21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધવન સામેના ‘આક્રમક ચેડાં’ બદલ રબાડાને દંડ

દુબઈ: દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર કેગિસો રબાડાને પોર્ટ એલિઝાબેથ ખાતે મંગળવારે ભારત સામેની પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચ દરમિયાન હરીફ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સામે બેહૂદા અને ‘આક્રમક ચેડાં’ કાઢવા બદલ તેની મેચ-ફીના ૧૫ ટકાની રકમનો દંડ કરવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ એક ડીમેટ પોઈન્ટ નોંધાયો હોવાનું આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતના દાવની આઠમી ઓવરમાં બનેલા બનાવમાં રબાડાએ ધવનને આઉટ કર્યા પછી હાથથી ઈશારો કર્યો હતો અને ટીકા કરી હતી જેના કારણે તે બેટ્સમેન વળતો પ્રત્યાઘાત આપી શક્યો હોત.

ભારતે ૭૩ રનથી વિજય મેળવી છ મેચની શ્રેણીમાં ૪-૧થી અજેય સરસાઈ લીધી હતી.

ફિલ્ડ અમ્પાયરો ઈયાન ગોલ્ડ અને શોન જ્યોર્જ, ટેલિવિઝન અમ્પાયર અલીમ દાર તથા રિઝર્વ અમ્પાયર બોનગેની જેલેએ રબાડા વિરુદ્ધ ફરિયાદ કર્યા પછી આઈ. સી. સી.ના એલિટ પેનલના મેચ રેફરી એમ્ડી પીક્રોફ્ટે તેને દંડ કર્યો હતો.

રબાડાના ખાતે હવે શિસ્તભંગ માટે પાંચ ડીમેટ પોઈન્ટ રહે છે જેમાંના ત્રણ તેણે ૨૦૧૭માં ૮મી ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં તથા એક લોર્ડ્સ ખાતેની ટેસ્ટમાં મળ્યો હતો.

આવતા ૨૪ મહિનાના સમયમાં રબાડાના ખાતે બીજા આઠ અથવા વધુ ડીમેટ પોઈન્ટ જમા થતા તેને બે ટેસ્ટ અથવા એક ટેસ્ટ તથા બે વન-ડે/ટી-૨૦ અથવા ચાર વન-ડે/ટી-૨૦ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે, એમ તે નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J52331
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com