15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સહકારી મંડળી પાસેથી સરકાર ખરીદશે પચીસ ટકા સાકર

મુંબઈ: ખાંડની કૉઓપરેટિવ્સ દ્વારા કુલ ઉત્પાદન કરાયેલી પચીસ ટકા ખાંડ ખરીદવા માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારના સહકારી વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે. શરેડીનું ઉત્પાદનકર્તાઓને ખાંડની કૉઓપરેટિવ્સ પાસેથી હજી નાણાં મળ્યાં ન હોવાને કારણે તેમની સમક્ષ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નામ ન જણાવવાની શરતે સહકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન

આ પ્રસ્તાવની તરફેણમાં છે અને તેમણે સહકારી વિભાગને આ મુદ્દે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા તથા રાજ્યની કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મૂકવાનો નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકાર ખાંડની કૉઓપરેટિવ્સ પાસેથી પ્રતિ ટને રૂ. ૩૨,૦૦૦માં ખાંડ ખરીદવાની ઇચ્છા ધરાવે છે. સરકારનું માનવું છે કે આમ કરવામાં આવતા ખાંડના ભાવ બજારમાં સ્થિર રહેશે.

મહારાષ્ટ્રમાં રાજકીય દૃષ્ટિએ શેરડીએ બહુ સંવેદનશીલ પાક છે, કારણ કે રાજ્યના અંદાજે ૩૦ લાખ ખેડૂતો શેરડીની ખેતી કરે છે. ચાલુ વર્ષે સરકારે શરેડીના ટનદીઠ રૂ. ૨૫૫૦ સામાન્ય વળતરદાયી ભાવ (એફઆરપી) જાહેર કર્યા હતા. એવો અંદાજ રાખવામાં આવ્યો છે કે ખાંડના ભાવ ટનદીઠ રૂ. ૩૫૦૦૦ રહેશે. તેમ છતાં હાલમાં શેરડીના ભાવ પ્રતિ ટને રૂ. ૨૮,૦૦૦થી રૂ. ૨૯,૦૦૦ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ગબડીને પ્રતિ ટને રૂ. ૨૧,૦૦૦ થયા છે. તેથી ખાંડની કૉઓપરેટિવ હાલમાં સરકારે જાહેર કરેલા ભાવ ચૂકવવાની સ્થિતિમાં નથી અને તેથી સરકાર પચીસ ટકા ખાંડ ખરીદે એવી ઇચ્છા તેઓ ધરાવે છે. ખાંડની કૉઓપરેટિવ્સ દ્વારા ખેડૂતોને હજી સુધી તેમના રૂ. ૨૦૦૦ કરોડ ચૂકવ્યા નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

weVCt3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com