19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈની હવાની ગુણવત્તામાં થયો સુધારો

મુંબઇ: ઉત્તરી પવનોને કારણે મુંબઇની હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, જોકે એને કારણે રાત્રીનું હવામાન ઠંડુ હોવાથી પરોઢમાં પણ વાતાવરણમાં ઠંડક જણાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા અઠવાડિયે ધીમા પવનોને કારણે મુંબઇની હવાની ગુણવત્તા નબળી હતી અને આકાશ પણ વાદળછાયું રહ્યું હતું, એમ ભારતીય વેધશાળાના મુંબઇ ખાતેના વૈજ્ઞાનિક અજય કુમારે માહિતી આપી હતી. જોકે ઉત્તરી પવનો હવે દિશા બદલી રહ્યા હોવાથી ધીમે ધીમે મુંબઇના રાત્રીના તાપમાનમાં વધારો થશે.

ગુરુવારે અને શુક્રવારે મુંબઇનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેશે, પરંતુ ધીમે ધીમે રાત્રીના તાપમાનમાં વધારો થતો જશે. બુધવારે સવારે મુંબઇનું ઉષ્ણતામાન ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું,

એમ વેધશાળાએ જણાવ્યું હતું. રવિવારથી શહેરનું તાપમાન સામાન્ય કરતાં ઓછું

રહ્યું છે. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

I1682G7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com