22-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કમોસમી વરસાદ: કેન્દ્ર પાસેથી સરકારે માગ્યા ₹ ૨૦૦ કરોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિદર્ભ અને મહારાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ અને કરાં પડવાને લીધે પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૨૦૦ કરોડની મદદ માગી છે. બે લાખ હેક્ટર જેટલા ખેત વિસ્તારને અસર થઈ છે, તેમ કૃષિ પ્રધાન પાંડુરંગ ફુંડકરે જણાવ્યું હતું. મોટા ભાગના વિસ્તારોનું પંચનામું થઈ ગયું છે. અત્યાર સુધીમાં ૧૯૦૦ ગામ અસરગ્રસ્ત થયાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ૨૨મી તારીખે દિલ્હી જઈ કેન્દ્રીય કૃષિ પ્રધાનને મળીશ. જોકે કેન્દ્ર પાસેથી અત્યારથી જ રૂ. ૨૦૦ કરોડની માગ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવશે. જોકે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે હજુ ઘણા વિસ્તારોમાં અધિકારીઓ પંચનામું કરવા આવ્યા નથી. તેમણે સરકાર ખેડૂતોની સમસ્યાઓ સમજવા અને ઉકેલવામાં ઢીલ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7B643237
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com