18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઇપીએલની પ્રથમ મૅચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે: મૅચોના અગાઉના જ સમય જળવાશે

નવી દિલ્હી: આગામી સાતમી એપ્રિલે શરૂ થનારી આઇપીએલની અગિયારમી સિઝનની એ દિવસની પ્રથમ મૅચ વાનખેડેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને પુનરાગમન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ વચ્ચે રમાશે.

મૅચોના સમયમાં ફેરફાર કરવાની બ્રૉડકાસ્ટરોની વિનંતીથી જે હિલચાલ શરૂ થઈ હતી એમાં ફ્રૅન્ચાઇઝીઓના વિરોધ આવતાં ગવર્નિંગ કાઉન્સિલે અગાઉના જ સમય (સાંજે ૪ .૦૦ વાગ્યે પ્રથમ મૅચ અને રાત્રે ૮.૦૦થી બીજી મૅચ) જાળવી રાખ્યા હોવાનું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.

એલિમિનેટર અને ક્વૉલિફાયર-ટૂના સ્થળ હજી નક્કી નથી થયા, પરંતુ ક્વૉલિફાયર-વન અને ફાઇનલ અનુક્રમે બાવીસમી મે અને સત્તાવીશમી મેએ વાનખેડેમાં રમાશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1ewp73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com