19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારત છ મહિનામાં ત્રીજી વાર વન-ડેમાં નંબર વન બન્યું

દુબઈ: ભારતની ટીમે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના નવા જાહેર કરાયેલ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કયુર્ં હતું, જ્યારે ક્રિકેટમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા અફઘાનિસ્તાને દસમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ભારતે પોર્ટ એલિઝાબેથ ખાતેની પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ૭૩ રનથી ગયા મંગળવારે હરાવી હતી અને છ મેચની શ્રેણીમાં ૪-૧થી સરસાઈ લઈ પોઈન્ટ-કોષ્ટકમાં પોતાનું મોખરાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. હકીકતમાં ભારતે ૨-૦ની સરસાઈ વખતે મોખરાનું સ્થાન મેળવ્યું હતું, પરંતુ એ સ્થાન જાળવી રાખવા શ્રેણીની છમાંથી ચાર મૅચ જીતવી જરૂરી હતી જે એણે મંગળવારે ૪-૧ના માર્જિન સાથે પુરવાર કર્યું હતું. વાસ્તવમાં ભારત છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત વન-ડેના ક્રમાંકોમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યું છે.

દક્ષિણ આફ્રિકા શુક્રવારે સેન્ચુરિયન ખાતે છઠ્ઠી અને આખરી વન-ડે મેચ જીતશે તો પણ ભારત ૧૨૧ પોઈન્ટ સાથે ટોચનો ક્રમ જાળવી રાખશે, જ્યારે દક્ષિણ આફ્રિકા ખાતે ૧૧૯ પોઈન્ટ હશે.

અફઘાનિસ્તાને શારજાહમાં ગયા મંગળવારે ત્રીજી વન-ડે મેચ જીતી ઝિમ્બાબ્વેથી આગળ વધી ૧૦મું સ્થાન લીધું છે, પણ પોતાનું આ સ્થાન જાળવી રાખવા માટે તેણે શ્રેણી જીતવાની રહે છે જેની આખરી મેચ ૧૯મી ફેબ્રુઆરીએ રમાનાર છે.

ભારતે ૧૧૯ પોઈન્ટ સાથે અને દક્ષિણ આફ્રિકાથી બે પોઈન્ટના તફાવતે છઠ્ઠા ક્રમે રહી દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં રમવાનું શરૂ કયુર્ં હતું.

ઑક્ટોબર, ૨૦૧૭ પછી આ પહેલી વાર અને એકંદરે પાંચમી વેળા ભારતે વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન લીધું છે. જાન્યુઆરી ૨૦૧૩માં ભારત પ્રથમ વેળા ટોચના ક્રમે આવ્યું હતું. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21OvA406
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com