18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોહરાબુદ્દીનની હત્યાનું કાવતરું રચાયેલું: વકીલ

મુંબઈ: સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સાથી તુલસીરામ પ્રજાપતિની હત્યા ગુજરાત અને રાજસ્થાન પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રચાયેલું કાવતરું હતું, એમ સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીન શેખે મુંબઈ હાઇ કોર્ટને બુધવારે જણાવ્યું હતું.

રુબાબુદ્દીનના વકીલ ગૌતમ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય આરોપી ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓ ડી. જી. વણઝારા અને રાજકુમાર પંડિયન તથા રાજસ્થાનના આઇપીએસ અધિકારી દિનેશ એમએનને નકલી એન્કાઉન્ટરનું કાવતરું રચ્યું હતું. ઉક્ત ત્રણેયને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

દિનેશ એમએનને કેસમાંથી મુક્ત કરવા સામે દલીલ કરતા તિવારીએ દાવો કર્યો હતો કે તેઓ ઉદયપુરમાં સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ હતા ત્યારે નવેમ્બર, ૨૦૦૫માં અમદાવાદ જઇ કાવતરામાં સામેલ અન્ય પોલીસ અધિકારીઓને મળીને સોહરાબુદ્દીન તથા તેની પત્નીની ધરપકડ કરી તેમની હત્યા કરી હતી. (પીટીઆઇ) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

242gh0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com