21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શ્રીલંકા સામેની આજની ટી-ટ્વેન્ટી મૅચમાંથી શકિબ બાકાત

ઢાકા: બંગલાદેશની ટીમનો કેપ્ટન શકિબ અલ હસન તેની આગળી પર થયેલી ઈજા હજી પૂરી સાજી ન થવાથી શ્રીલંકા સામેની પહેલી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાંથી બાકાત થઈ ગયો છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

અગ્રણી ઓલ-રાઉન્ડર શકિબને વન-ડે મેચોની ત્રિકોણ શ્રેણીની ગયા મહિને શ્રીલંકા સામે જ રમાયેલી ફાઈનલ મેચમાં ઈજા થઈ હતી, જે કારણ તે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ ભાગ લઈ શક્યો ન હતો.

ત્રિકોણી શ્રેણીની ફાઈનલ અને ટેસ્ટ શ્રેણી હારી ગયેલ બંગલાદેશના સિલેક્ટરોએ શકિબનો બે ટી-૨૦ મેચ માટે શરૂઆતમાં ટીમમાં સમાવેશ કર્યો હતો, જેની પહેલી મેચ આજે ઢાકામાં રમાશે.

બીજી મેચ સીલ્હેટમાં રવિવારે રમાશે.

સિલેક્ટરોએ ડાબોડી સ્પિનર નઝમુલ હુસેનને શકિબની બદલીમાં પહેલી મેચ માટે ટીમમાં જોડાવાને કહ્યું છે, પણ બંગલાદેશ ક્રિકેટ બૉર્ડ (બી. સી. બી.) તરફથી હજી નવા કેપ્ટનની જાહેરાત કરાઈ નથી.

શકિબે ગયા ઑક્ટોબરમાં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ શ્રેણીમાં બંગલાદેશની ટી-૨૦ ટીમના સુકાની તરીકે ફાસ્ટ બૉલર મશરફ મોર્ટાઝા પાસેથી હોદ્દો સ્વીકાર્યો હતો. (એ.એફ.પી.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0t5g28R1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com