ખાતે ગુરુવારથી આયોજન કરવામાં આવશે જેમાં શહેરના ૧૧૨ ખેલાડી રાષ્ટ્રીય ફાઈનલ માટે ખુલ્લા રહેતા એકમાત્ર સ્થાન પર ક્વોલિફાઈ થવા ભાગ લેશે.

એક દિવસના કાર્યક્રમની આ સ્પર્ધામાં ભારતીય ક્રિકેટર સુબ્રમણિયમ બદ્રીનાથ પણ ભાગ લેનાર છે, એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

પહેલા સાત ક્વોલિફાઈંગ તબક્કા અત્યાર સુધીમાં પુણે, અમદાવાદ, મુંબઈ, બૅંગલુરુ, હૈદરાબાદ, કોઈમ્બતુર અને કોલકાતામાં યોજાઈ ચૂક્યા છે જેમાંથી રાષ્ટ્રીય ફાઈનલ માટે ૨૪ ખેલાડી ક્વોલિફાઈ થયા છે.

રાષ્ટ્રીય ફાઈનલ પુણેમાં ૪-૬ એપ્રિલે ઓક્સફર્ડ ગોલ્ફ રિસોર્ટ ખાતે યોજાનાર છે.

ફાઈનલમાંથી ત્રણ વિજેતા જર્મનીમાં સ્ટુર્ટગાર્ટ મધ્યે ઑક્ટોબરમાં યોજાનાર ૨૯મી મર્સિડીસ ટ્રોફી વર્લ્ડ ફાઈનલમાં વિશ્ર્વભરમાં ૬૦ રાષ્ટ્રમાં યોજાતી સ્પર્ધાના ખેલાડીઓ વિરુદ્ધ રમશે. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70iRJI33
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com