18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુસ્તકોના વિષયવસ્તુને તપાસવા કમિટી બેસાડાશે
વિરોધ પક્ષની ટીકાને લીધે સરકારે લેવો પડ્યો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિદ્યાર્થીઓને પૂરક વાંચન માટે આપવામાં આવતાં પુસ્તકોમાંનાં બે પુસ્તકોના વિષયવસ્તુને લઈને વિરોધ પક્ષોએ દેકારો મચાવતા સરકારે ખાસ નિષ્ણાતોની કમિટી બેસાડવાની ફરજ પડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પુસ્તકો, પુસ્તકોની ખરીદીમાં કથિત ગોટાળો અને વિષયવસ્તુને લઈને શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે પર પસ્તાળ પાડવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નિષ્ણાતોએ જ્યારે આ પુસ્તકોને પસંદ કર્યા ત્યારે આવી કોઈ વિષયવસ્તુ હોવાનું જણાયું ન હતું.

ભારતીય વિચાર સાધના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક બાલ નચિકેતમાં કૌમાર્ય ખોઈ બેસવું, જાતીય આનંદ, શારીરિક ઈચ્છાઓ જેવા શબ્દોનો ઉપયોગ થયો છે, જે બાળકો માટે યોગ્ય ન કહેવાય, તેવો આક્ષેપ કૉંગ્રેસના નેતા રાધા કૃષ્ણ વિખે પાટીલે કર્યો હતો. અન્ય એક પુસ્તકમાં મત્સ્યગંધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પોતાના શરીરની સુગંધની વાત કરે છે.

પુસ્તકના સંવાદો જાતીયતાને લગતા છે, અને નાનાં બાળકો માટે આ અનુચિત છે, તેમ પાટીલે જણાવ્યું હતું. આ સાથે આ પ્રકાશનગૃહોને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંબંધો છે અને સરકારે વધારે ભાવમાં તેમની પાસેથી પુસ્તકો ખરીદ્યાં હોવાનો આક્ષેપ પણ પાટીલે કર્યો હતો. મોદીના પુસ્તકો ખરીદવા અંગે સ્પષ્ટતા કરતા તાવડેએ જણાવ્યું હતું કે આ પુસ્તકોમાં સ્વતંત્રતાની ચળવળ અને ભારતના ઈતિહાસના અમુક એવા ચેપ્ટર છે, જે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુનાં પુસ્તકોમાં નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

uVh33lLd
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com