16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડમાં સામેલ થશે બે રૉબોટ

મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસની બૉમ્બ ડિટેકશન ઍન્ડ ડિસ્પૉઝલ સ્કવૉડ (બીડીડીએસ)ની ટીમમાં બે રૉબોટ સામેલ થવાના છે. આ રૉબોટ બૉમ્બના પ્રકાર ઓળખી શકે છે અને તેને નિષ્ક્રિય બનાવવા માટે પણ સમર્થ છે. બૉમ્બ નિષ્ક્રિય કરતી વખતે સંબંધિત વ્યક્તિઓ સામે જીવનું જોખમ ઊભું થાય છે, પરંતુ રૉબોટ દ્વારા બૉમ્બ નિષ્ક્રિય કરતા આ જોખમ રહેશે નહીં. ચંડીગઢમાં પહેલાથી આ રૉબોટ ઉપર પ્રયોગ કરવામાં આવ્યા છે અને બે રૉબોટના ઑર્ડર પણ આપી દીધા છે. રૉબોટને રિમોટ ક્ધટ્રોલ દ્વારા ઑપરેટ કરી શકાશે. તેમાં કાતર, ટોર્ચ, વૉટર ડિસ્પેન્સર્સ તથા અન્ય સાધનો ઉપલબ્ધ હશે. તેને ૧૦૦ મીટરના અંતરથી ઑપરેટ કરી શકાશે. તે બૉમ્બને નિષ્ક્રિય કરી તેને પોતાની સાથે લાવી શકે છે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં બૉમ્બ ડિસ્પોઝલ માટે રૉબોટનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી હતી.

ચંડીગઢની ખાનગી કંપની સિક્યોરિટી ડિફેન્સ સિસ્ટમે મુંબઈ પોલીસ સાથે આ માટે કરાર કર્યા હતા અને કંપની દ્વારા જરૂરી રૉબોટ પૂરા પાડવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું

હતું.

વિશ્ર્વમાં ઘણા પોલીસ દળ દ્વારા બૉમ્બ નિષ્ક્રિય કરવા માટે રૉબોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૉબોટ કોઇ પણ શંકાસ્પદ વસ્તુઓને પારખવા માટે સક્ષમ છે. પોલીસ દૂર રહીને પણ કોઇ પણ જાનહાનિ વગર બૉમ્બને તેની મદદથી નિષ્ક્રિય કરી શકે છે.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ka55j26
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com